લોકડાઉનમાં રાત્રે દોસ્તને ભૂખ્યો જોઈને કાશ્મીરી યુવકે શરૂ કરી ટિફિન સર્વિસ, હવે મહિને સીધા કમાય છે આટલા લાખ

કોઈ કામ નાનુ નથી હોતું. તમારી કોઠાસૂઝ અને આવડત જોઈને તમને આવક થતી હોય છે. એટલા માટે જ આજે એન્જિનીયરો ક્યાંક ભૂખે મરે છે તો એક પાણીપુરી વાળો રોજના 2000 રૂપિયા પણ કમાઈ છે. ત્યારે આજે એક એવા જ ટિફિનનો ધંધો શરૂ કરનારા ભાઈ વિશે વાત કરવી છે કે જે ભારે સફળ રહ્યા છે. હાલમાં તેની પરિસ્થિતિ કંઈક એવી છે કે એક તરફ ફોનની રિંગ સતત વાગી રહી છે, ડિલિવરી કરનારા યુવકો કિચનમાં આવ-જા કરી રહ્યા છે. તેમના હાથમાં કપડાની બનેલી બેગ છે, જે ઉપર સુધી પેક કરેલા ડબ્બાઓથી ભરેલી હોય છે.

image source

આ વાત છે 29 વર્ષના ઉદ્યોગસાહસિક રઈસ અહમદની. તેમણે શ્રીનગરમાં ઘરનું બનેલું ભોજનની ડિલિવરી કરવા માટે ટિફિન સેવા શરૂ કરી છે અને તેમને શાનદાર રિવ્યુ મળી રહ્યા છે. શ્રીનગરમાં જ જન્મ થયો અને અહીં જ ઉછરેલા રઈસ હંમેશાં પોતાનું કોઈ કામ શરૂ કરવાનું સપનું જોતા હતા. મુસ્લિમ પબ્લિક હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી જ તેઓ કામ શોધવા લાગ્યા હતા. તેમણે અનહદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા સ્ટડીઝથી એડિટિંગ, કેમેરા, ડાયરેક્શન અને સ્ક્રિપ્ટ રાઈટિંગનો કોર્સ પણ કર્યો, પણ ક્યાંય નોકરી ન કરી.

image source

તેમના વિશે વાત કરતાં રઈસે જણાવ્યું કે, ‘મેં મેટ્રિક પાસ કર્યા પછી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. મેં અને મારા ભાઈએ મળીને એડવર્ટાઈઝિંગ એજન્સી શરૂ કરી, જેને અમે છેલ્લાં 15 વર્ષથી ચલાવી રહ્યા હતા. હું ક્યારેય સરકારી નોકરી કરવા માગતો નહોતો. પોતાનો વેપાર શરૂ કરવો એ જ મારું સપનું હતું. ઘરના બનેલા ભોજનની હોમ ડિલિવરી કરવાનો વિચાર પ્રથમવાર તેમના દિમાગમાં ત્યારે આવ્યો જ્યારે ખીણમાં આર્ટિકલ-370 હટ્યા પછી લોકડાઉન લાગ્યું હતું.

image source

રઈસે કહાનીની શરૂઆત ક્યાંથી થઈ એ વાત કરી કે, શિયાળાની રાતે એક દોસ્તનો લગભગ 11 વાગ્યે મને ફોન આવ્યો. તેણે લોકડાઉનના કારણે સવારથી કંઈપણ ખાધું નહોતું. ભૂખથી તે પરેશાન હતો. તેણે મને રિક્વેસ્ટ કરી કે શું હું તેના માટે ખાવાનો કંઈ બંદોબસ્ત કરી શકું. મિત્રની વિનંતી સાંભળતા જ હું કિચનમાં ગયો. મિત્રને ખાવાનું પહોંચાડીને રઈશ જ્યારે ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે તેમના મનમાં અનેક પ્રકારના વિચાર આવી રહ્યા હતા. મને લાગ્યું કે મારા મનનો અવાજ એમ કહી રહ્યો છે કે હું એવા લોકો માટે કંઈક કરું, જેમને પોતાનું કામ કરતાં મોડું થાય છે અને તેમને પોતાના ભોજન સાથે સમાધાન કરવું પડે છે.

image source

રઈસ જાણતા હતા કે, અનેકવાર તેઓ રેસ્ટોરાંમાં ઓર્ડર કરીને એવું ભોજન ખાય છે કે જે હાઈજેનિક હોતું નથી કે નુકસાનકારક હોય છે. મહિનાઓનાં રિસર્ચ અને માથાફોડ પછી મેં પોતાની સર્વિસ ‘ટિફિન ઑ’ શરૂ કરી. એક મહિનાની અંદર જ મેં એક નાની ટીમ બનાવી લીધી, જેમાં મારી માતા અને એક શેફ છે. અમે એક મેનુ ડિઝાઈન કર્યું અને ભોજન બનાવવાનું શરૂ કર્યું. મેં આ દરમિયાન ડિલિવરી કરવા માટે એક નેનો કાર પણ ખરીદી લીધી. રઈશ માટે આ બધું ઘણું આસાન નહોતું. અનેક પડકારો હતા, જેને તેમણે પાર કરવાના હતા.

image source

સંઘર્ષના દિવસોને યાદ કરતાં રઈસ જણાવે છે કે, સૌપ્રથમ તો એ સમયે ઈન્ટરનેટ જ નહોતું. તેનો ઉકેલ લાવવા અમે બ્રોશર વહેંચ્યા અને માર્કેટિંગનો મારો અનુભવ પણ આ દરમિયાન કામે લાગ્યો. લોકો કહેતા હતા કે આ પ્રકારના કામ શ્રીનગરમાં નહીં ચાલે, પણ મેં સૌને ખોટા સાબિત કરી દીધા. રઈસની ટિફિનસેવા પાટા પર આવી રહી હતી કે ત્યારે કોવિડ મહામારી આવી ગઈ. તેઓ કહે છે કે કોવિડના કારણે બે મહિના માટે અમારે અમારું કામ બંધ રાખવું પડ્યું. જોકે અમે આશા ન છોડી અને કંઈક નવી ચીજો સાથે ફરીથી કામ શરૂ કર્યું.

કોરોના પછી હાલમાં કેવી પરિસ્થિતિ છે એના વિશે વાત કરી કે, અત્યારે તેમની સાથે છ લોકો જોડાયેલા છે અને દરરોજ 100 જેટલા ઓર્ડર મળે છે. તેઓ શ્રીનગરના 70 ટકા વિસ્તારને કવર કરી રહ્યા છે. શ્રીનગરની અનેક હોસ્પિટલો અને બેંક તેમના ગ્રાહક છે. તેમણે શરૂઆતથી જ ભોજનની કિંમત બજેટમાં રાખી છે. વેજ-ભોજન 100 રૂપિયા, જ્યારે નોન-વેજ 150 રૂપિયા સુધીમાં આવી જાય છે

image source

રઈશની ટિફિન સર્વિસથી ભોજન ડિલિવર કરવા માટે કોઈ ખાસ એપની પણ જરૂર નથી. ગ્રાહક ફોન કોલ કરીને કે વ્હોટ્સએપ દ્વારા ઓર્ડર કરી શકે છે, આ ધીમા ઈન્ટરનેટ પર થઈ શકે છે. માત્ર એસએમએસ કરીને પણ ઓર્ડર આપી શકાય છે. તેનાથી ગ્રાહકોને આસાની રહે છે અને ઓર્ડર પ્રોસેસ કરવામાં કોઈ મુશ્કેલી થતી નથી. ઉલ્લેખનીય છે કે આ લોકો ભોજન ડિલિવર કરવાની કોઈ ફી લેતા નથી. દરરોજ રૂ. 10000 જેટલું વેચાણ થઈ જાય છે. મોસમના હિસાબે અમારું મેનુ પણ બદલાય છે. દરરોજ બે-ત્રણ મહિના પછી અમે તેને બદલી નાખીએ છીએ.

image source

રઈસ કહે છે કે દર મહિને અમે 30 ડિશ શોર્ટલિસ્ટ કરીએ છીએ. દર સપ્તાહે અમે પાંચ નવી ડિશ બનાવીએ છીએ. મેનુમાં મટન અને ઈંડાંની અનેક ડિશ છે. રવિવારે તેઓ બિરયાની પણ પીરસે છે. બિરયાનીને ગ્રાહકોનો જોરદાર રિસ્પોન્સ મળ્યો છે.’ તેઓ ભોજનમાં કોઈપણ પ્રકારનો રંગ મેળવતા નથી અને મસાલા પણ ઓછા જ ઉપયોગમાં લે છે. રંગ માટે તેઓ મવાલના ફૂલ અને કેસર મેળવે છે. ભોજન પેક કરવા માટે તેઓ શેરડીથી બનેલા બોક્સનો ઉપયોગ કરે છે અને લાકડાની ચમચીઓ આપે છે. જિલ્લા તંત્રએ અમને કોવિડ પ્રોટોકોલની ટ્રેનિંગ આપી છે અને કેવી રીતે બચાવ કરી શકાય એ શીખવ્યું છે. અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે કોન્ટેક્ટ ઝીરો હોય. અમે કેશ પેમેન્ટ પણ ઓછું જ લઈએ છીએ અને મોટા ભાગના પેમેન્ટ ડિજિટલ જ થાય છે. જો કેશ આવે તોપણ એને સેનિટાઈઝ કરીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત