લોકડાઉન 4.0: ગુજરાત બે ભાગમાં વહેંચાયું, જાણો ક્યાં મળી કેટલી છૂટછાટ.

લોકડાઉન 4.0ની ગાઈડલાઈન જાહેર, જાણો કોને કોને મળી છૂટ, કઈ સેવા થશે શરૂ.

image source

ભારતમાં કોરોનાના કારણે જાહેર થયેલ લોકડાઉન 4.0માં કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ રાજ્ય સરકાર પોતાના રાજ્યમાં કેવી છૂટ આપવી તે રાજ્ય સરકાર પર છોડવામાં આવ્યું હતું. તારીખ 17ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાઈડલાઈન જાહેર કરવાની જાહેરાત કરી હતી. જેના અનુસંધાને આજે 7.30 કલાકે ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. આ જાહેરાત મુજબ ગુજરાતમાં કેટલી છૂટ મળી અને કોને કોને છૂટ મળી તે અહીં જાણો.

દુકાનો ઓડ ઈવન નંબર ફોર્મ્યુલા મુજબ ખોલવાની રહેશે. દુકાનમાં એકસાથે પાંચથી વધારે લોકો ભેગા થવા ના જોઈએ. કન્ટેન્ટમેન્ટના લોકોને બહાર અવર જવર કરવા દેવામાં આવશે નહિ. સમગ્ર ગુજરાતમાં બસ સેવા શરૂ કરવામાં આવશે પણ બસને અમદાવાદમાં આવવા દેવામાં આવશે નહિ. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ઓફીસો બંધ રહેશે.

image source

રાજ્યમાં અત્યાર સુધીમાં 11,390 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 659 થયો છે જ્યારે 4,499 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં સૌથી વધુ કેસ છે. આ ત્રણ શહેરમાં લોકડાઉનમાં છૂટછાટમાં રાહત નથી મળી. છતાં આ ત્રણ શહેરમાં સરકારે ઘણી છૂટ આપી છે.

શોપીંગ કોમ્પલેકસ અને માર્કૈટમાં દુકાનો ખોલવાની છુટ, દુકાનો ખુલવા માટે એકી અને બેકીનો નિયમ લાગુ પડશે.

હવે માસ્ક અમુલ દૂધ પાર્લર પરથી થ્રી લેયર માસ્ક રૂ.૫ની કિંમતે અને એન-૯૫ માસ્ક રૂ.૬૫ના દરથી મળશે. મંગળવારે અમદાવાદથી અને બુધવારથી રાજ્યભરમાં શરૂ થશે.

image source

શાળા કોલેજ કોચિંગ ક્લાસ, જીમ, સ્વીમિંગ પુલ, શોપિંગ મોલ્સ, સિનેમાગૃહ, જાહેર સમારંભો, ધાર્મિક કાર્યક્રમો વગેરે રાજ્યભરમાં પ્રતિબંધિત રહેશે.

હાલ આવશ્યક ચીજવસ્તઓ સિવાયના ફેરિયા, સિટી બસ સેવા, ખાનગી બસ સેવાને મંજૂરી મળશે નહીં. રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે.

હેર સલુન અને બ્યુટીપાર્લરને કન્ટેઇન્મેન્ટ એરિયાની બહારના વિસ્તારમાં શરૂ કરી શકાશે : CM

વિજયભાઈ રૂપાણીની જાહેરતાના કેટલાક મુદ્દાઓ.

image source

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાન-ગલ્લા, દુકાનો ખુલ્લા રાખવામાં આવશે.

નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હેર સલૂન ખોલી શકાશે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટેક્સી સેવા શરૂ કરાશે.

સમગ્ર રાજયમાં રેસ્ટોરાં માત્ર કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોમ ડિલીવરીના હેતુથી ચાલુ રહેશે.

33 ટકા કર્મચારીઓ સાથે ખાનગી ઓફિસો શરૂ કરી શકાશે.

image source

કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં.

સવારના 8થી બપોરના ત્રણ વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓના વેચાણની છૂટ અપાઈ.

બન્ને ઝોનમાં બંધ શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, સિનેમાગૃહો, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશે.

image source

અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટોરીક્ષા શરૂ કરવામાં આવશે એક રીક્ષામાં વધુમાં વધુ બે મુસાફર બેસાડી શકાશે.

લગ્નમાં 50 લોકોને જવાની મંજૂરી અને મરણમાં 20 લોકોની હાજરીને મંજુરી આપવામાં આવી.

હીરના કારખાના, લુમ્સના કારખાના 50 ટકાના સ્ટાફ સાથે શરૂ કરી શકાશે.

source : divyabhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત