એક સમયના જીવંત આ 5 શહેરો આજે છે સમુદ્રના પેટાળમાં, વાંચો વધુ વિગતો
વર્ષો પહેલા પ્રાચીન યુગની વાત કરીએ તો દુનિયામાં અનેક એવા શહેરો જીવંત હતા જે હવે ઇતિહાસનો એક ભાગ બનીને રહી ગયા છે અને તેનું કારણ એ પણ છે કે તે સમુદ્રની ઊંડાઈમાં ડૂબી ગયા હતા.

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વના આવા જ પાંચ શહેરો વિષે વાત કરવાના છીએ જે એક સમયે જીવંત હતા પણ હવે દરિયાના પેટાળમાં અવશેષો બની ગયા છે. તો ચાલો જ્ઞાનસભર માહિતી જાણીએ.

1). આ છે સિકંદરનું શહેર એલેક્ઝેન્ડ્રિયા (મિસ્ર) જે લગભગ 1500 વર્ષો પહેલા ભયાનક ભૂકંપને કારણે સમુદ્રમાં ડૂબી ગયું હતું. સમુદ્રના પાણીમાં આજે પણ આ શહેરના ખંઢેર બની ગયેલા અવશેષો છે જે એક સમયે આ શહેરની શાન હતા.

2). આ શહેરને ખંભાતનું ખોવાઈ ગયેલું શહેર પણ કહેવામાં આવે છે જે લગભગ 17 વર્ષ પહેલા ખંભાતની ખાડી (ભારત) માં જોવા મળ્યું હતું. કહેવાય છે કે આ શહેર અંદાજે 9500 વર્ષ પહેલા સમુદ્રમાં ડૂબી ગયું હતું. વર્ષ 2002 માં સંશોધનકારોની એક ટીમને આ શહેર શોધવામાં સફળતા મળી હતી. જો કે આ શહેર કઈ રીતે સમુદ્રમાં ડૂબ્યું તે હજુ સુધી એક રહસ્ય જ બનેલું છે.

4). મિસરમાં તો અનેક પિરામિડો આવેલા છે અને તેને પિરામિડોનું ઘર પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે સમુદ્રમાં અંદર આવેલા પિરામિડો વિષે ક્યાંય સાંભળ્યું છે ? નહીં ને ? અસલમાં જાપાનમાં અમુક વર્ષો પહેલા એક ટુરિસ્ટ ગાઈડે સમુદ્રમાં આવેલા પિરામિડો વિષે શોધ કરી. આ અસલમાં એક શહેર હતું જે યોનગુની નામથી ઓળખાતું હતું. ક્હેવાય છે કે આ શહેર એક સમયે પૌરાણિક મહાદ્વીપોનો ભાગ પણ હતું.

4). આ છે મિસરનું પ્રાચીન શહેર હેરાસ્લોઈન જે લગભગ 1200 વર્ષ પહેલા સમુદ્રમાં ગરક થઇ ગયું હતું. અમુક વર્ષો સુધી તેની શોધખોળ પણ કરવામાં આવી. પ્રસિદ્ધ ઇતિહાસકાર હેરોટોડ્સના મંતવ્ય મુજબ આ શહેર બેશુમાર સંપત્તિ માટે જાણીતું હતું અને મરજીવાઓને અહીંથી ખજાનાઓ પણ મળી ચુક્યા છે.

5). ચીનના ઝેજિયાંગમાં શી ચેંગ નામનું એક શહેર હતું જે અંદાજે 1300 વર્ષ પ્રાચીન હતું. પરંતુ વર્ષ 1959 માં આ શહેર એક ઊંડા તળાવમાં ડૂબી ગયું. આ શહેરને ” લાયન સીટી ” ના નામથી ઓળખવામાં આવતું હતું. નવાઈની વાત તો એ છે કે આ શહેરના ખંઢેરો આજે પણ સમુદ્રના પેટાળમાં જેમની તેમ સ્થિતિમાં જોવા મળે છે.