Site icon News Gujarat

રામાયણના લક્ષ્મણનો સોશિયલ મીડિયા પર જબરદસ્ત ક્રેઝ

ડીડી નેશનલ પર રામાનંદ સાગરની રામાયણનું પ્રસારણ તો પૂર્ણ થયું છે પરંતુ હાલ ઉત્તર રામાયણ પ્રસારિત કરવામાં આવી રહી છે. રામાયણ ફરીથી પ્રસારિત થવાથી તેના કલાકારો પણ ચર્ચામાં આવ્યા છે. ખાસ કરીને રામ, લક્ષ્મણ અને સીતાના પાત્ર ભજવનાર કલાકાર એટલે કે અરુણ ગોહિલ, સુનીલ લહેરી અને દીપિકા ચિખલિયા. આ ત્રણેયની ફેન ફોલોઈંગ હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આ કલાકારોને યુવાનો પણ પસંદ કરી રહ્યા છે.

image source

લક્ષ્મણ બનેલા સુનીલ લહેરીની ફેન ફોલોઈંગ તો એટલી વધી છે તે તેમણે શેર કરેલા ઈંસ્ટા વીડિયોમાં ક્રેઝી ફેન્સ કોમેન્ટ કરતાં થાકતા નથી. રામાયણનું પ્રસારણ પુરું થયા પછી તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે દર્શકોના પ્રેમ બદલ આભાર માન્યો હતો.

તેણે કહ્યું હતું કે તેમને આટલો પ્રેમ આજે પણ મળ્યો તે વાતનો આનંદ કેવી રીતે વ્યક્ત કરવો. તમારા પ્રેમએ મને પ્રોત્સાહિત કર્યો છે અને હવે તે કોઈપણ કામ કરશે તો આ પ્રેમને ધ્યાનમાં રાખીને કરશે. બધા લોકોનો દિલથી આભાર.

સુનીલના આ વીડિયો પર પણ ફેન્સનો પ્રેમ વરસ્યો હતો. એક મહિલા યૂઝરએ તો કોમેન્ટનો ઢગલો કરી દીધો અને એમ પણ લખ્યું છે કે, તે તેમનો ક્રશ બની ગયા છે. ભારતને અનેક યુવતીઓના તે ક્રશ બની ગયા છે. “હું તમે પ્રેમ કરું છે. મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે.” આ મહિલાએ સુનીલની ટીવી સ્ક્રીન પર ફરીથી જોવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.

image source

સોશિયલ મીડિયા વડે સુનીલ લહેરીને મળેલા આ પ્રેમથી તે ભાવુક થઈ ગયા હતા. તે ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. તેમણે પોતાની કેટલીક જૂની યાદોને પણ તાજી કરી એક ફોટો શેર કર્યો છે જેમાં તે સ્મિતા પાટિલ સાથે જોવા મળે છે. આ ફોટો નક્સલાઈટ ફિલ્મનો છે જેને કેએ અબ્બાસ જેવા દિગ્ગજ ફિલ્મમેકરે લખી હતી.

image source

સુનીલ, વેટરન એક્ટર સ્વર્ગીય વિનોદ ખન્ના સાથે પણ કામ કરી ચુક્યા છે. તેમણે એક ફિલ્મમાં તેના દીકરાનો રોલ કર્યો હતો. સુનીલ લહેરી મધ્ય પ્રદેશના દામોહના રહેવાસી છે તેમણે અભ્યાસ ભોપાલમાં કર્યો છે. ત્યારબાદ તે મુંબઈ આવ્યા હતા અને વિલ્સન કોલેજથી તે સ્નાતક થયા છે.

Exit mobile version