જોઇ લો તસવીરોમાં, પાલિતણામાં વીજળી પડતા કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો…

હવામાન ખાતાએ જે નિસર્ગ વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખી ગુજરાતને એલર્ટ કર્યું હતું તે સંકટ તો હવે ગુજરાત પરથી ટળી ગયું છે પરંતુ તેમ છતાં વાવાઝોડાની અસરના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો.

image source

આજે ભીમ અગિયાર પણ હોવાથી આજના દિવસે પડેલા વરસાદને ખેડૂતો શુકન માની રહ્યા છે. આજે સાંજથી જ સૌરાષ્ટ્રભરમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફુંકાયો હતો. જો કે આવા વાતાવરણ વચ્ચે ભાવનગર જિલ્લાના પાલિતાણાની એક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.

પાલિતાણા શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ આજે વરસાદ થયો હતો. જો કે આજે જે વાતાવરણ હતું તેવામાં પાલિતાણાના રહેવાસી એવા મુકેશભાઈ અરવિંદભાઈના ઘરના આંગણામાં વાવેલા એક નાળિયેરના વૃક્ષમાં વિજળી પડી હતી. આ વીજળી પડી તે સમયના દ્રશ્યો કોઈના કેમેરામાં કેદ થયા છે. આ ઘટના પાલિતાણાના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં બની છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. આ સિવાય મકાનને પણ નુકસાન થયું નથી.

image source

ઉલ્લેખનીય છે તે ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં ગઈકાલથી જ પલટો નોંધાયો છે. અહીં ગઈકાલે પણ ભારે પવન ફુંકાયો હતો અને ઠેર ઠેર વરસાદી ઝાપટા પડ્યા હતા. જો કે ગઈકાલથી વાતાવરણમાં ફેરફાર થવાની સાથે ગરમીમાંથી પણ લોકોને રાહત મળી છે. જિલ્લામાં વરસાદી વાતાવરણ સાંજથી રાત સુધી જોવા મળ્યું હતું.

image source

જો કે નિસર્ગ વાવાઝોડા અંગે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે તે હવે ગુજરાતને ટકરાશે નહીં પરંતુ તેમ છતાં સલામતીના ભાગરુપે ભાવનગરને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. સવારથી જ ભાવનગર જિલ્લાના તમામ બંદરો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને સાથે જ એનડીઆરએફની ટીમ પણ મહુવા ખાતે મોકલવામાં આવી હતી. આ સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા અને સલામત સ્થળે ખસી જવા અગાઉથી જ તંત્રએ ચેતવણી આપી દીધી હતી.

image source

વાવાઝોડાથી તો કોઈ નુકસાન નોંધાયું નથી પરંતુ વાવાઝોડાના કારણે વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેના કારણે વીજળી પડવા જેવા અલભ્ય દ્રશ્ય કેમેરામાં કેદ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત