અનોખી કથા: વાંચો એક દિપડો દરરોજ રાત્રે ગાયને મળવા માટે કેમ આવતો હતો?

દૂધનું ઋણ ચુકવવા માટે અહિયાં આવે છે ગાયનો દીકરો, ફોટોસ થયા વાયરલ… જાણો શું છે આ માં- દીકરાની વાર્તા.

માતૃપ્રેમને વ્યક્ત કરતી કહેવત ‘મા તે મા બીજા બધા વગડાના વા…’ માતાનું વાત્સલ્ય વિશ્વની બધી માતા અને સંતાન માટે હોય છે તે પછી મનુષ્ય હોય કે પછી પ્રાણી કે પક્ષી. આ બધામાં પણ માતાના વાત્સલ્યમાં કોઈ અંતર હોતો નથી. મા તો મા હોય છે આ કહેવતને સાબિત કરતા કેટલાક ફોટોસ છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી વાયરલ થઈ છે. આ ફોટોસ જોઇને કોઈપણ વ્યક્તિ અચરજ પામી જશે.

image source

આપ પણ આ ફોટો જોઈને એવું થશે કે, જે દીપડો સાંકળમાં બંધાયેલ ગાયને સહેલાઈથી ખાઈ શકે છે તે જ ગાયના ખોળામાં જઈને કેમ બેસી જાય છે. એટલું જ નહી આ દીપડો થોડાક સમય માટે નહી પણ કલાકો સુધી ગાયના ખોળામાં લપાઈને બેસી રહે છે. એવું કેમ..?

image source

આ બનાવ વિષે જાણીને આપ પણ અચરજમાં મુકાઇ જશો કે, અંતે આ થઈ શું રહ્યું છે? આવું એટલા માટે કેમ કે, દીપડો રોજ રાતના ૯ વાગે પોતાના જીવને જોખમમાં નાખીને ગામમાં આવીને ગાયને મળે છે અને ગાયની સાથે કલાકો સુધી બેસી રહે છે. આ બનાવ ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં બની છે. આ ઘટના જોયા પછી સ્થાનિક વ્યકિતઓએ વાઈલ્ડ લાઈફ વિભાગને જાણ કરી દે છે. ત્યાર પછી ગાય અને દીપડાના એકસાથે હોય તેવા ફોટોસને સોશિયલ મીડિયા પર જાહેર કરી દેવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૦૩માં આ ગાય અને દીપડાના ફોટોસ સામે આવ્યા હતા. ત્યાર પછી ઘણી બધી વાર અનેક ફોટોસ સામે આવે છે. જો કે, દીપડો જયારે શરુઆતના દિવસોમાં આવતો અને દીપડાનો આવો વ્યવહાર જોઈને ગામના લોકોને પણ નવાઈ લાગે છે. પરંતુ ત્યાર પછી જયારે હકીકત સામે આવે છે ત્યારે આ ફોટોસ સહિત ગાય અને દીપડાના સંબંધનું મહત્વ વધારે વધી જાય છે.

image source

હકીકત કઈક એવી સામે આવી છે કે, આ દીપડાના જન્મ થયાના ફક્ત ૨૦ દિવસમાં જ તેમની માતાનું મૃત્યુ થઈ ગયું હોવાના લીધે તે સમયે આ ગાય દીપડાને પોતાનું દૂધ પીવડાવે છે. બસ ત્યારથી જ આ દીપડો ગાયને જ પોતાની માતા સમજે છે અને ગામમાં રોજ ગાયને મળવા આવે છે.

image source

જોવા જેવી વાતએ છે કે, આ દીપડો ગામમાં રોજ આવે છે અને ફક્ત ગાયને મળે છે. દીપડો લાંબા સમયથી ગામમાં આવતો હોવા છતાં પણ ગામમાં કોઈને નુકસાન પહોચાડતો નથી. એટલું જ નહી, દીપડો રોજ ગામમાં આવતો હોવાના લીધે ગામમાં અન્ય કોઈ વન્ય પ્રાણીઓ પણ આવતા ડરતા હોય છે. જેના પરિણામે ગામના ખેતરોમાં અને ગામની ઉપજ સારી થાય છે.

image source

આમ, આ અનોખી માતા- પુત્રની જોડીને જોઈને સ્પષ્ટ થાય છે કે, માતાના પ્રેમની કોઈ વ્યાખ્યા હોતી નથી, તેનો ફક્ત અનુભવ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત