ધોળી દુધ જેવી આ લૂંટેરી દુલ્હન આ રીતે વાંઢાને ફસાવે છે પોતાની જાળમાં, કાયદેસર લગ્ન કરીને લાખો પડાવી થઈ જાય છૂમંતર

આ દુનિયામાં અને સમાજમાં જેટલું થાય એટલું ઓછું એવું કહીએ તો ખોટું ન પડે. કારણ કે રોજ કંઈક ને કંઈક એવું સાંભળવા મળે કે જે આપણા ગજા બહાર હોય. એવી જ રીતે અવાર નવાર ઘટનાઓ સામે આવે છે કે લગ્નની લાલચ આપીને દુલ્હન ઘરેણાં અને રોકડ લઈને ફરાર થઈ ગઈ. આવી જ એક ઘટના જૂનાગઢ જિલ્લામાં સામે આવી હતી.

image source

જૂનાગઢના આંબલીયા ગામના યુવક સતીશને ‘ભગવતી’નામની યુવતી લગ્નના સાત દિવસ બાદ ઘરેણા સહિત કુલ 2.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈને ફરારા થઈ ગઈ હતી. પરંતુ હાલમાં જે સમાચાર મળી રહ્યા છે તે કંઈક અલગ જ છે કે જુનાગઢમાંથી એક લૂંટેરી દુલ્હન સામે આવી છે.

જો આ કેસ વિશે વિગતે વાત કરીએ તો જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના યુવાન સાથે અમદાવાદની યુવતીએ લગ્નનું નાટક કરી યુવાન પાસેથી સાડા ત્રણ લાખ પડાવ્યા હતા અને લગ્નના સાત દિવસમાં યુવતી પલાયન થઈ ગઈ હતી.

image source

પરંતુ તે વધારે સમય સુધી ફરાર રહી ન શકી અને આ બાબતે પોતાની સાથે છેતરપીંડી થયાનું માલુમ પડતાં લગ્ન કરેલા યુવાને પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેના બાદ જૂનાગઢ તાલુકા પોલીસે યુવતી સહીત પાંચ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જો યુવક વિશે વાત કરીએ તો આંબલીયા ગામમાં રહેતા સતીષભાઈ પટોળીયાને લગ્ન માટે કન્યા નહોતી મળતી એટલે ભરત રાજગોર, મુન્નાભાઈ ઉર્ફે અનિરૂધ્ધ ગોહિલ અને તેના પત્ની દ્વારા લગ્ન કરવા માટે એક કન્યા બતાવવામાં આવી.

image source

આ ઉપરાંત લગ્ન માટે ત્રણ લાખનો ખર્ચ થશે તેમ કહીને સતીષભાઈને ભગવતી નામની યુવતી સાથે મળાવ્યા હતા. આ રીતે મુલાકાતમાં જ બધું જ નક્કી કર્યું અને ત્યારબાદ આર્યસમાજમાં લગ્ન કરાવી યુવતીની માતા ધનુબેન અને સાળા શ્યામ માધવલાલ તિવારીએ રૂપિયા લઈ, યુવતીને સોનાના દાગીના અપાવી દીધા હતા.

સામાન્ય રીતે એવું હોય કે લગ્ન થઈ જાય એટલે શાંતિ. પરંતુ આ કેસમાં લગ્ન પુરા થયા પછી જ ઉપાધિ વધતી જોવા મળી હતી અને લગ્નના એક અઠવાડીયા બાદ જ થોડા દિવસ પિયર જવાનું બહાનું કરીને આરોપીઓ યુવતીને લઈને ફરાર થઈ ગયા હતા. સાથે પૈસાની જરૂર હોય 20 હજાર રૂપિયા રોકડા અને ઘરેણાં પણ સાથે લઈને ગઈ હતી.

image source

ઘરે ખબર પડતાં જ પગ નીચેથી જમીન સરકી થઈ અને સતિષભાઈએ થોડા દિવસો રાહ જોઈ. ત્યારબાદ ફોન કરતાં આરોપીઓએ તેમને એવો જવાબ આપ્યો કે હવે યુવતી તમારે ત્યાં નહીં આવે અને ધમકી આપી ફોન બંધ કરી દીધો હતો.

જેના કારણે યુવકને પણ લાગ્યું કે પોતે છેતરાયો છે અને ત્યારબાદ તેને જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવતી ભગવતી સહીત પાંચ લોકો સામે ફરીયાદ નોંધાવી હતી, જેના આધારે હવે બધાની ધરપકડ કરી લીધી છે અને લોકોને કહેવામાં આવ્યું છે કે યુવાનો ખાસ આવી મહિલાઓથી બચીને રહે અને સાવધ રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!