દાહોદની આ સોસાયટીમાં ઘૂસી આવેલા દીપડાને અનેક મુશ્કેલીઓ પછી કરાયો રેસ્ક્યુ, જોઇ લો તમે પણ વિડીયો

દાહોદની સોસાયટીમાં ઘૂસી આવેલા દીપડાને અનેક મુશ્કેલીઓ પછી રેસ્ક્યુ કરાયો

image source

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં અવારનવાર કહેવાય રહ્યું છે કે આ કોરોનાના કારણે માણસજાત અત્યારે ઘરમાં પુરાઈ ગઈ છે, જ્યારે પ્રાણીઓ આઝાદ બનીને ફરી રહ્યા છે. માણસને માણસના બેફામ કરેલા કર્મોનું ફળ મળી રહ્યું છે. પ્રકૃતિના વિનાશના કારણે જ આ પ્રકારના વિનાશ (મહામારી) સર્જાય છે. સોશિયલ મીડિયામાં ચાલતા આવા મેસેજો વચ્ચે હાલના સમયે ઘટેલો આ કિસ્સો આ બધા જ આરોપોની જાણે પુષ્ટિ કરે છે.

સોસાયટીમાં દીપડો આવી ચડયો

વન્ય જીવો અત્યારે પહેલાની સરખામણીએ વધુ સુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે. લોકોના ઘરમાં પુરાયા પછી પ્રાણીઓના જીવનમાં જાણે આઝાદીએ નવો જોશ ભર્યો છે. આ સમયે દાહોદની એક સોસાયટીમાં અચાનક જ દીપડો ઘૂસી આવ્યો હતો, જેના કારણે ત્યાંના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. લોકડાઉન ચાર દરમિયાન દાહોદની અગ્રવાલ સોસાયટીમાં સવારના સમયે જ એક દીપડો ઘૂસી આવ્યો હતો. આ દીપડો અગ્રવાલ સોસાયટીના ઘરો સુધી પહોચતા પહેલા જ નજીકની એક સોસાયટીમાં કોઈ મહિલાને ઈજા પહોંચાડીને આવ્યો હતો. જો કે આ ઘટના ઘટતા જ સોસાયટીના રહીશોએ પોલીસને ફોન જોડયો હતો તેમ જ એમના દ્વારા વનવિભાગની મદદ પણ માંગી હતી.

શાળાના મેદાનમાં છુપાઈ ગયો હતો

image source

જો કે પોલીસ આવી ત્યાં સુધીમાં આ દીપડો બિંદાસ ફરતો જોવા મળ્યો હતો. મહિલાને ઈજા પહોચાડીને દીપડો સોસાયટીમાંથી નીકળીને મુખ્ય રસ્તા પર પહોંચી ગયો હતો. આ રસ્તા પર એક ફળ વેચનાર ફેરિયો હતો, પણ દીપડાએ તેને ઈજા પહોચાડયા વગર જઈને પાણીની એક ટાંકી નજીકના ઘરમાં સંતાઈ ગયો હતો. ત્યાંથી નીકળીને દીપડો નજીકની જ એક શાળાના મેદાનમાં ઘૂસી ગયો.

વન-વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો

image source

જો કે આ અંગે પૂછતાં અગ્રવાલ સોસાયટીના રહીશ પ્રિયા બેન જૈને મીડિયાને જણાવ્યું હતું કે દીપડો મારા ઘરની બિલકુલ સામેના ઘરમાં ઘૂસી આવ્યો હતો. આ જોઇને અમે બધા ખુબ જ ગભરાઈ ગયા હતા. જો કે સોસાયટી વળેલુ પોલીસને આ અંગે માહિતી આપી હતી. જેથી એમની સહાય દ્વારા જ વનવિભાગના અધિકારીઓ અને વાઈલ્ડલાઈફ વોલન્ટિયર્સ આખરે આવી પહોચ્યા હતા અને લાંબી જહેમત બાદ દીપડાને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો. જો કે આ રેસ્ક્યુ દરમિયાન ત્યાં હાજર કેટલાંક લોકોને નાની-મોટી ઈજા પણ થઇ હતી.

લાંબી જહેમત બાદ ઝડપી લેવામાં સફળતા મળી હતી

image source

વન વિભાગના અધિકારી અને સહયોગી લોકોએ આવતા જ સ્થિતિ કાબુમાં લીધી અહ્તી. સૌપ્રથમ આ દીપડાને ટ્રાન્ક્વિલાઈઝર ગન વડે બેભાન કરવામાં આવ્યો હતો, છતાં દીપડાએ ફરી વખત ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં અમુક વોલન્ટિયર્સે દીપડાને નેટના માધ્યમથી કસીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. બેભાન કરેલા આ દીપડાને હાલ નજીકના વનવિભાગ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યા તેની સારવાર કરીને પશુ ચિકિત્સક દ્વારા તેને મુક્ત કરવા જણાવી દેવામાં આવશે, ત્યારબાદ તેને જંગલમાં મુક્ત કરી દેવાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત