22 વર્ષ સુધી છોકરો, લોકોએ ખરાબ વર્તણૂક કરી, સમાજે અસ્વીકાર કર્યો, હવે રેસ્ટોરાં ચલાવી રહી છે આ ટ્રાન્સવુમન

આપણો આ સમાજ પુરુષ અને સ્ત્રીને પણ એક સમાન દરજ્જો નથી આપી શકતો તો પછી કિન્નરોને તો ઓળખ આપવી અને માન સન્માન આપવું એ બધાનું કામ નથી. આપણે એવા અનેક કિસ્સા જોયા છે કે જ્યાં કિન્નરોને સરખું માન આપવામાં નથી આવતું અને તેઓની વ્યાખ્યા પણ આ સમાજે એક કરીને રાખી દીધી છે. પણ ક્યાંક ક્યાંક એવા કિન્નરો છે કે જેણે આ સમાજની વ્યાખ્યા બદલી નાખી છે અને લોકો સમક્ષ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું છે. તો અહીં સાંભળો આ કહાની. આ વાત છે 27 વર્ષની ઉરૂજ હુસૈનની. તે નોઈડામાં સ્ટ્રીટ ટેમ્પટેશન નામની એક રેસ્ટોરાં ચલાવે છે.

image source

ઉરૂજ પોતાની વાત કરતાં કહે છે કે હું એક એન્ટ્રપ્રિનર છું, સોશિયલ વર્કર છું, પણ જ્યારે પણ લોકો મને જુએ છે તો મારી પહેલી ઓળખ ટ્રાન્સવુમન તરીકે જ કરે છે. લોકોની નજરમાં અમારી તસવીર કંઈક એવી બની ગઈ છે કે તેમને ફક્ત એક કિન્નર તરીકે જ અમે નજર આવી છીએ. લોકોને બસ એવું જ લાગે છે કે અમે તાળીઓ પાડીને ભીખ માગીએ છીએ અથવા તો સેક્સ વર્કર્સ હોઈએ છીએ. પરંતુ દરેક કિસ્સામા એવું નથી હોતું. હકીકત એનાથી તદ્દન અલગ જ છે. મને મારી જાત પર ગર્વ થાય છે કે હું સમાજની રૂઢિઓને તોડીને પગભર બની છું અને રેસ્ટોરાં ચલાવી રહી છું. જો કે મેં પણ એક સામાન્ય બાળકની માફક જ જન્મ લીધો હતો. ધીમે ધીમે મને એવો અહેસાસ થવા લાગ્યો કે મારું શરીર ફક્ત છોકરા જેવું જ નથી, પણ મારી ફિલિંગ્સ એક મહિલા જેવી પણ છે.

image source

આગળ વાત કરતાં ઉરૂજ કહે છે કે આવું બધું થવાના કારણે મને પરિવાર અને સમાજ તરફથી ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મારા મિત્ર, પરિવાર ઈચ્છતા હતા કે હું એક છોકરાની માફક રહું, એની જેમ બોલુ અને એની જેમ જ દરેક કામ કરું, જો કે સાંભળીને મેં પણ પ્રયત્ન કર્યો, પણ મારાથી એવું કશું જ થઈ શક્યું નહીં. બાળપણમાં ક્લાસમાં પણ છોકરાઓ મારી મજાક ઉડાવતા હતા અને મને પરેશાન કરતા હતા, આવું બધું થવા છતાં મેં હાર સ્વીકારી નહીં. અને ત્યારબાદ શાળા બાદ હું હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો અને વર્ષ 2013માં મેં દિલ્હીમાં આવી એક ઈન્ટર્નશિપ સમયે વર્કપ્લેસ પર મારી સાથે ખૂબ જ ખરાબ વર્તણૂક થતી હતી.

અહીંયા કામ કરતી વખતે કેવી કેવી મુશ્કેલી પડી એના વિશે વાત કરતાં કહ્યું કે-લોકો મને ખરાબ ઈરાદાથી સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા, મને ખૂબ જ હેરાન કરતા હતા. આ પ્રકારના વ્યવહારને જોતાં મેં મારી જાતને લોકોથી દૂર રાખવાની શરૂઆત કરી. એક સમયે તો મેં મારી જાતને ઘરની અંદર જ બંધ રાખવાની શરૂઆત કરી. ત્યારે મને એવું લાગતું હતું કે આવું કરીને હું તો હારી ગઈ છું, પણ ત્યારે મેં નક્કી કર્યું કે જો હું હિંમત હારી જઈશ તો તૂટી જઈશ અને હું તૂટવા માગતી ન હતી. હું મારી ઓળખથી ભાગતી રહી.

image source

આગળની વાત કરતાં ઉરૂજ કહે છે કે 22 વર્ષ સુધી હું દુનિયાની નજરમાં એક છોકરો જ હતો. એથી જ મોટી વાત કરતાં કહ્યું કે- હું મારા કાર્યસ્થળ પર એક પુરુષ કર્મચારી તરીકે જ કામ કરતી હતી, પણ મારા સહકર્મચારીઓ સતત મારી પજવણી કરતા હતાં. હું હંમેશાં કન્ફ્યુઝ રહેતી હતી કે મારે શું કરવું જોઈએ. આ અગાઉ મને ટ્રાન્ઝિશનને લગતી પ્રક્રિયા અંગે કોઈ માહિતી ન હતી, કારણ કે હું બિહારના એક નાના શહેરમાં રહેતી હતી. વર્ષ 2014માં મને વિચાર આવ્યો કે મારે હવે મારી જાતને બદલવી જોઈએ. સાઈકોમેટ્રિક ટેસ્ટ કરાવ્યા બાદ મેં લેઝર થેરપી ટ્રીટમેન્ટ કરાવવાની શરૂઆત કરી.

પછીની વાત કરતાં ઉરૂજ કહે છે કે આશરે એક વર્ષનો એવો પણ સમય આવ્યો કે જ્યારે મારે ઘરે જ રહેવું પડતું હતું. ત્યારે સતત મૂડ સ્વિંગ્સ, એકલતાનો અહેસાસ થતો હતો. ઘણી વખત આત્મહત્યાને લગતા વિચારો પણ આવતા હતા, પણ આજે હું મારા શરીરને લઈ ખુશ છું. ઉરૂજ કહે છે કે વર્ષ 2014થી વર્ષ 2015 દરમિયાન મારો હોર્મોન ટ્રાન્સફોર્મેશન પિરિયડ હતો. ત્યાર બાદ વર્ષ 2015થી વર્ષ 2017 દરમિયાન મેં દિલ્હીમાં જ લલિત હોટલમાં કામ કર્યું. ત્યાં હું એક ફિમેલ તરીકે કામ કરતી હતી, કારણ કે લલિત ગ્રુપ એલજીબીટી કમ્યુનિટીને સપોર્ટ કરે છે. અહીંયા સારુ એ હતું કે ત્યાં મને કોઈ જ મુશ્કેલીનો સામનો ન કરવો. પછી મેં હોસ્પિટાલિટી મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો, માટે ઈન્ટર્નશિપ દરમિયાન નક્કી કર્યું હતું કે પોતાનું જ કોઈ કામ શરૂ કરવું છે.

image source

પછી શરૂઆત થઈ એક નવી જિંદગીને. અને ઉરૂજ કહે છે કે 22 નવેમ્બર 2019માં મે નોઈડામાં એક રેસ્ટોરાંની શરૂઆત કરી. રેસ્ટોરાં શરૂ કરવા પાછળ મારો અન્ય એક ઉદ્દેશ હતો કે એનાથી તમામ ટ્રાન્સજેન્ડર્સ આત્મનિર્ભર બને અને પોતાની જાતને વધુ મજબૂત બનવા માટે પ્રેરણા મળે. એક ટ્રાન્સવુમન હોવાને લીધે મને રેસ્ટોરાં શરૂ કરવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો. સૌથી પહેલા તો મને શોપ મળવામાં ઘણી મુશ્કેલી આવી. મને મારા જેન્ડરને લીધે કોઈ શોપ આપવા માટે તૈયાર ન હતું. ત્યારે મારા એક મિત્ર અજય વર્માએ મારી મદદ કરી, આજે તે મારો બિઝનેસ પાર્ટનર પણ છે. જો કે તેને કામ મળી ગયું એટલે ઉરૂજની મુશ્કેલી અહીં પૂરી થઈ જાય એવું નથી. રેસ્ટોરાં શરૂ થયાના 4 મહિનામાં જ લોકડાઉન લાગી ગયું.

image source

કોરોના સમયની વાત કરતાં ઉરૂજ કહે છે કે જુલાઈ મહિનામાં અમે ફરી રેસ્ટોરાં ખોલી. અત્યારે દરરોજ 4થી 5 હજાર રૂપિયા ઓનલાઈન ઓર્ડર આવી રહ્યાં છે. હું આ રેસ્ટોરાંના વિકાસ માટે સતત મહેનત કરી રહી છું. ગ્રાહકો વિશે વાત કરતાં ઉરૂજ કહે છે કે મારી રેસ્ટોરાં પર જે ગ્રાહકો આવે છે તેમનો વ્યવહાર સારો હોય છે. અત્યારે રેસ્ટોરાંમાં સાત લોકોની ટીમ કામ કરે છે. તેમાં 2 શેફ છે. મારી ઈચ્છા છે કે દરેક શહેરમાં મારી રેસ્ટોરાં હોય અને તેને ટ્રાન્સજેન્ડર્સ જ ચલાવે. ત્યારે હવે ઉરૂજનું ઉદાહરણ લઈને લોકો કિન્નરના વખાણ કરી રહ્યાં છે અને આ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત