લેવાયો મોટો નિર્ણય: અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, આ તારીખ સુધી બંધ રહેશે આ પ્રખ્યાત મંદિર

દિવાળીની ખરીદી અને રજામાં લોકોએ દાખવેલી બેદરકારીના પરીણામે કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. તહેવારના સમયે મંદિરથી લઈ જાહેર જગ્યાઓએ સામાજિક અંતર જાળવવાના નિયમના રીતસર ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

image source

આ સ્થિતિના 2 જ દિવસ બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જણાયો છે. તેવામાં સૌથી વધુ અસર ફરી એકવાર અમદાવાદ શહેરમાં થતી જોવા મળી રહી છે.

image source

અમદાવાદમાં કોરોનાના કેસની સ્થિતિ ફરી એકવાર વકરે નહીં તે માટે તંત્રએ કડક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત શુક્રવારથી જ શહેરમાં રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી કર્ફ્યુ જાહેર કરી દીધું છે. આ સાથે જ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા બીએપીએસ મંદિરે પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ મંદિર હવે ભક્તો માટે આગામી 30 નવેમ્બર સુધી બંધ રાખવામાં આવશે.

image source

બીએપીએસ મંદિર ઉપરાંત તમામ સંસ્કારધામ પણ સોમવાર સુધી ભક્તોને દર્શન કરવા માટે બંધ રાખવામાં આવશે, બીએસપીએસ શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્માકીર્તિદાસે તમામ હરિભક્તોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી છે. મંદિર ખાતે ભક્તો આવે છે અને બહારથી જ દર્શન કરી રવાના થાય છે. જો કે મંદિર બંધ રાખવાના નિર્ણયને હરીભક્તોનું પણ સમર્થન મળ્યું છે. ભક્તો માને છે કે મંદિર બંધ રાખવાનો નિર્ણય ભક્તોના હિતમાં લેવાયો છે.

image source

જણાવી દઈએ કે દિવાળી પર્વ નિમિત્તે દર વર્ષે મંદિરમાં યોજાતો અન્નકોટ આ વર્ષે પણ થયો હતો પરંતુ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરી ભક્તોને દર્શન કરવા દેવામાં આવ્યા હતા. દર વર્ષે આ અન્નકોટ અનેકવિધ વાનગીઓ ધરાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખી અને ભગવાન સ્વામિનારાયણને 70 જેટલી જ વાનગીઓનો અન્નકોટ ધરાવાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત