બિહારમાં વીજળી કાળ બનીને આવી, થયા અનેક લોકોના મોત, જાણો આ વિશે શું કરી PM મોદીએ ટ્વિટ

વીજળી પડવાથી યુપી બિહારમાં ૧૦૦ લોકોની મૃત્યુ, પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરતા કહ્યું…

image source

દેશમાં ચોમાસાની શરૂઆત થવાની સાથે જ ભારે અને અતિભારે વરસાદની શરૂઆત થઇ ચુકી છે. જો કે ચોમાસા પછી કેટલાક સ્થળો પર ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ થઇ રહ્યો છે. તો આવા સમયે ગુરુવારના દિવસે ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાથી ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારોમાં ૧૦૦થી વધારે લોકોની મૃત્યુ થવાના સમાચાર સામે આવી રહ્યા છે.

image source

જો કે મુશ્કેલીના આ સમયમાં દેશના વડાપ્રધાન મોદીએ પણ દુ:ખ પ્રકટ કર્યું હતું. જો કે આ ઘટનાથી બિહારમાં ૮૩ લોકો અને ઉત્તર પ્રદેશમાં ૨૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ વીજળી પડવાના કારણે અનેક લોકો ખરાબ રીતે ઝખ્મી પણ થયા છે. આપને જણાવી દઈએ કે બિહાર અને ઉત્તરપ્રદેશ બંને જગ્યાએ અંદાઝીત ૧૧૧ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

image source

ઉત્તર પ્રદેશ અને બિહારમાં સર્જાયેલ વીજળી પડવાના બનાવને પગલે પીએમ મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું હતું. એમણે પોતાની ટ્વીટ દ્વારા કહ્યું હતું કે, “બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળી પડવાથી કેટલાય લોકોના જીવ જવાના દુઃખદ સમાચાર મળ્યા છે. રાજ્ય સરકાર પણ તત્પરતા પૂર્વક રાહત કાર્યોમાં લાગી ગઈ છે. આ આપદામાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એમના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.”

બિહારના આ જિલ્લાઓમાં વીજળી પડી

image source

બિહારના વિવિધ જિલ્લાઓમાં વીજળી પડવાના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં જીલ્લા મુજબ ગોપાલગંજમાં ૧૩, પૂર્ણિયામાં ૨, જમુઈમાં ૨, જહાનાબાદમાં ૨, સારણમાં ૧, સીતામઢીમાં ૧ અને નવાદામાં ૮ લોકોના મૃત્યુ વીજળી પડવાના કારણે થયા છે.

ગોરખપુર મંડળમાં સૌથી વધુ જાનહાની

image source

ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાના કારણે સૌથી વધારે જીવ ગોરખપુર મંડળમાં ગયા છે. ભારે વરસાદ દરમિયાનના સમયમાં વીજળી પડવાના કારણે ગોરખપુર મંડળમાં ૧૩ લોકોનું મૃત્યુ થયું છે અને ૯ લોકો ગંભીર રીતે ઝખ્મી થયા છે. ઉલ્લેખનીય છે કે અહી વીજળી પડવાથી અસર પામેલા બધા જ લોકો ખેતરમાં કામ કરતા હતા. આમાંથી સૌથી વધારે જાનહાની દેવરિયા જનપદમાં થઇ છે.

image source

દેવરિયા જનપદના અલગ અલગ પોલીસ સ્ટેશન ક્ષેત્રોમાં ગુરુવારના દિવસે વરસાદના કારણે વીજળી પડવાથી સાત વર્ષની બાળકી અને ખેડૂત સહીત ૯ લોકો મોતને ભેટ્યા છે, તેમજ નવ લોકો ગંભીર રીતે ઝખ્મી થયા છે. જેમાંથી વધારે લોકો તો ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. સિદ્ધાર્થનગર જીલ્લામાં ત્રણ અને કુશીનગરમાં એક વ્યક્તિની મૃત્યુ થઇ છે. વીજળી પડવાના કારણે ઝખ્મી થયેલા ૯ લોકો દેવરિયા જીલ્લાના છે. આ બધા જ લોકોને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

૨૮ જુન સુધી વીજળી પાડવાનો ખતરો

image source

હવામાન વિભાગની ચેતવણી મુજબ બિહારનાં ઉત્તર ભાગમાં આવેલા અનેક જિલ્લાઓમાં ૨૮ જુન સુધી વીજળી પાડવાનો ખતરો છે. આ દરમિયાન વરસાદ પણ થઇ શકે છે. બિહારથી લઈને રાજસ્થાન સુધી ટ્રફ લાઈન બનવાના કારણે રાજ્યમાં કન્જર્વ જોન બની ગયો છે. આ જોન એવો ભાગ છે જ્યાં ગરમ અને ઠંડી હવાઓ એકબીજા સાથે અથડાય છે. ગરમ હવાઓ ઠંડી હવાઓ સાથે અથડાવાને કારણે વીજળી થાય છે, જેને સ્થાનીય ભાષામાં ઠનકા પડવા પણ કહેવામાં આવે છે.

મોબાઈલનો ઉપયોગ ન કરવો

image source

મોસમ વિજ્ઞાનના નિષ્ણાતોએ જણાવ્યું છે કે વીજળી કડકતી હોય એવા સમયે ખુલામાં ઉભા રહીને મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહિ. આવી સ્થિતિમાં મોબાઈલ દ્વારા કોઈને કોલ કરવો જોઈએ નહિ. મોબાઈલને જલ્દીથી બંધ કરી દેવો જોઈએ. એવું પણ કહેવાય છે કે આવા સમયે કડકતી વીજળીમાં ફોનનો ઉપયોગ કરવાથી મોબાઈલમાં પણ સમસ્યા થઇ શકે છે. આ સિવાય વીજળી સંચાલિત વસ્તુઓથી દુર રહેવું પણ હિતાવહ છે.

Source: Jagran

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત