આ છે ભારતની લોકપ્રિય 7 સીટર કાર, 8 વર્ષમાં 5.5 લાખ કારોનું બમ્પર વેંચાણ

Maruti Suzuki Ertiga તાજેતરમાં જ એક નવો મેલ સ્ટોન સર કર્યો છે. ભારતીય માર્કેટમાં વર્ષ 2012 માં પ્રવેશ કર્યા બાદ હવે Maruti Suzuki Ertiga ભારતમાં સૌથી વધુ વેંચાતું MPV (મલ્ટી પર્પઝ વ્હિકલ) બની ગયુ છે. આ ગાડીએ 5.5 લાખ વેંચાણના આંકડાને પાર કર્યો છે. વર્ષ 2012 માં કંપનીએ Maruti Suzuki Ertiga નું પહેલું જનરેશન મોડલ ભારતમાં લોન્ચ કર્યું હતું. અને હવે માત્ર 8 વર્ષના ગાળામાં જ આ ગાડીને 5.5 લાખ ગ્રાહકોએ ખરીદી લીધી છે.

image source

દેશની સૌથી મોટી કાર કંપની એવી મારૂતી સુઝુકી પોતાની Maruti Suzuki Ertiga ના પેટ્રોલ અને ડીઝલ મોડલ સિવાય સીએનજી મોડલનું પણ વેંચાણ કરે છે. ખાસ વાત તો એ છે કે તે આ સેગમેન્ટમાં એકમાત્ર એમવીપી છે જે CNG વેરીએન્ટમાં ઉપલબ્ધ છે.

image source

એન્જીન – Maruti Suzuki Ertiga ભારતીય માર્કેટમાં 1462 સીસી, K15B Smart Hybrid અને 1498 સીસી, DDis 225 એન્જીન આપે છે.

image source

પરફોર્મન્સ – Maruti Suzuki Ertiga નું 1462 સીસી K15B Smart Hybrid એન્જીન 104 PS નો પાવર અને 138 Nm નો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે 1498 સીસી, DDis 225 એન્જીન 95 PS નો પાવર અને 225 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

image source

ટ્રાન્સમિશન – Maruti Suzuki Ertiga ના બન્ને એન્જીન 5 મેન્યુઅલ ટ્રાન્સમિશન ધરાવે છે.

ડાયમેંશન – તેની લંબાઈ 4395 મિલીમીટર, પહોળાઈ 1735 મિલીમીટર અને ઉંચાઈ 1690 મિલીમીટર છે જ્યારે તેના વ્હિલબેસ 2740 મિલીમીટરના છે.

કિંમત – Maruti Suzuki Ertiga ની દિલ્હી એક્સ શો રૂમની શરૂઆતી કિંમત 7.59 લાખ રૂપિયા છે.

એટલું જ નહીં પણ Maruti Suzuki Ertiga દેશની સૌથી સુરક્ષિત ગણાતી કારો પૈકી એક છે. Global NCAP તરફથી તેને 3 સ્ટાર રેટિંગ મળેલા છે.

image source

એડલ્ટ પ્રોટેક્શન માટે Maruti Suzuki Ertiga ને 3 સ્ટાર રેટિંગ અને ચાઈલ્ડ પ્રોટેક્શન માટે પણ 3 સ્ટાર રેટીંગ મળ્યા છે. એડલ્ટ પ્રોટેક્શન માટે તેને 17 માંથી 9.25 અંક મળ્યા છે જ્યારે ચાઈલ્ડ પ્રોટેક્શન માટે 49 માંથી 29.16 અંક મળ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે Global NCAP એક સંસ્થા છે જે સુરક્ષાના આધારે કારોને રેટિંગ આપે છે. રેટિંગ માટે કારોને અનેક રાઉન્ડમાં ટેસ્ટ કરવામાં આવે છે. અને તેમાં એ તપાસવામાં આવે છે કે જો જે તે કારનું રોડ એક્સિડન્ટ થાય તો કઈ કાર વયસ્કો (એડલ્ટ) અને બાળકો (ચાઈલ્ડ) નું વધુ રક્ષણ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત