પંજાબી ડ્રેસ પહેરી પ્રેમિકાને મળવા નીકળેલા યુવકને ઝાલી લીધો પોલીસે અને પછી…

કોરોના વાયરસ ફેલાતો અટકે એટલા માટે સરકારે લોકડાઉન ૨૫ માર્ચથી લાગુ કરી દીધું છે.

image source

જો કે એ વાત અલગ છે કે લોકડાઉનમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ બંધના કારણે અનેક લોકોને આવક બંધ થવાની, કામ છીનવાઈ જવા જેવી અને બે ટાંકના ભોજનની પણ સમસ્યાઓ સર્જાઈ છે ત્યારે કેટલાક લોકો એવા છે જે આવા સમયે પણ પ્રેમિકાને મળ્યા વિના રહી શકતા નથી. તેમાં પણ જે મુલાકાત માટેનો બેસ્ટ સમય છે તેમાં તો કડક કર્ફ્યું હોય છે. આવામાં પ્રેમીજનો નવા નવા રસ્તા શોધતા હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે.

દેશભરની સાથે ગુજરાતમાં પણ લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. આ તબક્કામાં રાજ્યને ૨ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે, જેમાં કન્ટેન્મેન્ટ ઝોન બહારના વિસ્તારમાં કેટલીક છૂટછાટો આપવામાં છે. પરંતુ રોજ સાંજે 7 વાગ્યથી સવાર 7 વાગ્યા સુધી તો કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં દક્ષિણ ગુજરાતમાં એક યુવક તેની પ્રેમિકાને મળવા અધીર થયો અને તેણે જે કર્યું તે કોઈ વિચારી પણ શકે નહી.

image source

આ યુવક રાત્રે અઢી કલાકે યુવતીના કપડા પહેરી અને સ્કૂટર લઇ નીકળ્યો પડ્યો. જો કે રાત્રિના સમયે કરફ્યુંનું કડકાઈથી પાલન થતું હોવાથી પોલીસની ટીમ પણ આ સમયે પેટ્રોલિંગ કરતી હતી. પોલીસને પણ નવાઈ લાગી કે અડધી રાતે યુવતી કેમ બહાર નીકળી હશે. પોલીસે તેને અટકાવીને પૂછપરછ કરી ત્યારે સમગ્ર પોલ છતી થયી હતી. પોલીસને ખબર પડી કે આ કોઈ યુવતી નહીં પણ પ્રેમિકાને મળવા નીકળેલો યુવક છે.

image source

જાણવા મળ્યા અનુસાર મોતીવાડા વિસ્તારમાં રહેતા ૧૦ વર્ષીય યુવકનો અહીના પારડી પરિયા રોડ ભેંસલાપાડામાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ કોરોનાને કારણે લોકડાઉન થયું અને કારણે બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને મળી શક્યા નહોતા. ઘણા દિવસો એકબીજાથી દુર રહી વિરહ સહન ન થતા યુવકે અંતે નક્કી કર્યું કે કોઈ પણ ભોગે પ્રેમિકાને મળવું જ છે. ઘરના લોકો પણ આ મુકાલતમાં નડે નહી તે માટે રાતે મીટીંગ ગોઠવી અને પંજાબી ડ્રેસ પહેરી નીકળ્યો પણ તે પોલીસને ચકમો આપી શક્યો નહી અને યુવકનો ભાંડો ફૂટી ગયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત