લોન મોરેટિરયમ મામલોઃ સરકારે 2 કરોડ સુધીની લોનને લઇને કરી મોટી જાહેરાત

કેન્દ્ર સરકારે લોન (Government of India) લેનાર લોકોને મોટી રાહત આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)માં સોગંદનામું દાખલ કરીને કહ્યુ છે કે MSME લોન, હાઉસિંગ, કંઝ્યૂમર, ઑટો, ક્રેડિટ કાર્ડ બાકીની રકમ પર લાગતા ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે. સરકારના જણાવ્યા પ્રમાણે છ મહિનાના લોન મોરેટોરિયમ (Loan Moratorium) સમયમાં બે કરોડ રૂપિયા સુધીની લોનના વ્યાજ પરના વ્યાજમાં છૂટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે કોરોના વાયરસ મહામારીની સ્થિતિમાં વ્યાજમાં છૂટનો ભાર કેન્દ્ર સરકાર ઉઠાવે એ જ એકમાત્ર ઉપાય છે. આ સાથે જ કેન્દ્ર સરકારે કહ્યુ છે કે, આ માટે સંસદમાં મંજૂરી માંગવામાં આવશે.

image source

કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી આ રાહતનો સીધો અર્થ એવો છે કે લોન મોરેટોરિયમનો લાભ મેળવનારા ગ્રાહકોએ હવે વ્યાજ પર વધારાની રકમ નહીં ચૂકવવી પડે. આથી લોકો હવે ફક્ત લોનનું સામાન્ય વ્યાજ ચૂકવશે. કેન્દ્ર સરકારે પેનલની ભલામણ બાદ વ્યાજ માફ નહી કરવાના પોતાના વલણને બદલી નાંખ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને લોન લેનારાઓની મદદ કરવાના નિર્દેશ EX CAG રાજીવ મહર્ષની અધ્યક્ષતામાં એક પેનલનું ગઠન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે કોર્ટમાં પહેલા કહ્યું હતું કે વ્યાજ માફ કરી શકાતા નથી અને આ બેંકોને પ્રભાવિત કરશે.

સામાન્ય માણસને થશે આવી અસરો

image source

કોરોના સંક્રમણને પગલે માર્ચના અંતિમ અઠવાડિયાથી જુલાઇ સુધી આખા દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. લૉકડાઉનને પગલે ધંધા-રોજગાર બંધ હતા. એવામાં લોકોને લોનના EMI ચૂકવવામાં મુશ્કેલી પડી રહી હતી. આ માટે RBIએ છ મહિના સુધી EMI નહીં ચૂકવવાની છૂટ આપી હતી. જોકે, આ માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે આવી છૂટનો લાભ મેળવનાર લોકોની હોમ લોનની મૂળ રકમમાં છ મહિનાના વ્યાજની રકમ જોડી દેવામાં આવી હતી. એટલે કે ગ્રાહકોએ બાદમાં વ્યાજ પર પણ વ્યાજ ચૂકવવું પડશે. આ કારણે લોન લેનાર લોકોએ વધારે માર સહન કરવાનો વારો આવ્યો છે.

પાંચમી ઓક્ટોબરે ફરીથી થશે સુનાવણી

image source

આ પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, તે વિવિધ ક્ષેત્ર માટે અમુક મજબૂત યોજના બનાવીને આવે. કોર્ટે આ કેસને વારેવારે ટાળવાની વાત પર નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટ સુધી NPA થયેલા લોન ડિફોલ્ટરોને NPA જાહેર ન કરવાનો વચગાળાનો આદેશ શરૂ રાખવાની સૂચના આપી હતી.

image source

ઉલ્લેખનીય છે કે ગત મહિને સુપ્રીમ કોર્ટે મોરેટોરિયમ કેસમાં કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે આ અંગે સોગંદનામું કરીને કેન્દ્ર સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે. કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાછળ છૂપાઈ ન શકે. સુનાવણી દરમિયાન સુપ્રીમે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ કે, તમે ફક્ત વેપારમાં રસ ન લઈ શકો. લોકોને પડતી મુશ્કેલી પણ તમારે જોવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત