કોરોના કાળમાં કેરળ પોલીસની અનોખી પહેલ, લોકોને નિયમો સમજાવવા માટે કર્યો ડાન્સ, વીડિયો વાયુવેગે વાયરલ

કોરોના વાયરસની બીજી લહેરે આખા દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આખા દેશમાં સ્થિતિ હવે નિયંત્રણ બહાર જઈ રહી છે. મળતી માહિતી મુજબ દેશભરમાં દરરોજ 4 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં દરેક માણસ હેરાન થઈ ગયો છે. એક તરફ કામ બંધ થઈ રહ્યાં છે જેના કારણે લોકો આર્થિક તંગીમાં પણ ઘેરાયા છે. આ સમયે હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ રાત દિવસ જોયા વગર કોરોના દર્દીઓની સારવાર કરવામાં લાગ્યો છે. આ સમયે પોલીસ વહીવટ તંત્ર પણ ખૂબ સારી રીતે સેવા આપી રહ્યું છે.

image source

તમામ ફ્રન્ટલાઈન કામદારો કોરોના સામેનાં આ યુદ્ધમાં આગળ આવ્યાં છે. આ સમયે કેરળ પોલીસે તેમના ડાન્સનો વીડિયો શેર કર્યો છે જે લોકોને કોરોના વિશે જાગૃત કરે છે. આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો કેરળ પોલીસનો છે. આ તેણે પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેરળ પોલીસ ડાન્સ કરી રહી છે. વીડિયોમાં એક ગીત પણ ચાલી રહ્યું છે જેમાં કોરોનાથી બચવા માટે નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

image source

આ વીડિયોમાં જોઈ શકાય છે કે બધા પોલીસ કર્મચારી ડાંસ કરતી વખતે માસ્ક પહેરે છે. આ સાથે બધા જ પોલીસકર્મી સામાજિક અંતર, હાથની સ્વચ્છતા, યોગ્ય અંતર વગેરેના વિવિધ પાસાઓ જણાવી રહ્યાં છે કે જેની મદદથી કોટોનાથી બચી શકાય છે. આ વીડિયો જોવામાં ખૂબ જ માહિતીપ્રદ અને મનોરંજક છે. સ્ટેટ પોલીસ મીડિયા સેન્ટર કેરળ દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ પર વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતા તેઓએ કેપ્શનમાં લખ્યું હતું કે ચાલો એકસાથે આ રોગચાળા સાથે લડીએ. કેરળ પોલીસ હંમેશા તમારી સાથે છે.

image source

હવે કેરળ પોલીસના ડાંસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જાણવા મળ્યું છે કે આ વીડિયોને તેણે 27 એપ્રિલે સાંજે લોકો સાથે શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો પર અત્યાર સુધીમાં 7 લાખ 29 હજારથી વધુ વ્યુ આવ્યાં છે. આ સાથે વીડિયોને 35 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે અને 14 હજારથી વધુ વખત વીડિયોને શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી લોકો પ્રતિક્રિયા આપતા કેરળ પોલીસની પ્રશંસા કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!