અંકિતા લોખંડેથી લઈને દીપિકા પાદુકોણ સુધી, આ અભિનેત્રીઓને મળ્યો એમના પહેલા પ્રેમમાં દગો

બોલિવૂડ હોય કે ટેલિવિઝન, એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ પોતાના પહેલા પ્રેમથી છેતરાઈ ગઈ છે. જ્યારે આ અભિનેત્રીઓ પ્રેમમાં છેતરાઈ ગઈ તો એટલી બધી તૂટી ગઈ કે કોઈએ આત્મહત્યા જેવું પગલું ભર્યું તો કોઈ લાંબા સમય સુધી ડિપ્રેશનમાં રહી. કોઈએ પોતાનું દર્દ દુનિયાની સામે શેર કર્યું અને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો શેર કર્યો. આજે આ આર્ટીકલમાં અમે તમને બોલિવૂડ અને ટેલિવિઝનની એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ તેમના પહેલા પ્રેમથી છેતરાઈ ગઈ હતી.

દીપિકા પાદુકોણ

image soucre

આ યાદીમાં દીપિકા પાદુકોણનું નામ સૌથી ઉપર છે. દીપિકા અને રણબીરની લવ સ્ટોરીથી બધા વાકેફ છે. દીપિકા રણબીર કપૂરની નજીક ત્યારે આવી જ્યારે તેઓ ‘બચના એ હસીનો’ માટે સાથે શૂટિંગ કરી રહ્યા હતા. આ પછી દીપિકા અને રણબીર પણ ઘણા વર્ષો સુધી લિવ-ઈનમાં રહ્યા. પરંતુ અચાનક, અજબ પ્રેમ કી ગઝબ કહાની દરમિયાન, કેટરિના કૈફ તેમની પ્રેમ કથાના મધ્યમાં પ્રવેશી અને દીપિકા રણબીરનો સંબંધ કાયમ માટે સમાપ્ત થઈ ગયો. રણબીરથી અલગ થયા બાદ દીપિકા ડિપ્રેશનનો શિકાર બની હતી અને આ વાતનો ખુલાસો દીપિકાએ પોતે કર્યો હતો

જિયા ખાન

image soucre

25 વર્ષની નાની ઉંમરમાં જિયા ખાને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. જિયા ખાને આમિર ખાન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. જિયા ફિલ્મી દુનિયામાં કામ કરી રહી હતી તે દરમિયાન સૂરજ પંચોલીએ તેના જીવનમાં પ્રવેશ કર્યો. બંને એકબીજાને ડેટ કરતા હતા. પરંતુ જો રિપોર્ટ્સનું માનીએ તો સૂરજ એટલો ગંભીર નહોતો જેટલો જિયા સૂરજના પ્રેમમાં હતી. સૂરજના ગયા પછી જિયા એટલી ભાવુક થઈ ગઈ હતી કે તેણે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જિયા ખાને સુસાઇડ નોટ પણ છોડી હતી. જેના આધારે પોલીસે સૂરજ પંચોલીને અરેસ્ટ પણ કર્યો હતો.

પ્રત્યુશા બેનર્જી

image socure

ટીવીની આનંદી પ્રત્યુષા બેનર્જીએ પણ બહુ ઓછા સમયમાં આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. પ્રેમમાં દગો પણ ખાધો. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, પ્રત્યુશા બેનર્જી રાહુલ પાસેથી મળેલી છેતરપિંડી સહન કરી શકી નહીં અને તેણે આત્મહત્યા જેવું મોટું પગલું ભર્યું. પ્રત્યુષા બેનર્જીની તેના બોયફ્રેન્ડ સાથેની વાતચીતની ઓડિયો ટેપ પણ વાયરલ થઈ હતી. જેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી હતી

અંકિતા લોખંડે

image soucre

એકતા કપૂરના ટીવી શો પવિત્ર રિશ્તાના શૂટિંગ દરમિયાન અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂતની નજીક આવી હતી. સુશાંતે ડાન્સ રિયાલિટી શોના સ્ટેજ પર અંકિતા લોખંડેને બધાની સામે પ્રપોઝ કર્યું હતું. પરંતુ જ્યાં અંકિતા લાઈમલાઈટથી દૂર રહી, ત્યાં સુશાંતની કારકિર્દી આકાશને આંબી ગઈ. આ દરમિયાન સુશાંતનું નામ તેની કો-સ્ટાર કૃતિ સેનન સાથે જોડાયું હતું. એવું પણ કહેવાય છે કે એક પાર્ટી દરમિયાન અંકિતાએ સુશાંતને બધાની સામે થપ્પડ મારી દીધી હતી, ત્યારબાદ બંને અલગ થઈ ગયા હતા. સુશાંતથી અલગ થયા પછી અંકિતા લોખંડે ઘણા સમય સુધી ડિપ્રેશનમાં રહી