શું ખરેખર 15 જૂનથી દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન થશે લાગુ? જાણો આ વિશે શું છે સાચુંં

શું 15મી જૂનથી ફરી લાગુ પાડવામાં આવશે લોકડાઉન ? શું છે આ વાયરલ મેસેજ પાછળનું સત્ય

image source
image source

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની મહામારીને અટકાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય આજથી લભગ અઢિ મહિના પહેલા લેવામાં આવ્યો હતો અન તે હતો આખાએ દેશને લોકડાઉન કરવાનો એટલે કે આખાએ દેશને ઘરની અંદર પૂરી રાખવાનો નિર્ણય.

લોકાડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ એટલે કે મેડિકલ, બેઝિક ખાનપાન એટલે કે કરિયાણાની દુકાન તેમજ દૂધ અને શાકભાજી સિવાયના દરેકે દરેક વ્યવહારોને બંધ કરવામા આવ્યા હતા. લાગુ પાડવામાં આવેલા લોકડાઉનને પ્રથમ મેથી સરકાર દ્વારા હળવું કરવામાં આવ્યું. બીજી બાજુ લોકડાઉનનો જે મહામારી અટકરાવવાનો હેતુ હતો તે પણ પૂર્ણ નથી થયો કારણ કે આજે સંક્રમણની ઝડપ વધી ગઈ છે અને હજારોની સંખ્યામાં આખાએ દેશમાં કોરોનાથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે.

image source

આ સ્થિતિ વચ્ચે સોશિયલ મિડિયા પર ઘણા બધા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. બે મહિનાથી પણ વધારે સમય સુધી રહેલા લોકડાઉન બાદ અનલોક 1 શરૂ થઈ ગયું છે ધીમે ધીમે લોકો પોતાના કામ પર ચડી રહ્યા છે. આ બધાની વચ્ચે સોશિયલ મડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામા આવી રહ્યો છે કે 15મી જૂનથી ફરી એકવાર લોકડાઉન સમગ્રદેશમાં લાગુ પાડવામાં આવશે.

આ પ્રકારનો મેસેજ સોશિયલ મિડિયામાં વયારલ થઈ રહ્યો છે

image source

સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહેલા આ મેસેજમાં એક હિન્દી ન્યૂઝ ચેનલનો કથિત સ્ક્રિન શૉટ શેર કરવામા આવી રહ્યો છે જેમાં દાવો કરવામા આવ્યો છે કે ફરી એકવાર 15 જૂનથી હવાઈ તેમજ રેલ સેવાઓ બંધ કરવામા આવશે. વ્હોટ્સ એપ અને ફેસબુક પર આ મેસેજને ખૂબ જ ઝડપથી શેર કરવામા આવી રહ્યો છે. મેસેજ ભારત સરકારના અધિકૃત સૂચના આપનારા પત્ર સૂચનના કાર્યાલયની ફેક્ટ ચેક ટીમ સુધી પહોંચી જે સરકારી નિતિઓ તેમજ યોજનાઓ પર ખોટી જાણકારી આપતા મેસેજની ફેક્ટ ચેક કરે છે.

ફેક્ટ ચેક દ્વારા જાણવા મળી હકીકત

પીઆઈબીના ફેક્ટ ચેકમાં જણાવા મળ્યું કે આ ખબર સંપૂર્ણ રીતે ખોટી છે. પીઆઈબીએ ટ્વીટ કરતા જણાવ્યું, ‘સોશિયલ મિડિયા પર ફેલાવવામાં આવી રહેલી આ તસ્વીરમા દાવો કવરામાં આવી રહ્યો છે કે ગૃહ મંત્રાલય દ્વારા ટ્રેન અને હવાઈ યાત્રા પર પ્રતિબંધ મુકવાની સાથે 15 જૂનથી દેશમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે. પીઆઈબી ફેક્ટ ચેકમાં આ એક ફેક ન્યૂઝ છે. ફેક ન્યૂઝ ફેલાવનારા આવી ભ્રામક તસ્વીરોથી સાવચેત રહે.’

રિકવરી રેટમાં સુધારો જોવા મળી રહ્યો છે

image source

એ હકીકત છે કે સંક્રમીતોની સંખ્યા દીવસેને દિવસે વધી રહી છે પણ બીજી બાજુ એ પણ હકીકત છે કે દેશમાં સંક્રમીતોનો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. દેશમાં સંક્રમીતોની સંખ્યા 2.87 લાખ સુધી પોહંચી ગઈ છે અને મૃત્યુ આંક 8102 સુધી પહોંચી ગયો છે, પણ હકારાત્મક વાત એ છે કે 1.41 લાખ લોકો ઠીક થઈને પોતાના ઘરે જતા રહ્યા છે. આમ હાલ એક્ટિવ કેસની સંખ્યા 1.37 લાખની આસપાસ છે. તો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત અને દિલ્લી આખાએ દેશમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્યો છે અહીં રોજ સંક્રમિતેની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે.

Source: Dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત