IND VS AUS: ભારતીય યુવાને લાઈવ મેચમાં ઓસ્ટ્રેલિયન યુવતીને કર્યું પ્રપોઝ, ખુશ થઈ ગયા ખેલાડીઓ પણ, જોઇ લો આ મસ્ત વિડીયો તમે પણ

ક્રિકેટ ચાહકો માટે હાલ ગોલ્ડન સમય ચાલી રહ્યો છે. કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ ચાલી રહી છે. કોરોના કાળના જોખમ વચ્ચે અત્યાર સુધી મેચ અને આઈપીએલ પણ ક્રાઉડ વિના ખાલી મેદાનમાં રમાઈ છે. ત્યારે હાલ સિડની ખાતે જે વનડે મેચની સીરિઝ ચાલી રહી છે તે ન્યુ નોર્મલ રીતે રમાઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચની સીરિઝ ચાલી રહી છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી મેચ રોમાંચક રહી હતી. રોમાંચક એટલા માટે કે આ મેચ જોવા આવેલા લોકો વચ્ચે એક કપલ એવું હતું જેણે એવું કામ કર્યું જેની કોઈએ કલ્પના પણ કરી ન હોય.

image source

બીજી વનડે મેચમાં ભારતીય ટીમ બોલિંગમાં ખાસ સારું પ્રદર્શન કરી ન શકી. આ મેચ જોઈ ચાહકોમાં નિરાશા વધી હશે. મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી ટીમ ઈન્ડિયાને 390 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચ દરમિયાન જ્યારે દર્શકો ખેલાડીઓની રમત જોઈ રહ્યા હતા ત્યારે મેદાનની બહાર સ્ટેડિયમમાં એક ભારતીય યુવાને પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરી હતી.

image source

આ યુવાને ટીમ ઈન્ડિયાના સપોર્ટમાં આવ્યો હતો અને તેની પ્રેમિકા યલો ટી-શર્ટમાં હતી. તેણે મેચ જોતા જોતાં પોતાની ગર્લફ્રેન્ડને રિંગ આપી ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતું.

મેચ દરમિયાન જ્યારે કેમેરો ક્રાઉડ તરફ ટર્ન થયો તો આ ક્ષણ પણ કેમેરામાં કેદ થઈ ગઈ. ખેલાડીઓ પણ આ જોઈ મેદાન પર તાળી વગાડવા લાગ્યા હતા.

આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને સોશિયલ મીડિયા પર બ્રોડકાસ્ટર ફોક્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

image source

જેમાં જોવા મળે છે કે એક ભારતીય યુવાન ઓસ્ટ્રેલિયન લેડીને પ્રપોઝ કરે છે ખાસ વાત એ છે કે તે યુવતી પણ તેનું પ્રપોઝલ એક્સેપટ કરી તેને હા પાડી દે છે અને યુવક તેને રિંગ પહેરાવે છે.

આ કપલ ત્યારબાદ એકબીજાને કિસ કરે છે. આ દ્રશ્ય જોઈને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ મેદાનમાંથી તાળી પાડે છે.

મહત્વપૂર્ણ છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 141 વનડે રમાઈ ચુક્યા છે. જેમાંથી 79 ઓસ્ટ્રેલિયાએ તો 52 મેચ ભારતે જીત્યા છે. બંને વચ્ચે 10 મેચ ડ્રો ગઈ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં રમાયેલી 52 મેચમાંથી 37માં ઓસ્ટ્રેલિયા જીત્યું છે. જ્યારે ભારત 13 મેચ જ જીત્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત