અ’વાદમાં કોઈ બેફિકર છે તો કોઈને કોરોનાનો ડર, ગાઇડલાઇન્સનું પાલન ચંદ જગ્યાએ જ, બાકી બધે લીલા-લહેર

હાલમાં ગુજરાતમાં કોરોનાએ જોરદાર કકળાટ મચાવ્યો છે અને રોજ લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે ફરી વધારો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1510 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,15,819એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 18 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4049એ પહોંચ્યો છે. ત્યારે આપણે રસી વગર પણ કોરોનાને કાબૂમાં લાવી શકીએ છીએ, પરંતુ કેટલાક નઠોર લોકોને કારણે સંક્રમણ ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યું છે.

image source

જો વિગતે વાત કરવામાં આવે તો છેલ્લા 2 મહિનાથી શહેરમાં અમદાવાદીઓનાં બે રૂપ જોવા મળ્યાં છે, જેમા એકમાં જનતા કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરતી જોવા મળી, ત્યારે બીજી બાજુ, બેફામ નાસ્તાની લારીઓ તેમજ ચાની કીટલીઓ પર એકસાથે 10-10 લોકો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી ઊભા રહે છે. કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર-સરકાર દ્વારા સતત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે અપીલો કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક લોકોમાં અપીલની કોઈ અસર જોવા મળતી નથી.

image source

પણ શું આવા લોકોએ ક્યારેય વિચાર્યું છે કે નિયમનો ભંગ કરી પોતાને તેમજ પોતાના પરિવારને પણ કોરોના સંક્રમણ દિશા તરફ લઈ જઈ રહ્યા છે. શહેરમાં અનેક વિસ્તારોમાં મફત કોવિડ ટેસ્ટ સેન્ટરો ખોલવામાં આવ્યાં છે, જ્યાં તમામ લોકો ફરજિયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લાઈનમાં ઊભા રહીને કોવિડ ટેસ્ટ કરાવતા હોય છે, પરંતુ બીજી તરફ, કેટલાક લોકો જાહેરમાં બાઈક ચલાવતા, નાસ્તાની લારીઓ પર, ચાની કીટલીઓ પર તેમજ અન્ય સ્થળો પર ભીડ કરી એકઠા થાય છે. પોલીસની ગાડીઓ ચેકિંગ પર આવતાંની સાથે જ લોકોને ગાઈડલાઈન્સનું પાલન કરવાનું યાદ આવે છે. હદ તો ત્યાં થઈ જાય કે કેટલાક વિસ્તારોમાં પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી ન થવાનાં દશ્યો જોવા મળ્યાં છે.

image source

આપણે સૌએ જોયું જ છે કે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાઈરલ થયા છે, જ્યાં પોલીસ સ્ટેશનની આસપાસ જ લોકો નિયમનો ભંગ કરતા હોય છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી. સંક્રમણ અટકાવવા માટે હાલમાં શહેરના ભદ્ર માર્કેટ સહિતના ભીડભાડવાળા વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે, પરંતુ અન્ય વિસ્તારોનું શું? જો ત્યાં પણ સમયસર ચેકિંગ હાથ ધરવામાં આવે તો લોકોને ગાઈડલાઈન્સનું યોગ્ય રીતે પાલન ન કરાવી શકાય? હાલમાં શહેરના એવો કોઇ વિસ્તાર બાકી નથી, જ્યાં કોરોનાના 10થી ઓછા કેસ હશે.

image source

આવી સ્થિતિ છે અને લોકો ધડાધડ મરી રહ્યા છે તેમ છતાં લોકો બેફામ ફરી રહ્યા છે અને જો પકડાય તો અલગ-અલગ બહાનાં બતાવીને છૂટવાનો પ્રયાસ કરતા હોય છે. જો અમદાવાદના કેટલાક વિસ્તાની વાત કરવામાં આવે તો સિંધુભવન, કાલુપુર માર્કેટ, કુબેરનગર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ફૂડ ઝોન તેમજ ખરીદી કરવા માટે લોકો ઊમટી પડે છે. હવે તો સ્થિતિ એવી છે કે કરિયાણાની દુકાનો, દવાની દુકાનો તેમજ દૂધની ડેરી પર પણ લોકો માસ્ક તેમજ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા નજરે ચઢે છે. ત્યારે સહજ રીતે પ્રશ્ન થાય કે આખરે લોકો ક્યા સુધી આમને આમ રખડતા રહેશે અને કોરોના ક્યારે જશે???

image source

ઉલ્લેખનીય છે કે, કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 18 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 13 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 18 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4049એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,96,992 નાગરીકો સાજા થઈ ગયા છે. 4049ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,778 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 92 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,686 સ્ટેબલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત