‘જંગલના રાજા’ સિંહ વિશેની આ માહિતી જાણીને તમે પણ મુકાઇ જશો આશ્વર્યમાં

તમે લોકમુખે એ તો સાંભળ્યું જ હશે કે સિંહ એટલે જંગલનો રાજા. પરંતુ શું તમે એ જાણો છો કે સિંહ ફક્ત એકલા ફરવાના જ નહિ પરંતુ મોટેભાગે તે ટોળામાં જ ફરવાનું પસંદ કરે છે.

image source

આમ તો ધરતી પર સિંહોનું અસ્તિત્વ ઘણા વર્ષો પહેલાથી જ છે છતાં જો તેના ઇતિહાસની વાત કરવામાં આવે તો તેના વિષે બહુ ઓછી માહિતી બહાર આવી છે. કારણ કે સિંહ એક એવું જાનવર છે જેના પ્રાચીન અવશેષો એટલે કે હાડપિંજરો અથવા તેના અવશેષો મળવા મુશ્કેલ છે.

જો કે અમુક વર્ષો પહેલા બ્રિટનની ડરહમ યુનિવર્સીટીના ડોક્ટર રોસ બારનેટએ દુનિયાભરના મ્યુઝિયમમાં રાખેલા સિંહોના હાડપિંજરો પર અધ્યયન કર્યું અને ત્યારબાદ તેઓ એ પરિણામે આવ્યો કે આધુનિક સિંહોનો ઇતિહાસ લગભગ 124000 વર્ષ જૂનો છે.

image source

આમ તો બિલાડી પણ સિંહ પરિવારનું જ એક સદસ્ય છે પરંતુ બિલાડીઓની અમુક પ્રજાતિઓ જ સિંહની જેમ ત્રાડ પાડી શકે છે. જયારે સિંહ પરિવારના અન્ય સદસ્યો વાઘ અને જેગુઆર (ચિત્તા જેવું હિંસક પ્રાણી) ઓછા-વત્તા અંશે ત્રાડ પાડી શકે છે. વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ આ જાનવરોના ગળા જ એ પ્રકારના હોય છે જેના કારણે તેઓ ત્રાડ પાડી શકે છે. જો કે સિંહની ત્રાડ અને તેના પરિવારના અન્ય જાનવરોની ત્રાડમાં જમીન આસમાન જેવો ફરક હોય છે. હવે સિંહની એકની ત્રાડ જ કેમ આટલી ખતરનાક અને તીવ્ર હોય છે તેનું મુખ્ય કારણ આજદિન સુધી નથી જાણી શકાયું.

image source

વળી, સિંહોના વાળનું રહસ્ય પણ અનોખું છે. એવું મનાય છે કે નર શેર પોતાના વાળનો ઉપયોગ માદા સિંહ એટલે કે સિંહણને આકર્ષિત કરવા માટે કરે છે. સિંહણ તેના લાંબા વાળ જોઈને તેના તરફ આકર્ષિત થાય છે. જો કે અમુક લોકોનું એમ પણ કહેવું છે કે નર સિંહ જયારે ધીંગાણે ઉતરે છે ત્યારે આ વાળને કારણે તેને ઘાયલ થવાથી રક્ષણ મળે છે જો કે વૈજ્ઞાનિકો તરફથી આ વાતને સમર્થન નથી મળતું.

image source

સિંહોની અમુક પ્રજાતિઓ સાવ અલગ જ હોય છે. જેમ કે બારબરી પ્રજાતિના સિંહો. આ પ્રજાતિના સિંહોનું માથું, વાળ અને આકાર અન્ય પ્રજાતિના સિંહો કરતા અલગ હોય છે. સિંહોની આ પ્રજાતિને અત્યારના સમયે વિલુપ્ત થતી પ્રજાતિ ગણવામાં આવે છે. 1960 ના દશકામાં બારબરી પ્રજાતિના સિંહોને છેલ્લે મોરોક્કો અને અલ્જીરિયામાં જોવામાં આવ્યા હતા.

image source

હવે મૂળ વાત પર આવીએ કે જંગલમાં સિંહ હંમેશા ટોળામાં જ ફરવાનું કેમ પસંદ કરે છે. તો તેના વિષે એવી માનવામાં આવે છે કે માદા સિંહ શિકાર કરવાના હેતુએ ટોળામાં હોય છે જો કે તેના પૂરતા પ્રમાણ મળ્યા નથી. બીજી એક માન્યતા અનુસાર સીંગ પોતાના કબ્જાના વિસ્તારને સુરક્ષિત રાખવા માટે ટોળામાં ફરે છે. તેઓ એવું માનતા હોય છે કે જેટલું તેઓનું ટોળું મોટું હશે તેટલા મોટા વિસ્તાર પર તેઓ કબ્જો જમાવી શકશે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત