થિયેટરમાં બેઠા બેઠા કદાચ તમે થાકી જશો, આ છે બૉલીવુડ ની 10 સૌથી લાંબી ફિલ્મ

મહોબ્બતે

image source

વર્ષ 2000 માં રિલીજ થયેલી શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન સ્ટાર ફિલ્મ મોહબ્બતેં 3 કલાક 36 મિનિટ લાંબી છે. આ ફિલ્મ હિટ રહી હતી. ફિલ્મની સ્ટોરી લાઇન લોકોને એટલી પસંદ આવી હતી કે આજે પણ લોકો આ ફિલ્મ ને જોવાનું પસંદ કરે છે.

લગાન

image soucre

વર્ષ 2001 માં રિલીજ થયેલી આમિર ખાન ની ફિલ્મ ‘લગાન’ 3 કલાક ને 45 મિનિટ લાંબી છે. અંગ્રેજો સાથેની ક્રિકેટ મેચની વાર્તાને કવર કરતી આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ પડી હતી. ફિલ્મ લગાન બૉલીવુડ ની બેસ્ટ ફિલ્મો માંથી એક માનવામાં આવે છે.

હમ સાથ સાથ હે

image soucre

વર્ષ 1999 માં રિલીજ થયેલી સલમાન ખાન, સૈફ અલી ખાન અને મોહનીશ બહેલ સ્ટાર ફિલ્મ હમ સાથ સાથ હૈ 3 કલાક 48 મિનિટ લાંબી છે. સંપૂર્ણ રીતે પારિવારિક કહી શકાય એવી આ ફિલ્મને લોકોએ સહકુટુંબ સાથે મળીને જોઈ હી. ફિલ્મ હમ સાથ સાથ હૈ તે વર્ષ ની સૌથી વધુ કમાણી કરવા વાળી ફિલ્મ હતી.

મેરા નામ જોકર

image soucre

વર્ષ 1970 માં રિલીજ થયેલી ફિલ્મ મેરા નામ જોકર 4 કલાક 15 મિનિટ લાંબી છે. આ ફિલ્મમાં રાજકપુર એકદમ જબરદસ્ત એક્ટિંગ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.મેરા નામ જોકર રાજ કપૂર ની બેસ્ટ ફિલ્મો માંથી એક માનવામાં આવે છે.

એલઓસી કારગિલ

image soucre

વર્ષ 2003 માં રિલીઝ થયેલી ફિલ્મ એલઓસી કારગિલ એક મલ્ટીસ્ટારર ફિલ્મ હતી. ફિલ્મની સમગ્ર વાર્તા યુદ્ધ પર આધારિત હતી.એલઓસી કારગિલ 4 કલાક 16 મિનિટ લાંબી ફિલ્મ છે

સંગમ

image socure

વેજંતીમાલાની ફિલ્મ સંગમ એ સમયની સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મ 3 કલાક ને 58 મિનિટ લાંબી હતી.

કભી અલવિદા ના કહેના

image soucre

વર્ષ 2006માં આવેલી મલ્ટીસ્ટારર ફિલ્મ કભી અલવિદા ના કહેના 3 કલાક ને 35 મિનિટની હતી. આ ફિલ્મનું સંગીત દર્શકોને ખૂબ પસંદ પડ્યું હતું.

સલામ-એ-ઇશ્ક

image soucre

વર્ષ 2007માં આવેલી મલ્ટિસ્ટારર ફિલ્મ સલામ એ ઇશ્ક 3 કલાક ને 36 મિનિટ લાંબી હતી. જો કે ફિલ્મમાં મોટા મોટા સ્ટાર કલાકારો હોવા છતાં ફિલ્મ બોક્સ ઓફીસ પર કઈ ખાસ કમાણી નહોતી કરી શકી.

જોધા અકબર

image soucre

વર્ષ 2008માં આવેલી ઐશ્વર્યા રાય અને ઋત્વિક રોશનની ઐતિહાસિક રોમાન્સવાળી ફિલ્મ જોધા અકબર 3 કલાક ને 24 મિનિટ લાંબી હતી.

ગેંગ ઓફ વસેયપુર

image soucre

અનુરાગ કશ્યપની ગેંગ ઓફ વસેયપુર અત્યાર સુધીની સૌથી લાંબી ફિલ્મ છે. આ ફિલ્મની અવધિ 5 કલાક ને 19 મિનિટ છે. આ ફિલ્મ વર્ષ 2012 માં રિલીઝ થઈ હતી.