શું તમે જાણો છો ડાબોડી લોકો બીજાની તુલનામાં કેમ વધારે સક્ષમ હોય છે?

સામાન્ય રીતે લોકો જમણા હાથેથી કાર્ય કરતાં હોય છે પણ બહુ ઓછા લોકો ડાબોડી હોય છે.

image source

આપણા સમાજમાં કોઈ પણ શુભ કાર્ય હોય કે ધાર્મિક કાર્ય, જમણા હાથનો ઉપયોગ કરવા પર હંમેશા ભાર મૂકવામાં આવે છે. જો કોઈ બાળક ડાબોડી હોય તો વડીલો બાળકોને ડાબા હાથથી ખોરાક ખાવામાં ટોકે છે. હિન્દુધર્મમાં શાસ્ત્રો અનુસાર, ડાબા હાથથી કરવામાં આવતી શુભ ક્રિયાઓને અશુભ માનવામાં આવે છે.

ડાબે હાથથી ખોરાક લેનારાઓને પણ અશુભ કહેવામાં આવે છે. પરંતુ વિજ્ઞાન ડાબોડી લોકોને ખૂબ જ ખાસ માને છે. વિશ્વના ફક્ત ૧૨% લોકો ડાબા હાથનો ઉપયોગ કરવા માટે સક્ષમ છે.

image source

ડાબોડી લોકો વિશે થયેલા એક નવા સશોધનમાં એક નવી વાત સામે આવી છે , મોટા ભાગના ડાબોડી લોકોમાં ડાબી બાજુના ‘જીનોમ’ અને મગજના આર્કિટેક્ચર સાથેના તેમનાથી થતાં પ્રભાવોને જોડવામાં આવ્યો છે. મેડિકલ રિસર્ચ કાઉન્સિલ – યુકે રિસર્ચ એન્ડ ઇનોવેશનના એક યુનિટ અને વેલકમ sanstha દ્વારા ભંડોળ પૂરું પાડતું ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોના નેતૃત્વમાં આ જીનોમના અભ્યાસ અને આનુવંશિક તફાવતોને વ્યક્તિના નાના અને મોટા મગજના ક્ષેત્રો વચ્ચેની મજબૂત કડી તરીકે સાથે જોડવામાં આવ્યા છે.

તેમણે ઓળખાવેલા ચાર આનુવંશિક લક્ષણોમાંથી ત્રણ મગજના વિકાસ અને બંધારણમાં સામેલ પ્રોટીન સાથે સંકળાયેલા હતા.

image source

એ પણ કહેવામાં આવ્યું છે કે, ડાબોડી વ્યક્તિમાં, મગજના ડાબી અને જમણી બાજુઓ વચ્ચે ખૂબ સરસ સંતુલન હોય છે. બંને મગજ એકબીજાનો સુમેળ સાધી કોઈ પણ કરીને બધારે સારી રીતે કહે છે. આ ભવિષ્યના સંશોધન માટેની રસપ્રદ સાબિત થઈ શકે એમ છે. ડાબોડી લોકો મૌખિક કાર્યો કરવામાં જમણેરી લોકો કરતાં સવાયા સાબિત થતાં હોય છે જો કે યઅ એક સર્વ સમયની તારણ છે. ઘણીવાર ડાબોડી અને જમણેરીમાં એવો તફાવત બહુ દેખાતો નથી. બધાં જ ડાબેરી લોકો વધારે સફળ હોય તેવું જરૂરી નથી. સંશોધંકર્તાઓએ એમ પણ જણાવ્યું છે કે ડાબેરી લોકોમાં આનુવંશિક રોગો અને પાર્કિન્સન થવાની સાંભવના બહુ જ ઓછી છે તેમ જ ડાબોડી લોકો કરતાં જમણેરી લોકોમાં સીંઝૉફ્રેનિયા થવાની સંભાવના થોડી વધારે હોય છે.

image source

જો કે, સંશોધનકારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રકારનું સંશોધન અમુક લોકોને જ લાગુ પડે છે. આ રોગોવાળા લોકોની વાસ્તવિક સંખ્યામાં ફક્ત ખૂબ જ નાની છે, અને તે ડાબોડી અને જમણેરી વચ્હે લગભગ સરખા પ્રમાણમાં જ છે. તેથી તેઓ ચોક્કસ કારણ અને અસર દર્શાવતા નથી. આનુવંશિક લિંક્સનો અભ્યાસ આ ગંભીર તબીબી પરિસ્થિતિઓ કેવી રીતે વિકસિત થાય છે તે સમજવામાં સુધારણા કરી શકે છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત