ભારતનો સૌથી છેલ્લો રોડ આવેલો છે આ ગામમાં, જોઇ લો તસવીરોમાં તમે પણ

ભારત દેશમાં એવા કેટલાય સ્થાનો છે જે આશ્ચર્યનો પર્યાય બનેલા છે અને તેના વિશેની માહિતી પણ બહુ પ્રચલિત નથી.

image source

આવું જ એક સ્થાન ભારતના રાજ્ય તામિલનાડુના પૂર્વ કિનારે સ્થિત રામેશ્વર ટાપુ છે. આ ટાપુના કિનારા પર આવેલ માર્ગ ભારતનો છેલ્લો માર્ગ ગણવામાં આવે છે અને આ જ તે સ્થાન છે જ્યાંથી શ્રીલંકા નરી આંખે જોઈ શકાય છે. પરંતુ હાલ આ સ્થાન સાવ વેરાન પડ્યું છે.

આ સ્થાનનું નામ ધનુષકોડી છે અને અસલમાં તે એક ગામ છે. આ ગામ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી એકમાત્ર એવી સરહદ છે જે પાક જળસંધીમાં બાલુની ટેકરી પર સ્થિત છે અને તેની લંબાઈ માંડ 50 ગજ જેટલી છે. અને આ કારણે જ આ સ્થાનની ગણના વિશ્વના સૌથી નાના સ્થાનો પૈકી થાય છે.

image source

ધનુષકોડી ગામ અન્ય ગામોની જેમ સામાન્ય નથી પરંતુ અનેક રહસ્યોથી ભરપૂર છે. આ ગામને ઘણા લોકો ભૂતિયું ગામ ગણે છે. દિવસ દરમિયાન અહીં પર્યટકો આવે અને રોકાય છે પરંતુ રાત પડતા જ તેઓને પરત મોકલી દેવામાં આવે છે. કારણ કે આ સ્થાન પર રાત્રી દરમિયાન હરવું – ફરવું પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. અહીંથી રામેશ્વરમનું અંતર લગભગ 15 કિલોમીટર જેટલું છે અને તે આખો રસ્તો એટલો સુમસામ છે કે ત્યાંથી પસાર થતા ભલભલાના પરસેવા છૂટી જાય.

image source

જો કે આ ધનુષકોડી ગામ પહેલા હર્યુંભર્યું હતું. પહેલા અહીં લોકો પણ રહેતા હતા અને તે સમયે ગામમાં રેલવે સ્ટેશન, હોસ્પિટલ, ચર્ચ, હોટલ અને પોસ્ટ ઓફિસની સુવિધા પણ હતી. પરંતુ વર્ષ 1964 માં આવેલા ભયાનક વાવાઝોડાને કારણે આ ગામ બરબાદ થઈ ગયું. કહેવાય છે કે એ ચક્રવાતી વાવાઝોડામાં 100 જેટલા પેસેન્જર ભરેલી એક આખી યાત્રી ટ્રેન પણ સમુદ્રમાં ગરક થઈ ગઈ હતી.

image source

એવું પણ કહેવાય છે કે ધનુષકોડી એ સ્થાન છે જ્યાં સમુદ્ર ઉપર રામસેતુનું નિર્માણ કરાયું હતું. માન્યતા મુજબ આ જગ્યા પર બનેલા રામસેતુ પુલ પર ચાલીને જ હનુમાન અને વાનર સેના રાવણની લંકા નગરીમાં પ્રવેશ્યા હતા. આ ગામમાં નામ વિશે પણ એવી માન્યતા છે કે વિભીષણના કહેવાથી રામે પોતાના ધનુષનાં એક છેડાથી સેતુ તોડ્યો હતો અને આથી જ આ ગામનું નામ ધનુષકોડી રાખવામાં આવ્યું હતું.

image source

ધનુષકોડી સાથે જોડાયેલી અન્ય એક ઘટના અનુસાર જ્યારે વર્ષ 1893 માં સ્વામી વિવેકાનંદ અમેરિકામાં આયોજિત ધર્મ સંસદમાં ભાગ લેવા ગયા હતા અને ત્યારબાદ પરત ફરતા સમયે એમણે શ્રીલંકાની રાજધાની કોલંબો થઈને સૌપહેલા આ ગામમાં જ પગ મૂક્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત