ભાગ્યે જ જાણતા હશો લીંબુ નહીં પણ તેની છાલના આ ખાસ ઉપયોગ, હેલ્થ માટેના ફાયદા જાણીને ચોંકી જશો

ગરમીમાં લીંબુની શિકંજી બનાવીને પીવાથી લઈને ચહેરાની રંગત નિખારવા સુધી લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. લીંબુ પાણી પીવાથી શરીરની ગંદગી બહાર આવે છે અને સાથે જ એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોવાથી સ્કીનને ગ્લો મળે છે. લીંબુથી મળનારા ફાયદાથી તો આપણે સૌ માહિતગાર છે પણ શું તેની છાલના ઉપયોગને તમે જાણો છો. નહીં ને. લીંબુની છાલમાં વિટામીન, ખનીજ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં મળે છે. તેના રસથી વધારે છાલમાં વિટામિન સી, વિટામિન એ, ફોલેટ, પોટેશિયમ અને કેલ્શિયમ રહેલું હોય છે. તો આવો આજે આપણે જાણીએ કે લીંબુની છાલ તમારી હેલ્થ માટે કઈ રીતે ગજબનો ફાયદો આપી શકે છે.

image source

હાડકા અને દાંતને કરે છે મજબૂત

લીંબુની છાલમાં કેલ્શિયમ અને વિટામીન સીનું પ્રમાણ ભરપૂર રહેલું હોય છે. જે હાડકા અને દાંતને મજબૂત કરે છે. આ સિવાય હાડકા સાથે સંબંધિત બીમારી જેવી કે ઓસ્ટિયોપોરોસિસ, રહેયૂમેટોયડ, આર્થરાઈટિસ અને ઈન્ફ્લેમેટરી પોલીઆર્થરાઈટિસથી પણ બચવામાં મદદ મળે છે.

ઈમ્યુન સિસ્ટમ પર થાય છે અસર

લીંબુની છાલનો ઉપયોગ કરવાથી વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે.

પાચન ક્રિયા પણ સારી રહે છે

image source

લીંબુની છાલમાં રહેલા મિનરલ્સ પાચન ક્રિયાને ઝડપી કરીને ડાયજેશનને સારું બનાવવામાં મદદ કરે છે. તેનાથી અનેક રોગથી બચવામાં મદદ મળી શકે છે.

વજન ઘટાડવામાં કરે છે મદદ

લીંબુની છાલમાં પેક્ટિન નામનું તત્વ હોય છે. જે શરીરમાં જમા વધારાની ચરબીને દૂર કરે છે. જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો લીંબુની છાલનું સેવન કરો તે લાભદાયી રહેશે. આ માટે તમે તેનું અથાણુ બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો.

ઓક્સીડેટિવ સ્ટ્રેસને કરે છે દૂર

લીંબુની છાલમાં વધારે પ્રમાણમાં ફ્લેવાનોઈડ હોય છે. જે ઓક્સીડેટિવ સ્ટ્રેસને શરીરથી દૂર રાખવામાં મદદ કરે છે.

image source

કોલેસ્ટ્રોલ ઘટાડે છે

શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે તો દિલ સંબંધી તકલીફો શરૂ થઈ જાય છે. લીંબુના છોતરામાં પોલીફિનોલ હોય છે જે કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને શરીરને સ્વસ્થ રાખવામાં તમારી મદદ કરે છે.

બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ

લીંબુની છાલમાં રહેલું પોટેશનિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનાથી તમને દિલ સંબંધી તકલીફોમાં રાહત મળી શકે છે.

image source

સ્કીન કેરમાં કરે છે મદદ

લીંબુની છાલમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ સ્કીનને ડિટોક્સીફાઈ કરીને સ્કીનની હેલ્થનો ખ્યાલ રાખે છે. કરચલીઓ, એક્ને, પિગ્મેન્ટેશન અને ખાસ નિશાનથી સ્કીનની કેર કરવામાં લીંબુની છાલનો ખાસ ઉપયોગ છે.

દાંત અને પેઢાની સાર સંભાળ

લીંબુની છાલમાં સાઈટ્રિક એસિડ હોય છે. જે વિટામીન સીની ખામીથી થયેલા નુકસાનને ભરપાઈ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ દાંત અને પેઢા સંબંધી બીમારીને દૂર કરવામાં કરાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!