લોકડાઉનમાં લગ્ન કરતાં લોકો માટે અગત્યના સમાચાર, રૂપાણી સરકારે ડી.જે., ઢોલ, બેન્ડવાજાંને લઈને લીધો નિર્ણય

કોરોના આવ્યો એ પછી લોકડાઉન આવ્યું અને લગ્નમાં લોકોના મેળાવડા પર પ્રતિબંધ લાગ્યો. પછી એમાં સરકારે ધીરે ધીરે છૂટ આપવાનું નક્કી કર્યું. હવે કોરોનાના કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લઈને લગ્ન સમારંભમાં 200 લોકોને હાજર રાખવા છૂટ આપી છે.

image source

આ છૂટછાટનો આજે એટલે કે 3 નવેમ્બર, 2020થી રાજ્યભરમાં અમલ શરૂ થઈ ગયો છે પણ રૂપાણી સરકારે લગ્નોમાં કોઈ પણ પ્રકારની ધામધૂમ કરવાની છૂટ નથી આપી. ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક સચિવ કે.કે. નિરાલાની સહીથી સોમવારે પ્રસિધ્ધ જાહેરનામામાં ભારત સરકારે 30 સપ્ટેમ્બર 2020ના રોજ જાહેર કરેલી અનલોક 5 અંગેની ગાઈલાઈનને 30 નવેમ્બર 2020 સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.

image source

ત્યારે આ જાહેરત કરી એમાં રૂપાણી સરકારે સ્પષ્ટ વાત કરી હતી કે, લગ્ન પ્રસંગ, સત્કાર સમારોહમાં વિવિધ ધાર્મિક વિધિઓ વખતે ઢોલ- શરણાઈ કે ડી.જે. વગાડી શકાશે નહીં. બેન્ડવાજાં સાથે વરઘોડો કાઢવા પર પ્રતિબંધ યથાવત છે તેથી લગ્નોમાં કોઈ ધામધૂમ નહી કરી શકાય. આ જાહેરનામામાં 9 ઓક્ટોબરે લગ્ન, સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ સંદર્ભે ગૃહ વિભાગે કરેલા હુકમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અનુસાર કોવિડ-19ની મહામારી સંદર્ભે અગાઉ જાહેર થયેલી ફરજિયાત માસ્ક, સેનિટાઈઝર, થર્મલ ગનથી તાપમાન સહિતની આરોગ્ય ચકાસણી જેવી શરતોને આધિન ખુલ્લા અને બંધ સ્થળે હાજર રહેનારા લોકોન સંખ્યા અંગે છૂટ આપવામાં આવી છે.

image source

આ છુટ પ્રમાણે વાત કરીએ તો ક્ષમતાના 50 ટકાથી વધુ નહીં પણ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં સમારોહ- પ્રસંગનું આયોજન કરી શકાશે. આ શરત અનુસાર સમારોહ સ્થળ ઓછામાં ઓછા 400 વ્યક્તિઓની મર્યાદાનું હોય તો જ 200 મહેમાનો સાથે પ્રસંગની ઉજવણી કરવા મંજૂરી મળી શકશે. આ પ્રસંગો ઢોલ- શરણાઈ કે ડીજે પાર્ટી અને બેન્ડવાજાં વગાડીને ધામધૂમથી થઈ શકશે નહીં.

image source

કોરોના સંકટના લીધે 2020 તમામ માટે ખરાબ વર્ષ રહ્યું છે. કોરોના મહામારીના લીધે મોટાભાગના ધાર્મિક કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યા છે. કોરોનાના લીધે ઘણા યુવક-યુવતિઓના લગ્ન રોકવા પડ્યા તો કોઇએ ઘરમાં રહીને લગ્ન કરી લીધા. હવે આગામી દિવસોમાં લગ્નના મુહૂર્તને લઇને જે યોગ બની રહ્યા છે. તે ઠીક છે.

image source

એ સિવાય લગ્ન માટે પંચાગની વાત કરીએ તો નવેમ્બર મહિનામાં 2 શુભ મુહૂર્ત છે. પહેલું મુહૂર્ત 25ના રોજ અને બીજું 30 નવેમ્બરના રોજ રહેશે. વર્ષના અંતિમ મહિના ડિસેમ્બરમાં ત્રણ મુહૂર્ત રહેશે જે 7, 9 અને 11 ડિસેમ્બરનાર રોજ રહેશે. આ મુજબ જોવા જઇએ તો વર્ષના બાકી દિવસોમાં ફક્ત 5 દિવસ જ લગ્નની શરણાઇ ગુંજશે. આગામી લગ્ન યોગ માટે યુવક-યુવતિઓને એપ્રિલ સુધી લાંબી રાહ જોવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત