ડોક્ટરની એક ભૂલ અને 20 બાળકો બની ગયા રીંછ જેવા, જાણો તમારે પણ દવા લેતી વખતે શું ધ્યાન રાખવું

દરરોજ વિશ્વભરમાં તમને આવા ઘણા વિચિત્ર કિસ્સાઓ વિશે સાંભળવા મળે કે જેના વિશે જાણીને આશ્ચર્ય થાય છે. આવો જ એક વિચિત્ર કિસ્સો સ્પેનમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ભૂલને કારણે આશરે 20 બાળકો રીંછની જેમ દેખાવા લાગ્યા છે. આ બાળકોના આખા શરીરમાં વાળ ઉગ્યાં છે અને એ પણ એક ખોટી દવાને કારણે. આ ઘટના સ્પેનના કેન્ટાબ્રિયાના ટોરેલાવેગ સિટીની છે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ 2 વર્ષ પહેલાં પરિવારના લોકો બાળકને પેટમાં દુખાવો અને ગેસની ફરિયાદો સાથે જુદા જુદા ડોક્ટરો પાસે પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં ડોકટરોએ તેમને ઓમેપ્રોઝોલ નામની દવા આપી. પરિવારે આ દવા મેડિકલ શોપમાંથી ખરીદી અને બાળકોને આપી હતી. આ પછી, બાળકો સાજા થયા, પરંતુ આ પછીથી બાળકો તેમજ પરિવારની સમસ્યાઓ શરૂ થઈ ગઈ. આ દવા ખાતા બાળકોના શરીર પર અનિચ્છનીય વાળ ઉગતા હતા. હજી સુધી આવા 19 બાળકો દેખાયા છે. ફરિયાદ પછી સ્થાનિક વહીવટી તંત્રે તેની તપાસ કરી અને કહ્યું કે આ બાળકોને ભૂલથી ઓમેપ્રિઝોલ નામની દવાને બદલે મિનોક્સિડિલનો ડોઝ આપવામાં આવ્યો હતો.

image source

ખરેખર મિનોક્સિડિલ એક વાળ વધારતી દવા છે, જે ભૂલથી બાળકોને ઓમ્પેરાઝોલને બદલે આપવામાં આવી હતી. દવાની આડ અસરને લીધે, આ બાળકોને હાઈપરટ્રિકોસિસ નામની બિમારીનો ભોગ બન્યો છે. આ રોગને લીધે, શરીર પર અનિચ્છનીય વાળ વધવા લાગે છે. આ બાળકોના વાળ સતત વધી રહ્યા છે. આ ઘટનાથી રોષે ભરાયેલા બાળકોના માતા-પિતાએ પણ દવા બનાવનાર વિરુદ્ધ સિવિલ અને ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે.

image source

અહેવાલો અનુસાર દવાની કંપની મિનોક્સિડિલ તેની ચાસણીની બોટલ પર પેટમાં દુખાવો અને ગેસમાં ઉપયોગમાં લેવામાં આવતી ઓમેપ્રોઝોલ નામની દવાનું લેબલ લગાડ્યું હતું. આ સિવાય વાત કરીએ તો કેન્ટાબ્રીઆ સિવાય તે વેલેન્સિયાની ઘણી દુકાનમાં વહેંચવામાં આવ્યું. પીડિત બાળકોએ આશરે 1 વર્ષ પહેલા આ દવાઓનું સેવન કર્યું હતું. હવે પરિવાર સરકાર પાસેથી વળતરની માંગ કરી રહ્યું છે. તેને ‘વરવૂલ્ફ સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે.

image source

અહેવાલો અનુસાર પહેલીવાર આ પ્રકારનો કેસ જુલાઈ 2019માં પ્રકાશમાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લેબલ લગાવવાને લીધે ગરબડી થઈ ગઈ હતી, તેથી અધિકારીઓ બધી દવાઓ બજારમાંથી પાછા લઈ ગયા.

image source

આ સંદર્ભમાં સ્પેનિશ એજન્સી ફોર મેડિસિન એન્ડ હેલ્થ પ્રોડક્ટ્સ (એઇએમપીએસ) કહે છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, આવા 12 બાળકો મળી આવ્યા હતા, જેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. તેને સાજા થવા માટે 1 થી 5 મહિનાનો સમય લાગ્યો. તે જ સમયે અન્ય બાળકોની સારવાર કરવામાં આવી રહી છે, તેઓ પણ ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત