લો બોલો, આ વ્યક્તિએ બર્ગર ખાવાનો શોખ પૂરો કરવા 2 લાખનું ભાડે રાખ્યુ હેલિકોપ્ટર, અને પ્રેમીકાને કરી દીધી ખુશ

ખાવા- પીવાનો શોખ વ્યક્તિ પાસે શું કરાવી શકે છે એટલું જ નહી ફક્ત એક બર્ગર ખાવાનો શોખ પૂરો કરવા માટે વ્યક્તિ કેટલો ખર્ચ કરી શકે છે તેના વિષે આજે અમે આપને જણાવીશું. ખાવાની શોખીન વ્યક્તિ કોને કહેવાય તેના વિષે જાણવું હોય તો આપે રશિયાના એક ઉદ્યોગપતિ વિષે જાણવું જોઈએ. રશિયાના આ ઉદ્યોગપતિએ પોતાનો બર્ગર ખાવાનો શોખ પૂરો કરવા માટે બે લાખ રૂપિયામાં એક હેલિકોપ્ટર ભાડે કરીને ગયા હતા.

image source

આ વાત છે રશિયા દેશના અબજોપતિ વિક્ટર માર્ટિનોવની. વિક્ટર માર્ટિનોવ અને તેમની પ્રેમિકા ક્રીમિયામાં પોતાનું વેકેશનના દિવસો
વિતાવી રહ્યા હતા ત્યારે તેઓ બંને ત્યાનું ઓર્ગેનિક ભોજન ખાઈને કંટાળી ગયા હતા.

image source

વિક્ટર માર્ટિનોવ અને તેમની પ્રેમિકા પોતાના વેકેશન દરમિયાન બર્ગરની દુકાનને શોધવા માટે વિક્ટર માર્ટિનોવએ એક હેલિકોપ્ટર બુક કરી લીધું અને ત્યાર પછી આ હેલિકોપ્ટર નજીકના મેકડોનાલ્ડ આઉટલેટ પર પહોચે છે. મેકડોનાલ્ડનું આ આઉટલેટ ક્રીમિયાથી અંદાજીત ૪૫૦ કીલોમીટરના અંતરે આવેલ છે.

image source

રશિયન મીડિયાના જણાવ્યા પ્રમાણે વિક્ટર માર્ટિનોવએ આ હેલિકોપ્ટર ડ્રાઈવ માટે બે હજાર પાઉંડ એટલે કે, અંદાજીત બે લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જયારે મેકડોનાલ્ડમાં જઈને વિક્ટર માર્ટિનોવ અને તેમની પ્રેમિકાએ બર્ગર, ફ્રાઈઝ અને મિલ્કશેકનો ઓર્ડર કર્યો હતો આ ઓર્ડરની કીમત અંદાજીત ૪૯ પાઉંડ જેટલી ચુકવવામાં આવી હતી.

image source

રશિયાના આ ઉદ્યોગપતિ વિક્ટર માર્ટિનોવએ રશિયન મીડિયા સાથે વાતચીત કરવા દરમિયાન જણાવ્યું હતું કે, હું અને મારી પ્રેમિકા અહિયાનું ઓર્ગેનિક ભોજન ખાઈને કંટાળી ગયા હતા, એટલા માટે અમને બંનેને મોસ્કોમાં મળે છે તેવા બર્ગર ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. એટલા માટે અમે બંને એક હેલિકોપ્ટર કર્યું અને ત્યાંથી ક્રાસનોડોર પહોચી ગયા. ખરેખરમાં આ બાબત ઘણી રોમાંચક રહી. અમે ત્યાં પહોચીને હેમ્બર્ગર ખાધું અને ત્યાર બાદ ફરીથી એ જ હેલિકોપ્ટરમાં અમે બંને પાછા આવી ગયા.

image source

ઉલ્લેખનીય બાબત છે કે, રશિયન ઉદ્યોગપતિ વિક્ટર માર્ટિનોવ મોસ્કોની એક કંપનીમાં સીઈઓની પોસ્ટ ધરાવે છે, વિક્ટર માર્ટિનોવ જે
કંપનીમાં સીઇઓ છે તે કંપની હેલીકોપ્ટરનું વેચાણ કરે છે. વર્ષ ૨૦૧૪માં જ ક્રીમિયા માંથી ફાસ્ટ ફૂડનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું.
જેના પરિણામ સ્વરૂપ ક્રીમિયામાં આજ દિન સુધી એકપણ આઉટલેટ છે નહી. પોતાની ભાવતા ભોજન ખાવાનો શોખ પૂરો કરવો તે આને
કહેવાય, જે શોખીન વ્યક્તિ પાસે કઈપણ કરાવી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત