Site icon News Gujarat

લો બોલો, ત્રણ પત્નીઓની મદદથી ચોથીવાર લગ્ન કરવા ઇચ્છે છે આ પાકિસ્તાની યુવક, જેમાં 5 તો બાળકો છે, પણ એવી શરત છે કે…

આ ઘટના ઘણી વિચિત્ર છે. જે પાકિસ્તાનમાં ઘટી છે. અહીંના એક પુરુષે ત્રણ લગ્નો કર્યા છે અને હવે તે ચોથા લગ્ન કરવા માગે છે અને તેના માટે છોકરી પણ શોધી રહ્યો છે. આ કિસ્સાની ખાસ વાત એ છે કે આ લગ્ન માટે તેની ત્રણે પત્ની પણ તેની ભરપૂર મદદ કરી રહી છે. જો કે આ લગ્ન માટે પાકિસ્તાનના દુલ્હાની એક વિચિત્ર શરત છે. પાકિસ્તાની યુવાને કહ્યું છે કે તેની ચોથી પત્નીનું નામ અંગ્રેજી અક્ષર S થી
શરૂ થતું હોવું જોઈએ.

image source

ગલ્ફ ટુ ડે ન્યૂઝના અહેવાલ પ્રમાણે આ પુરુષનું નામ અદનાન છે તે પાકિસ્તાનના સિયાલકોટનો રહેનારો છે. કહેવાય છે કે અદનાનના પહેલા લગ્ન માત્ર 16 વર્ષની ઉંમરમાં તેના અભ્યાસ દરમિયાન થયા હતા. અને જ્યારે તેની ઉંમર 20 વર્ષની થઈ ગઈ ત્યારે તેણે બીજા લગ્ન કર્યા. હજુ ગયા વર્ષે જ અદનાને પોતાના ત્રીજા લગ્ન કર્યા. હાલ અદનાન 22 વર્ષનો છે તેણે કહ્યું કે તેની ચોથી પત્નીએ પહેલાં તો તેની
સાથે મુલાકાત કરવી પડશે.

અદનાનની ત્રણ પત્નીઓથી છે પાંચ બાળકો

image source

અદનાને જણાવ્યું કે ચોથી પત્નીનું નામ પણ અન્ય પત્નીઓના શુંબલ, શુબાના અને શાહિદાની જેમ S પરથી જ હોવું જોઈએ. અદનાનને ત્રણ પત્નીઓથી 5 બાળકો છે. ત્રણ બાળકો તેની પહેલી પત્ની સુંબલથી છે જ્યારે બે બાળકો તેની પત્ની શુબાનાથી છે. શુબાનાના એક બાળકને તેની બીજી પત્ની શાહિદાએ દત્તક લીધું છે. પાકિસ્તાની સમાચાર પત્ર ડેલી પાકિસ્તાનને આપેલા એક ઇન્ટર્વ્યુમાં અદનાને
જણાવ્યું કે તે કેવી રીતે પોતાની ત્રણ પત્નીઓનો ખર્ચો ઉઠાવે છે.

image source

અદનાને જણાવ્યું કે તે એક છ બેડરૂમવાળા ઘરમાં રહે છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે તેની ત્રણે પત્નીઓ એકબીજા સાથે ખૂબ હળી મળીને રહે છે. તેઓ વારા ફરતી તેનો ખ્યાલ રાખે છે. એક પત્ની જમવાનું બનાવે છે તો બીજી પત્ની કપડા સાફ કરે છે અને ત્રીજી પત્ની તેના જૂતા પોલીશ કરે છે. તેણે જણાવ્યું કે દર મહિને તે દોઢ લાખ પાકિસ્તાની રૂપિયા પોતાના પરિવારના પાલન પાછળ ખર્ચે છે. જો કે
અદનાને પોતાના ખર્ચાની કોઈ ચિંતા નથી હોતી. અદનાને દાવો કર્યો છે કે જ્યારે તેમે પહેલા લગ્ન કર્યા ત્યારથી જ તેની કિસ્મત ચમકી ગઈ હતી.

image source

એક બાજુ જ્યારે ભારત જેવા દેશમાં તીન તલાકને નાબુદ કરીને મુસ્લિમ મહિલાઓને અધિકાર આપવામા આવ્યા છે ત્યારે પાકિસ્તાન જેવા દેશમાં એક પુરુષ ત્રણ ત્રણ લગ્ન કરી રહ્યો છે અને આશ્ચર્ય વચ્ચે તેની ત્રણે પત્નીઓ ખુશી ખુશી તેના ચોથા લગ્ન કરાવવા માટે તેની મદદ પણ કરી રહી છે. આજના આધુનિક યુગમાં પણ આવા કિસ્સાઓ પણ બની રહ્યા છે જે ખરેખર આશ્ચર્ય કહેવાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version