ગુજરાત માટે સારા સમાચાર, સાસણમાં સિંહોની સંખ્યામાં 29 ટકાનો વધારો

સાસણના સિંહો વિશ્વભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાસણના અભિયારણ્યની મુલાકાતે પણ આવતા હોય છે. તેવામાં થોડા સમય પહેલા સુધી સિંહના મૃત્યુ ચિંતાનો વિષય બન્યો હતો.

image source

પરંતુ હવે વન્યજીવ પ્રેમીઓ માટે સારા સમાચાર એવા મળી રહ્યા છે કે રાજ્યમાં સિંહોની વસ્તીમાં નોંધ પાત્ર વધારો થયો છે. તાજેતરમાં જ થયેલી ગણતરીમાં સિંહની સંખ્યા 674 નોંધાઈ છે. 5 વર્ષ પહેલા સિંહની સંખ્યા 523 નોંધાઈ હતી. તેનો અર્થ થાય છે કે છેલ્લા પાંચ વર્ષમાં 151 સિંહો વધ્યા છે. સિંહની વસ્તીમાં 29% નો વધારો નોંધાયો છે.

image source

ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા ગત 5 જૂન એટલે પૂનમના દિવસે બપોરના 2 વાગ્યાથી 6 જૂનના બપોરના 2 કલાક સુધી એટલે કે 24 કલાક સુધીમાં સિંહનું અવલોકન કરવામાં આવ્યું હતું. સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે જ કરવામાં આવે છે. આ અગાઉ વર્ષ 2015માં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારે હવે જૂન 2020માં સિંહની વસ્તી ગણતરી થઈ છે.

image source

ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા દર માસની પૂનમના દિવસે બપોરના બે કલાકથી 24 કલાક દરમિયાન સિંહોનું અવલોકન કરી તેમની સંખ્યા નોંધવામાં આવે છે. આ રીતે અવલોકન છેલ્લા સાત વર્ષથી કરવામાં આવી રહ્યું છે. તેમાં આ સાત વર્ષોના આંકડાની વિગતોની વાત કરીએ તો 1990માં સિંહોની વસ્તી 284 નોંધાઈ હતી, 1995માં 304, 2001માં 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523 અને હવે 2020માં 674 થઈ છે.

image source

હાલ સૌરાષ્ટ્રની શાન એવા સાવજો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર તથા રાજકોટ અને સુરેન્દ્રનગર સુધી વસવાટ કરી રહ્યા છે. આ રીતે રાજ્યના 9 જિલ્લામાં સિંહની ડણક સાંભળવા મળે છે. ઉલ્લેખનીય છે કે સિંહનું સંવર્ધન જૂનાગઢના નવાબના શાસનમાં શરૂ થયું હતું. જે આજે પણ થઈ રહ્યું છે.

ચાલુ વર્ષે જ એપ્રિલ માસમાં જૂનાગઢના સક્કરબાગ ખાતે સમયાંતરે 21 સિંહ બાળનું આગમન થયું હતું તમામ સિંહ બાળ સ્વસ્થ અવસ્થામાં અવતર્યા હતા જેમનું સંવર્ધન ઝૂ ખાતે કરવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત