ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટ્યુ ત્યારે અફરાતફરી થઇ, લોકોએ બુમો પાડી….ભાગો…ભાગો… પણ મજુરો નદીની ગર્જના સાંભળી શક્યા નહિં….

ઉત્તરાખંડ રાજ્યમાં ગ્લેશિયર ફાટ્યું- લોકોએ બુમો પાડી. ભાગો…ભાગો…., પણ મજુરીને નદીની ગર્જનાના અવાજમાં કઈ જ સાંભળી શક્યા નહી. આસપાસના લોકો દ્વારા બુમો પાડવામાં આવી, પરંતુ કામ કરી રહેલ મજુરોને નદીની ગર્જનામાં કશું જ સાંભળી શક્યા નહી.

image source

તેજસ્વી સુર્યપ્રકાશમાં જોવા મળતી ખળખળ વહેતી ધૌલી ગંગા નદીના અચાનક બદલાયેલ દેખાવને જોઈને તપોવન અને રૈની વિસ્તારમાં રહેતા ગામના લોકો જોઇને સ્તબ્ધ રહી ગયા હતા. અંધારું ધરાવતી અને શાંત સ્વભાવની સાથે વહેતી ઋષિ ગંગા નદી આવી રીતે ભયંકર વિનાશ વેરશે, લોકોએ આવું ક્યારેય વિચાર્યું પણ હતું નહી. નદીની આવી ગર્જના જોઈને લોકોએ ભાગવાની બુમાબુમ કરવા લાગ્યા હતા. ઋષિ ગંગા નદીના આવા ભયંકર વહેણના સાક્ષીઓનું કહેવું છે કે, આજ દિવસ સુધી ઋષિ ગંગા નદીનું આવું સ્વરૂપ ક્યારેય જોવા મળ્યું નથી.

image source

ઋષિ ગંગા નદી ઉપરના ભાગેથી નીચેના ભાગ તરફ ઢાળમાં વહે છે જેના લીધે નદીના પાણીનું વહેણ પોતાની મજબુતાઈથી નીચેના પ્રદેશમાં વહેવા લાગે છે અને તમામ વસ્તુઓનો નાશ કરતા વહેતી જાય છે. રૈની ગામમાં રહેતા શંકર રાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સવારના ૯:૩૦ વાગે એકાએક ઋષિ ગંગા નદીના વહેણમાં સફેદ ધુમાડાની સાથે ઊંચા હિમાલયના પ્રદેશ માંથી આવતા કાટમાળની સાથે વહી રહી હતી.

ઋષિ ગંગા નદીના ભયંકર અવાજના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

image source

તપોવન ગામમાં રહેતા સંદીપ નૌટીયલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રોજની જેમ લોકો સખત મજુરી કરવા માટે જતા હતા. આ મજૂરો તપોવન અને વિષ્ણુગઢમાં બની રહેલ હાઈડ્રો પાવર પ્રોજેક્ટના નિર્માણનું કામ કરી રહ્યા હતા. ધૌલી ગામમાં વહેતી નદીનું જળસ્તર વધી જવાની સાથે જ સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. ઘણા બધા લોકોને સલામત સ્થળો પ્ર્ખ્સેડવા માટે આડશ પર કામ કરી રહેલ લોકોને બુમો પાડીને કહી રહ્યા હતા કે, કામદારોને જોરથી બુમો પાડી રહ્યા હતા પરંતુ તેઓ કઈ જ સાંભળી શકતા હતા નહી. નદીમાં બેરેજ અને ટનલ દફનાવી દેવામાં આવી હતી.

image source

ભયંકર જળપ્રલય… આવો ભયંકર જળપ્રલય આજ દિવસ પહેલા ક્યારેય જોયો નથી, રૈની ગામના નિવાસી પ્રેમ બુટોલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નંદા નદી દેવી પર્વતની તળેટી પરથી હિમનદીના વિનાશના કારણે કહેર સર્જાયો છે.’ આવા ભયાનક પુરના દ્રશ્યો ક્યારેય જોવા મળ્યા હતા નહી. તપોવનમાં રહેતા સુભાષ થપલિયાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કેટલીક મીનીટોમાં જ બધી જ તરફ વિનાશ વેરાઈ ગયો હતો. ગામના લોકો નદીનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈને લોકો ખુબ જ ભયભીત થઈ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત