લો બોલો: પ્રેમીને રાત્રે 12 વાગ્યે રૂમમાં પ્રેમિકા સાથે ઝડપ્યો, આખી રાત માર માર્યો અને સવારે તો જમાઇ પણ બનાવી લીધો

ઘર કંકાસ તો એવી વસ્તુ છે કે જે પતિ પત્ની વચ્ચે થતી રહે છે. પરંતુ હાલમાં એક એવો કિસ્સો આવ્યો છે જે જાણીને તમે કહેશો કે આવું કઈ રીતે શક્ય બનતું હશે. એક શખ્સને રાત્રે છોકરીના ઘરવાળાએ માર માર્યો અને સવારે જમાઈ બનાવી લીધો. આવો એક કિસ્સો ઉત્તર પ્રદેશના રામપુરથી સામે આવ્યો છે, જ્યાં મધ્યરાત્રિએ ગર્લફ્રેન્ડને મળવા પહોંચેલ પ્રેમી પકડાયો હતો.

image source

ગુસ્સે થયેલા સબંધીઓએ આરોપી યુવકને રૂમમાં બંધ કરી દીધો હતો. આ પછી યુવતીના ઘરે તેને રાત્રિના સમયે જોરદાર માર મારવામાં આવ્યો હતો. દિવસ થયા આરોપી યુવકને પોલીસના હવાલે કરવામાં આવ્યો. બબાલ આગળ ન વધે અને કેસને ટાળવા માટે કેટલાક લોકોએ તેમની સાથે પરસ્પર કરાર કર્યો. આખી રાત માર ખાનાર પ્રેમી દિવસ થતાં સવારે એ જ ઘરનો જમાઈ બની ગયો હતો.

image source

વધારે વિગતે વાત કરીએ તો આ મામલો રામપુરના આજીમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મહેંદી નગર સુમલી ગામનો છે, જ્યાં એક પ્રેમિકા રહે છે. સ્વર વિસ્તારના ગડ્ડી નાગલી ગામે રહેતો પ્રેમસિંહનો મહેંદી નગર સુમાલીની લક્ષ્મી સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમી ઘણીવાર તેની ગર્લફ્રેન્ડને મળતો હતો. યુવક ગઈકાલે રાત્રે 12 વાગ્યે તેની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. તે ઘરે તો પહોંચી ગયો અને ગર્લફેન્ડ પણ મળી ગઈ. તે અવાર નવાર આ રીતે આવીને જતો રહેતો. પરંતુ આ વખતે કંઈક અલગ જ થવાનું હતું એ ક્યાં એને ખબર હતી.

image source

જ્યારે તેની ગર્લફ્રેન્ડના પરિવારે કંઈક સાંભળ્યું ત્યારે તે સાવધ થઈ ગયો. જ્યારે પ્રેમિકાના પરિવારે મૌન સાથે આ દ્રશ્ય જોયું ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. પ્રેમી કંઇ સમજે તે પહેલાં સગા-સંબંધીઓએ તેને રૂમમાં પકડી પાડ્યો હતો. હંગામો થવાના કારણે ચારેબાજુથી લોકો આવી ગયા અને પ્રેમીએ ધમાલ મચાવવાનું શરૂ કર્યું. આ પછી મામલો પોલીસ સુધી પહોંચ્યો. પહેલાં યુવકને એવું લાગ્યું હતું કે આ તો આપણે ભેરવાઈ ગયા. પરંતુ કુદરતે કંઈ અલગ જ ધાર્યુ હતું.

image source

આ બાબતે અતિરિક્ત પોલીસ અધિક્ષક અરૂણકુમારસિંહે જણાવ્યું હતું કે આ મામલે ફરિયાદ આવતાની સાથે જ છોકરાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. છોકરાના પરિવારના લોકો પણ આવ્યા. તેઓએ કહ્યું કે બધાને સાથે બેસવા અને વાતચીત કરવા માટે બોલાવવામાં આવ્યા છે. આ પછી યુવતી બાજુ અને છોકરા બાજુના લોકોએ બંને સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ પછી તેઓએ અઝીમનગર વિસ્તારના એક નાના મંદિરમાં લગ્ન કર્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત