અંતિમ ચંદ્રગ્રહણ છે જુલાઇ મહિનાની આ તારીખે, જાણી લો આ 5 રાશિ વિશે, જેમને બચીને રહેવુ પડશે અનેક મુશ્કેલીઓથી

સૂર્ય અને ચંદ્ર બંને પોતાના પ્રભાવ ગ્રહો અને રાશિ પર છોડે છે. એવા સમયે સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણની ઘટનાઓ પણ અમુક પ્રકારના સકારાત્મક અથવા નકારાત્મક પ્રકારના પ્રભાવ રાશી પર પાડતા હોય છે.

image source

ચંદ્ર ગ્રહણનો સમય પણ નજીક આવી રહ્યો છે. હાલમાં જ સૂર્યગ્રહણ આપણે નિહાળ્યું હતું, ત્યારે હવે ગુરુપૂર્ણિમા એટલે કે 5 જુલાઈ 2020ના દિવસે આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. જો કે આવું ત્રીજી વખત છે, બની રહ્યું છે કે આ ચંદ્રગ્રહણની ઘટના ગુરુપૂર્ણિમાના દિવસે ઘટવાની છે.

આ ચંદ્રગ્રહણના પરિણામે ચંદ્રના આકારને કોઈ જ પ્રકારનો ફર્ક પડશે નહી. પરિણામે આ ચંદ્રગ્રહણ વખતે પણ ચંદ્રને તમે નારી આંખે જોઈ શકશો. જો કે આ ચંદ્રના ગ્રહણની અસરો રાશીઓ પર પડશે જેના પરિણામે સારા અને ખરાબ પરિણામો જોવા મળી શકે છે. આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે એ રાશીઓ વિશે જેમના પર આ ચંદ્રગ્રહણની નકારાત્મક અસરો જોવા મળશે.

ધન રાશિ

ચંદ્રગ્રહણનો પ્રભાવ આ સમય દરમિયાન ધનુ રાશિના જાતકો પર જોવા મળશે. આ ગ્રહણના પરિણામે આ રાશિના જાતકોમાં માનસિક તણાવ આવી શકે છે. આ દિવસો દરમિયાન લોકો સાથે તમારા ઝઘડા પણ થઇ શકે છે. જો કે આ સિવાય રોજીંદા ખર્ચમાં પણ મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.

વૃશ્વિક રાશિ

આ રાશિના જાતકો માટે પણ ચંદ્રગ્રહણ ભારે રહેશે. આ સમય દરમિયાન માન-સન્માનને કારણે અન્ય લોકો સાથેના વાદ વિવાદ થવાની શક્યતાઓ છે. પરિવારમાં પણ ઝઘડા જોવા મળશે. આ સિવાય દિવસ દરમિયાન થનારા નિયમિત કાર્યોમાં પણ આસપાસના લોકો સાથે અણબનાવ થઇ શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોએ આ ચંદ્રગ્રહણના સમય દરમિયાન નવી વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ. આ સિવાય વાહન અથવા જમીનની ખરીદી કરવા માટે પણ આ સમય યોગ્ય નથી. જો તમે કોઈને આ સમયગાળા દરમિયાન પૈસા આપો છો, તો એ પાછા આવવામાં મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. મોટા નિર્ણયો કરવામાં મુશ્કેલી આવી શકે છે, જેથી શક્ય હોય તો અમુક નિર્ણયો ટાળવા જોઈએ.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો પર પણ ચંદ્રગ્રહણનો પ્રભાવ નકારાત્મક રહેશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્યની વધારે કાળજી રાખવી પડશે. આ સિવાય ધારેલા કર્યો પુરા કરવા માટે આ સમય યોગ્ય નથી, નિરાશા મળી શકે છે. આ સમયે વાદ વિવાદમાં પડવાથી બચવું જોઈએ.

કન્યા રાશિ

આ રાશિના જાતકોએ પણ ચંદ્રગ્રહણના દિવસે નાણાકીય બાબતોમાં ખાસ ધ્યાન રાખવું. જો કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચાર્યું છે, તો એ દિવસ દરમિયાન એમ કરવાનું ટાળવું જોઈએ. એ માટે તમે કોઈ અન્ય દિવસ પસંદ કરી શકો છો. ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત