વિશ્વની સૌથી વધારે મુસ્લિમ આબાદી ધરાવતા આ દેશમાં હિન્દૂ ધર્મનું કરવામાં આવે છે ભરપૂર સમ્માન – ભારતના પૌરાણિક ગ્રંથોમાં પણ છે તેનો ઉલ્લેખ

વિશ્વભરના અનેક એવા દેશો છે જે પોતાની એક વિશેષ ખાસિયત અથવા ઐતિહાસિક બનાવને કારણે પ્રસિદ્ધ થઇ ગયા હોય. જેના ઉદાહરણ સ્વરૂપ જાપાન દેશ જેના હિરોશિમા અને નાગાસાકી શહેર પર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જર્મની જ્યાંનો ક્રૂર શાસક હિટલર, વેટિકન સીટી દુનિયાનો સૌથી નાનો દેશ વગેરે…

image source

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એવા જ એક રસપ્રદ દેશ વિષે વાત કરવાના છીએ જેમાં એક – બે કે સેંકડો નહિ પણ લગભગ 17000 ટાપુઓ આવેલા છે. તો કયો છે એ દેશ અને શું છે તેની બીજી વિશેષતાઓ ? ચાલો જરા વિસ્તારથી જાણીએ.

image source

આ દેશનું નામ છે ઇન્ડોનેશિયા. એશિયા ખંડના આ દેશમાં નાના – મોટા એમ કુલ મળીને લગભગ 17000 જેટલા ટાપુઓ આવેલા છે. આ ટાપુઓમાં સુમાત્રા, જાવા, બોર્નિયો, સુલાવેસી અને ન્યુ ગીની જેવા પ્રખ્યાત ટાપુઓનો સમાવેશ થાય છે. ઇન્ડોનેશિયા દુનિયાનો મોટો દ્વીપીય દેશ છે જયારે જનસંખ્યાના આધારે તે દુનિયાના દેશોમાં ચોથું સ્થાન ધરાવે છે. એક અંદાજ મુજબ ઇન્ડોનેશિયાની કુલ જનસંખ્યા આશરે 27 કરોડ છે.

image source

કહેવાય છે કે ભારતીય પૌરાણિક પુસ્તકોમાં પણ ઇન્ડોનેશિયા દેશનો ઉલ્લેખ છે અને તેમાં આ દેશની ઓળખ દીપાંતર તરીકે છે. લગભગ 150 વર્ષ પહેલા યુરોપના લેખકોએ આ દેશને ઇન્ડોનેશિયા નામ આપ્યું અને ત્યારથી જ આ નામ પ્રચલિત થઇ ગયું. ઇન્ડોનેશિયાના પ્રથમ શિક્ષણ મંત્રી ” કી હજર દેવાન્તર ” પહેલા સ્વદેશી વ્યક્તિ હતા જેઓએ પોતાના દેશને ઇન્ડોનેશિયા નામથી ઓળખાવ્યો.

image source

ઈસા પૂર્વ ચોથી શતાબ્દીમાં ઇન્ડોનેશિયા વિશ્વનું એક મહત્વપૂર્ણ વ્યાપાર કેન્દ્ર હતું. બુની અથવા મુનિ સભ્યતા પણ અહીંની જ છે જેને અહીંની સૌથી જૂની સભ્યતા માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે એ સભ્યતાના લોકો હિન્દૂ અને બૌદ્ધ ધર્મમાંથી હતા અને ઋષિ પરંપરાઓનું અનુસરણ કરતા હતા. ત્યારબાદ 13 મી સદી આસપાસ આ દેશ મુસ્લિમ દેશ બન્યો.

image source

એ પણ ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયામાં લગભગ 400 થી વધુ સક્રિય જ્વાળામુખીઓ છે. અને આ કારણે અહીં અવાર – નવાર ભૂકંપ આવ્યા કરે છે. એ સિવાય અહીં જીવ – જંતુઓ અને વનસ્પતિઓની પણ અનેક પ્રકારની જાત જોવા મળે છે. વિશ્વનું સૌથી મોટું ફૂલ ” રૈફલેશિયા ” પણ આ જ દેશમાં મળી આવે છે જેનો વજન અંદાજે 10 કિલો જેટલો હોય છે.

ઉપરાંત ” કોમોડો ડ્રેગન ” તરીકે ઓળખાતી વિશાળ ગરોળીઓ જે ત્રણ મીટર લાંબી અને 70 કિલો વજન ધરાવે છે એ પણ અહીં જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત