ટાઈટલ- અંકિતા લોખંડેને પતિએ ગિફ્ટ કર્યો આટલા બધા કરોડનો પ્રાઇવેટ વીલા, સેલેબ્સે આપ્યા લાખોના ગિફ્ટ

વર્ષ 2021માં જ્યાં બોલિવૂડમાં કેટરિના કૈફના આલીશાન લગ્ન જોવા મળ્યા હતા. તો ટીવી ટાઉનમાં અંકિતા લોખંડેના ગ્રાન્ડ વેડિંગની ચર્ચાઓ થઈ હતી. લગ્ન પહેલાના તહેવારોથી લઈને લગ્ન સુધી અંકિતાની દરેક વિધિ ખુશીઓથી ભરેલી હતી. અંકિતાના બિગ ફેટ વેડિંગ જોઈને ઘણાની આંખો પહોળી થઈ ગઈ હતી. અને લગ્ન હતા જ એટલા ભવ્ય

image soucre

હવે આ મોંઘા લગ્નમાં આવનાર મહેમાનોની ભેટ પણ મામુલી નહિ જ હોય. અંકિતાને તેના ઈન્ડસ્ટ્રીના મિત્રોએ મોંઘી ભેટ આપી છે. પતિ વિકી જૈને પત્નીને આપેલી ગિફ્ટની કિંમત કરોડોમાં છે. તો રાહ કોની જુઓ છો ચાલો જાણી લઈએ કે વિકીએ તેની સુંદર પત્નીને શું આપ્યું લગ્નની ગિફ્ટ.

image soucre

બોલિવૂડ લાઈફે એક યુટ્યુબ ચેનલની માહિતીને ટાંકીને કહ્યું કે અંકિતાને તેના પતિએ એક આલીશાન વિલા ભેટમાં આપ્યો છે. હા તમને નવાઈ લાગી હશે પણ વિકીએ તેની પત્નીને માલદીવમાં એક પ્રાઇવેટ વિલા ગિફ્ટ કર્યો છે

image soucre

આ પ્રાઈવેટ વિલાની કિંમત 50 કરોડ જણાવવામાં આવી રહી છે. અંકિતાના લગ્નની ભેટ તેના પતિ માટે કોઈ ઓછી નથી. ચર્ચા છે કે અંકિતાએ તેના પતિ માટે એક પ્રાઈવેટ યાટ ખરીદી છે. જે વ્યક્તિગત છે. તેની કિંમત 8 કરોડ જણાવવામાં આવી રહી છે.

image soucre

આ તો વિકી અને અંકિતાએ એકબીજાને આપેલી લગ્નની ભેટની વાત હતી. હવે વાત કરીએ આ કપલને ટીવી ઈન્ડસ્ટ્રીમાં તેમના મિત્રો તરફથી કઈ કઈ ભેટ મળી. ટીવી ક્વીન એકતા કપૂરે અંકિત લોખંડેને લગ્નમાં 50 લાખની ભેટ આપી હતી.

image soucre

માહી વિજે અંકિતા લોખંડેને સબ્યસાચી કલેક્શનમાંથી એક સુંદર સાડી ભેટમાં આપી હતી. જેની કિંમત 15 લાખ જણાવવામાં આવી રહી છે. અંકિતાની જૂની મિત્ર મૃણાલિની ત્યાગીએ અભિનેત્રીને 10 લાખના સોનાના દાગીના આપ્યા છે.

image socure

રશ્મિ દેસાઈ અને અંકિતા લોખંડે લાંબા સમયથી મિત્રો છે. બિગ બોસ 15માં હોવાને કારણે રશ્મિ તેના મિત્રના લગ્નમાં હાજર રહી શકી ન હતી પરંતુ તેણે તેના પ્રિય મિત્રને એક અદ્ભુત ભેટ ચોક્કસ આપી હતી. રશ્મિએ નીતા લુલાને 10 લાખની સાડી ભેટમાં આપી છે.

રિત્વિક ધનજાનીએ વિકી જૈનને કિંમતી ઘડિયાળ અને અંકિતાને ડાયમંડ ચોકર ભેટમાં આપી છે. શાહીર શેખે અંકિતાને 25 લાખની કિંમતની સોનાની જ્વેલરી ગિફ્ટ કરી છે. સૃષ્ટિ ઝાએ 5 લાખની સોનાની ચેઈન આપી છે.

image soucre

તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડે અને વિકી જૈન આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં આ બંનેના લગ્નનો મંડપ સજાવવામાં આવ્યો હતો. વિકી જૈન અને અંકિતા લોખંડેના લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વિકી જૈન તેની દુલહન અંકિતા લોખંડેને લેવા માટે સંપૂર્ણ જાન સાથે વિન્ટેજ કારમાં આવે છે. તેમની સોનેરી કાર સફેદ અને લાલ ગુલાબથી શણગારેલી હતી. બંનેના આ ભવ્ય લગ્નમાં હાજરી આપવા માટે તેમના પરિવાર ઉપરાંત ઘણા નજીકના મિત્રો પણ પહોંચ્યા હતા.
બંનેના લગ્ન પછી અંકિતા લોખંડેના ચાહકોએ તેમના સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે