શિક્ષકનું કોરોનાથી મૃત્યુ થતાં LIC એ જરા પણ મોડું કર્યા વગર માત્ર અરધા કલાકમાં 13.60 લાખનો ક્લેઇમ કર્યો પાસ

શિક્ષકનું કોરોનાથી મૃત્યુ થતાં LIC એ જરા પણ મોડું કર્યા વગર માત્ર અરધા કલાકમાં 13.60 લાખનો ક્લેઇમ કર્યો પાસ

image source

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી યથાવત છે. આ મહામારી વિરુદ્ધની લડતમાં કોરોના વોરિયર્સનો બહોળો ફાળો રહ્યો છે. તે પછી ડોક્ટર્સ હોય, પેરામેડિકલ સ્ટાફ હોય કે પછી સફાઈકર્મચારી હોય કે પછી પોલીસ હોય કે પછી ઘરે ઘરે જઈને ગણતરી કરતા સરકારી કર્મચારી હોય. આ લોકોએ પોતાના જીવને જોખમમાં મુકીને પોતાની સેવાઓ આપી છે. તેમને સતત કોરોના વાયરસના સંક્રમણનું જોખમ રહેવા છતાં તેમણે નિઃસ્વાર્થપણે દેશની સેવા કરી છે. અને સામાન્ય જનતા અને કોરોના વાયરસ વચ્ચે એક અદ્રશ્ય દિવાલ બનીને ઉભા રહ્યા છે.

image source

હાલમાં એક દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા છે કે અમદાવાદમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં સર્વેનું કામ કરતાં એક શિક્ષકને પણ કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હતું. અને તેમનું સાવાર દરમિાયન મૃત્યુ નિપજ્યું છે. આમ જોવા જઈએ તો આને મૃત્યુ ન કહેવાય પણ શહાદત કહી શકાય. કારણ કે તેઓ એક વૈશ્વિક મહામારી સામેની લડતમાં લડીને મૃત્યુને ભેટ્યા છે. મૃત્યુ બાદ જ્યારે પરિવાર દ્વારા LIC પર વળતર માટે ક્લેઇમ કરવામાં આવ્યો ત્યારે LIC એ કોઈ પણ જાતનું મોડું કર્યા વગર માત્ર અરધા કલાકની અંદર જ શિક્ષકનો ક્લેઇમ પાસ કરાવી આપ્યો. ચોક્કસ આ રૂપિયાથી પરિવારજનોને કંઈ પોતાનું પ્રિયજન પાછું નથી મળવાનું પણ એક આંશિક મદદ ચોક્કસ થશે.

image source

અહેવાલો પ્રમાણે શિક્ષક અનીલ પટેલ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા હતા અને કોરોનાની મહામારીના કારણે કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં સર્વેની કામગીરી કરી રહ્યા હતા. સર્વેની કામગીરીમાં ચેપનું જોખમ સતત રહે છે તે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. અનીલભાઈને પણ આ દરમિયાન કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો અને તેમનામાં ચેપના લક્ષણો પણ જોવા મળ્યા હતા. જ્યારે તેમણે પોતાનો રિપોર્ટ કઢાવ્યો ત્યારે તે પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ સારવાર દરમિયાન તેમની તબિયત વધારે લથડી ગઈ હતી અને છેવટે 17મેના રોજ તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. આ વિગતો જ્યારે LIC ના સુભાષબ્રીજ બ્રાંચ ખાતેના CEP-13ના મેનેજરના જાણમાં આવી ત્યારે તેમણે LICના મેનેજર શ્રીવાસ્તવને LICની પોલીસી ધરાવતા અનિલભાઈના અવસાનની માહિતી આપી.

image source

મેનેજર શ્રીવાસ્તવે જરા પણ મોડું કર્યા વગર ડેવલપમેન્ટ ઓફિસર ભરત ઠક્કરને મૃત્યુ પામેલા શિક્ષક અનીલ પટેલના કુટુંબજનોનો સંપર્ક કરવા કહ્યું. મેનેજર શ્રીવાસ્તવના સૂચનો પ્રમાણે ભરત ઠક્કરે અનિલભાઈના કુટુંબીજનોની મુલાકાત લઈને તમામત વિગતો વિરીફાઈ કરી લીધી. ત્યાર બાદ અનિલભાઈના કુટુંબીજનોને વીમાનું વળતર મેળવવામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે માત્ર અરધા જ કલાકમાં 13.60 લાખનો ક્લેઇમ તેમણે પાસ કરાવી આપ્યો. પરિવારજનોએ પણ LICના કર્મચારીઓનો તેમની ઝડપી સેવા બદલ આભાર માન્યો હતો.

image source

આપણા જાણવામાં એવું ઘણી બધી વાર આવે છે કે ઘણા બધા કિસ્સાઓમાં લોકોને પોતાના વિમાનું વળતર મળતાં દિવસોનો સમય લાગી જાય છે. અને હાલ તો લોકડાઉનની પણ સ્થિતિ છે એટલે કોઈની પાસે તમે ઝડપથી કામ થવાની અપેક્ષા પણ ન રાખી શકો. તેમ છતાં આવા સંજોગોમાં LICના કર્મચારીઓએ અનિલભાઈની બાબતમાં જે માનવતા દાખવીને ઝડપી પ્રક્રિયા કરી છે તે ખરેખર સરાહનીય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત