Site icon News Gujarat

પ્રેમ તો પ્રેમ છે વ્હાલા, ટ્રાન્સજેન્ડર‌‍‌ કપલે વેલેન્ટાઈન પર કર્યા અનોખા લગ્ન, રીતિ રિવાજ સાથે ફર્યા ફેરા

એક તરફ કપલ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે પર પ્રેમના રંગોમાં ડૂબેલા જોવા મળ્યા હતા, તો બીજી તરફ કેરળના તિરુવનંતપુરમમાં એક ટ્રાન્સજેન્ડર કપલ સુંદર લગ્નના બંધનમાં બંધાતા જોવા મળ્યા હતા, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, શ્યામા એસ પ્રભા અને મનુ કાર્તિક દ્વારા એકબીજા પ્રત્યેના પ્રેમને પૂરો કરવા માટે વેલેન્ટાઈન ડેને પરફેક્ટ દિવસ માનવામાં આવ્યો હતો, જે પછી પરિવાર અને મિત્રોની હાજરીમાં પરંપરાગત વિધિઓ સાથે લગ્ન સમારોહ યોજાયો હતો.

વેલેન્ટાઈન ડે પર કેરળમાં અનોખા લગ્ન

કેરળના ટ્રાન્સ લવર્સ કપલ માટે આ વર્ષનો વેલેન્ટાઈન ડે સૌથી ખાસ રહ્યો. સોમવારે, ટ્રાન્સ કપલે તિરુવનંતપુરમમાં લગ્ન કર્યા. શ્યામા એસ પ્રભા અને મનુ કાર્તિકે એકબીજા પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ કરતા પરંપરાગત વિધિઓ અનુસાર લગ્ન કર્યા. આ દરમિયાન જ્યાં લગ્ન થયા હતા તે જગ્યાને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવી હતી. આ લગ્નથી સંબંધીઓ અને મિત્રો ખૂબ જ ખુશ હતા અને તેઓએ ત્યાં જોરદાર ડાન્સ કર્યો. બધાએ નવા યુગલને તેમના લગ્નના દિવસે આશીર્વાદ પણ આપ્યા.

image source

લગ્નના દિવસે કપલ ખૂબ જ ખુશ હતું

મળતી માહિતી મુજબ, કેરળના ત્રિશૂરનો રહેવાસી વર મનુ કાર્તિક ટેકનો પાર્કમાં એક આઈટી ફર્મમાં કામ કરે છે, જ્યારે તિરુવનંતપુરમની વતની શ્યામા કેરળ સામાજિક ન્યાય વિભાગ હેઠળના ટ્રાન્સજેન્ડર સેલમાં કામ કરે છે. લગ્નના દિવસે બંને લોકો ખૂબ જ ખુશ અને સુંદર દેખાઈ રહ્યા હતા. એટલું જ નહીં, શ્યામા અને મનુ કોર્ટમાં તેમના લગ્નની નોંધણી પણ કરાવશે.

હવે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવાનો પ્લાન છે

image source

શ્યામા અને મનુ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વચ્ચે ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ) એક્ટ, 2019 હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવવા માટે હાઇકોર્ટનો સંપર્ક કરવાની યોજના બનાવી છે. લગ્ન સમારોહ પછી ANI સાથે વાત કરતા મનુએ કહ્યું, “અમે લગ્ન કરીને ખુશ છીએ. અમે ટ્રાન્સજેન્ડર ઓળખ હેઠળ અમારા લગ્નની નોંધણી કરાવવા માટે કેરળ હાઈકોર્ટનો સંપર્ક કરવા માટે કાગળની કાર્યવાહી પૂર્ણ કરીશું.”

લાંબી રાહ હવે પૂરી થઈ છે

એટલું જ નહીં ટ્રાન્સ કપલે લગ્નમાં આવેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન, વર મનુએ કહ્યું, “અમે ખૂબ જ ખુશ છીએ કે અમારો પરિવાર અને મિત્રો અહીં અમારી સાથે છે. અમારા માટે આ સૌથી કિંમતી ક્ષણ છે, કારણ કે અમે આ દિવસની ખૂબ રાહ જોઈ છે.”

Exit mobile version