લો બોલો, યુવતીએ સોનુ સૂદ પાસે કરી ના કરવાની આવી ડિમાન્ડ, અને પછી થયુ કંઇક એવું કે…

અભિનેતા સોનુ સૂદ કોરોના સમયગાળા દરમિયાન ઘણા લોકોને મદદ કરી રહ્યો છે. આ દરમિયાન, ટ્વિટર પર એક યુવતીએ તેની પાસે બોયફ્રેન્ડ શોધી આપવાની માંગ કરી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ટૂંક સમયમાં તેમની માંગ પૂરી થઈ ગઈ. સૌથી અનોખી વાત એ છે કે અભિનેતા સોનુ સૂદે તેમાં કશું જ કર્યું નથી. અહિયા સુધી કે તેમણે તે યુવતીને કોઈ જવાબ પણ આપ્યો ન હતો.

 

image source

ખરેખર, આના જવાબમાં બીજા એક છોકરાએ તે છોકરીની સામે એક કોમેન્ટ કરી અને તેના બોયફ્રેન્ડ બનવાની ઓફર કરી. તમને જણાવી દઈએ કે એક યુવતીએ સોનુ સૂદની એક પોસ્ટમાં એક કોમેન્ટ લખી હતી, “સર એક બોયફ્રેન્ડ દિલા દો, પ્લીઝ.” થોડા સમય પછી એક છોકરાએ કોમેન્ટ કરી, “હાજી મેડમ, સોનુ સરને મુઝે ભેઝા હૈ”

તમને જણાવી દઈએ કે સોનુ સૂદે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, “હું જમીન સાથે જોડાયેલ છું દોસ્ત. તમે નીચે ખેંચશો તો પણ હું તમને જમીન પર જ મળીશ.” આ પોસ્ટની કોમેન્ટમાં જ યુવતીએ તેની સામે બોયફ્રેન્ડ શોધી આપવાની વિનંતી કરી હતી. તે પછી તરત જ યુવતીની માંગ પૂરી થઈ ગઈ. છોકરા અને છોકરીની આ કોમેન્ટ હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

image source

તાજેતરમાં જ આંધ્રપ્રદેશથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં કેટલાક લોકો સોનુ સૂદના પોસ્ટર પર દૂધ ચઢાવતા જોવા મળ્યા હતા. લોકોએ તેમના મોટા પોસ્ટર પર દૂધ ચઢાવતા અને અને આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે,

image source

વાસ્તવમાં આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના શ્રીકલાહસ્તીમાં લોકોએ સોનુ સૂદના પોસ્ટર પર દૂધ ચઢાવ્યું અને તેમનો આભાર માન્યો. ભગવાનની તસવીરની જેમ લોકોએ સોનુના પોસ્ટર પર દૂધ ચઢાવ્યું. સોનુ સૂદે ખુદ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયો પોસ્ટ કરીને લોકોનો આભાર માન્યો છે. લોકો પ્રત્યેનો પોતાનો આ પ્રેમ જોઈને સોનુ ભાવુક થઈ ગયો.

જોકે ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આભાર કહેવા માટે તેણે આ પદ્ધતિને દૂધની બરબાદી ગણાવી. કવિતાએ ટ્વીટ કર્યું, ‘અમે બધા સોનુ સૂદને પ્રેમ કરીએ છીએ અને આ દેશ તેમના ઉમદા કાર્ય માટે હંમેશા આભારી રહેશે, પરંતુ હું વિશ્વાસ સાથે કહી શકું છું કે દૂધનો બગાડ કરવાનું મૂર્ખ કૃત્ય જોઈને સોનુ સૂદ પણ નિરાશ થશે. આ બધા એવા સમયે કરવામાં આવી રહ્યા છે જ્યારે લોકો ભૂખથી મરી રહ્યા છે. આપણે દરેક વસ્તુમાં આટલું નાટક કેમ કરીએ છીએ? હવે ચાહકો તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

image source

નોંધનિય છે કે લોકડાઉનમાં સોનુ સૂદ લોકો માટે મસીહા સાબિત થઈ રહ્યો છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેના ટ્વીટ્સ થોડી થોડી વારમાં આવતા રહે છે. ટ્વિટર પર ઘણા લોકો તેની મદદ માટે પૂછે છે અને તે મદદ કરે છે. લોકો સોનુના ટ્વીટ પર ટિપ્પણી કરીને મદદ માટે પણ પૂછે છે.