લોન લઈને શ્રદ્ધા કપૂરના પિતાએ ખરીદ્યો હતો આ ફ્લેટ, અને આ રીતે ધીમે ધીમે બની ગયા આખા ફ્લોરના મલિક, જોઇ લો ઘરની અંદરની તસવીરો

થોડા સમય પહેલા શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂરનું એક ઇન્ટરવ્યૂ સામે આવ્યું હતું જેમાં એ પોતાના કરિયરના ટર્નિંગ પોઇન્ટ વિશે વાત કરી રહ્યા હતા.તમને જણાવી દઈએ કે એમની કિસ્મત ફિલ્મ કુરબાનીમાં કામ કર્યા પછી બદલાઈ હતી. આ ફિલ્મની રીલીઝને 40 વર્ષ પુરા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે શક્તિ કપૂરની ઉંમર 68 વર્ષની છે અને એ આ ઉંમરમાં પણ ફિલ્મોમાં એક્ટિવ છે.

image source

આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે બોલિવુડના આ જાણીતા વિલનના આલિશાન ઘર વિશે. ચાલો જોઈ લઈએ એમના આ ઘરના ફોટા..

image source

શક્તિ કપુર પત્ની શિવાંગી અને બંને બાળકો શ્રદ્ધા કપૂર અને સિદ્ધાંત કપૂર સાથે મુંબઈના પામ બીચમાં આવેલા રેસિડેન્સીયલ કોમ્પ્લેક્સમાં રહે છે.

image source

વર્ષ 1975માં જ્યારે એ પહેલીવાર મુંબઈ આવ્યા હતા ત્યારે એમની પાસે રહેવા માટે કોઈ જ જગ્યા નહોતી. પણ 100થી પણ વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા શક્તિ કપૂર આજે આ એપાર્ટમેન્ટમાં એક આખા ફ્લોરના માલિક છે.

image source

જીતેન્દ્રની સલાહ પર જ શક્તિ કપૂરે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા વિશે વિચાર્યું હતું. 7 લાખ રૂપિયાની લોન લઈને શક્તિ કપૂરે આ બિલ્ડીંગમાં 3 બેડરૂમવાળું એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું.

image source

વર્ષ 1982માં લગ્ન પછી એમને એમના ફ્લેટની બાજુવાળો ફ્લેટ પણ ખરીદી લીધો. વર્ષ 1984માં દીકરાના જન્મ પછી એ જ ફ્લોર પર તેમને ત્રીજો ફ્લેટ પણ ખરીદી લીધો. અને એવું કરતા કરતા આજે એ આખા ફ્લોરના માલિક બની ગયા છે. મુંબઈમાં આવેલા શક્તિ કપૂરના આ આલિશાન ઘરનું ઇન્ટિરિયર ખાસ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

image source

એમની સ્ટાઈલની જેમ જ એમનું ઘર પણ ખૂબ જ શાનદાર છે. શક્તિ કપૂરનો આ આલિશાન એપાર્ટમેન્ટ જોવામાં કોઈ મહેલથી જરાય ઓછો ઉતરે એમ નથી. ઘરને સજાવવા માટે ખાસ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘરમાં શાનદાર ફર્નિચર, પેઇન્ટિંગ અને મૂર્તિઓ મુકવામાં આવી છે.

image source

એ સિવાય એમના ઘરની દીવાલો પર સિમ્પલ પીળાં રંગનો પેઇન્ટ કરવામાં આવ્યો છે જે એમના ઘરની સુંદરતામાં વધારો કરે છે. શક્તિ કપૂરના ઘરમાં એમની વાઈફ શિવાંગી દ્વારા પસંદ કરવામાં આવેલી પેઇન્ટિંગ અને વાસ્તુકળાની અમુક મૂર્તિઓ પણ મુકવામાં આવી છે. એમના આ ઘરમાં લિવિંગ રૂમથી લઈને બાર સુધી બધી જ જગ્યાને સ્પેશિયલ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. એ સિવાય એમના ઘરમાંથી જુહુ બીચનો સુંદર નજારો પણ જોવા મળે છે.

image source

તમને જણાવી દઈએ કે શક્તિ કપૂરે પોતાના ફિલ્મી કરિયરના શરૂઆતના સમયમાં અમુક ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા હતક. પણ એમને ઓળખ તો વર્ષ 1980માં આવેલી ફિલ્મ કુરબાનીથી જ મળી. આ સિવાય એમને નસીબ (1981), રોકી (1981), વારદાત (1981), સત્તે પે સત્તા (1982), હીરો (1983), જાની દોસ્ત (1983), મકસદ (1984), કરિશ્મા કુદરત કા (1985), કર્મા (1986), ગુરુ (1989) સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!