લોકડાઉનમાં યુુવતી જતી હતી બોયફ્રેન્ડને મળવા, પણ પછી રસ્તામાં તેની સાથે થયુ કંઇક એવુ કે..

લવને લોકડાઉન નડયું : બોયફ્રેન્ડને મળવા જતી યુવતીને મહિલા હેલ્પ લાઈને પરિવારને સોંપી

image source

પ્રેમની મોસમમાં ઉડેલા પંખી વિરહની પાનખરમાં જીવ વિહોણા થઇ જતા હોય છે. આ અમે નથી કહી રહ્યા પણ આ સ્ટોરી કહી રહી છે, જે એક પ્રેમમાં પડેલ યુવતીની છે. અત્યારે લોકડાઉનના કારણે સ્કૂલો, કોલેજો, ફરવાના જાહેર સ્થળો સાથે સાથે કામકાજ વગર બહાર નીકળવાનું પણ સંપૂર્ણ પણે બંધ છે, ત્યારે લોકો પણ પોતાના ઘરમાં બેસીને મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. જો કે આ બધામાં સૌથી વધારે સ્થિતિ કફોડી થઇ રહી હોય તો એ છે પ્રેમીઓની.

આ સ્થિતિને લવ પરનું લોકડાઉન પણ કહી શકાય. આ લોકડાઉનમાં જે દુરીઓ આવી છે, એ સ્થિતિમાં ફિયાન્સ-ફીયાન્સીઓ અને પ્રેમી યુગલોની હાલત પ્રીત, પીયુ અને પરદેશ જેવી થઇ ગઈ છે. જે યાદ આવે છે, પણ જઈ કે મળી શકાતું નથી. લોકડાઉનમાં ઈન્ટરનેટ હવે એક માત્ર વિકલ્પ રહી ગયો છે, એકબીજાના સંપર્કમાં રહેવાનો. એકમેકને મળવા આતુર પ્રેમીઓ માટે સોશિયલ મીડિયા વરદાન સ્વરૂપ નીવડી રહ્યું છે. આ તારણહાર સોશિયલ મીડિયા જ છે જે વિડીયો અને શબ્દો દ્વારા એકમેકની નજીક રાખી રહ્યું છે.

image source

એવું કહેવાય છે કે પ્રેમને કોઈ હિમાલયના પહાડો, સાગ૨ના કિનારાઓ અને દુનિયાના બંધનો નડતા નથી. આવું જ કઈક સરહદ સીમાઓ વટાવવાનું જુનુન રાજકોટના માધાપર પાસે રહેતી યુવતીને વળગ્યું. છોટાઉદેપુર કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને છોટાઉદેપુ૨ ૨હેતાં બોયફ્રેન્ડને મળવા જવાનું મન થયું અને એ ઘરેથી નીકળી ગઈ, જો કે લોકડાઉનના કારણે વાહન-વ્યવહાર ઓછો હોવાથી સાંજ સુધી એ લીમડા ચોક પાસે પ્રાયવેટ વાહનની રાહ જોતી ઉભી રહી.

સાંજ સુધી વાહન ન મળતાં યુવતી મૂંઝાઈ ગઈ હતી. જો કે લાંબા સમયથી એકલા ઉભેલી યુવતીને જોઈ કોઈ જાગૃત નાગરીકે 181 મહિલા હેલ્પ લાઈનને ફોન જોડયો. ફોન કર્યા પછી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના લોકેશન પ૨ ૨હેલા 181ના કાઉન્સીલ૨ રૂચીતા મક્વાણા, કોન્સટેબલ પુનમબેન અને પાઈલોટ સુનિલભાઈ સ્થળ પ૨ પહોંચી યુવતીને પૂછપરછ કરી હતી.

image source

યુવતિનું કાઉન્સીલીંગ પણ ર્ક્યું હતું, જો કે પ્રથમ તો યુવતિ કાંઈ જ બોલવાનો ઈન્કા૨ કરતી રહી હતી અને પોતાના ઘ૨નું એડ્રેસ પણ આપતી નહતી. જો કે ત્યાર બાદ યુક્તિપૂર્વક 181ના કાઉન્સીલરે પૂછપ૨છ ક૨તાં યુવતિએ હકિકત જણાવી હતી. એણે કહયું હતું કે, પોતે માધાપ૨ નજીક પરીવા૨ સાથે ૨હે છે અને છોટાઉદેપુ૨ કોલેજમાં અભ્યાસ કરે છે. લોકડાઉન હોવાથી છોટાઉદેપુ૨થી રાજકોટ આવી ગઈ હતી, તેમને છોટા ઉદેપુ૨ ૨હેતાં યુવક સાથે પ્રેમ સબંધ છે. આ સમયે પણ તે એ પ્રેમીને મળવા માટે જ ઘરેથી નીકળી હતી.

image source

યુવતીના બધા જ સભ્યો હોવાથી અને લોકડાઉનના કારણે બહા૨ ન નિકળી શકતા હોવાથી અત્યાર સુધી એણે બોયફ્રેન્ડ સાથે ટેબ્લેટ અને ફોન મા૨ફત વિડિયો કોલીંગથી વાત કરી હતી. જો કે પરિવારને વધારે સમય સુધી આ રહસ્યની અજાણતા રહી નહી. પણ પેલું ગીત છે ને કે ‘ઈશ્ક છુપતા નહી છુપાને સે..’ ની જેમ ઘ૨ના સભ્યોને શંકા જતા અને પછી મોબાઈલ ચેક ક૨તાં સમગ્ર પ્રેમ પ્રક૨ણની જાણ બધાને થઇ હતી. દરમિયાન યુવતિને તેનો બોયફ્રેન્ડે છોટાઉદેપુ૨ આવી જવાનું કહેતો હોવાથી યુવતિ ઘ૨ના લોકો આડા અવળા થતા જ ઘરેથી ચાલીને લીમડા ચોક પાસે પહોંચી ગઈ હતી. જો કે સાંજ સુધી એને એને ત્યાં કોઈ વાહન ન મળ્યું હતું. યુવતિને 181ની ટીમે ઘરે જવાનું સૂચવ્યું પણ તેણે સપષ્ટ નાં પાડી અને કહ્યું કે ઘરે નહિ પણ એને છોટાઉદેપુર એના બોયફ્રેન્ડ જોડે મુકવામાં આવે અથવા તો એને કોઈ સંસ્થામાં મુકવામાં આવે.

image source

આ ઘટના ધ્યાનમાં લઈને 181ની ટીમે ગાંધીગ્રામ પોલીસ મથકે ગુમ થયાની કોઈ નોધ અંગે પૂછપરછ કરી હતી. જ્યાંથી હાલમાં જ એક ગુમ થયાની રીપોર્ટ થઈ હોવાની જાણ થઇ હતી. પરિવાર જનોએ આ ગુમની રીપોર્ટ પોલીસ મથકે કરી હારી. ત્યારબાદ 181 ટીમે સમગ્ર માહિતી પોલીસ સ્ટેશનને આપી હતી, પોલીસે ફોન કરીને પરિવારને બોલાવી લીધો હતી. યુવતીને પોલીસ મથક લઇ જઈને સમજાવી એના માતા પિતા સાથે ઘરે પરત ફરવા સૂચવ્યું હતું. આમ એક તરફ લવને લોકડાઉન નડયું તો બીજી તરફ પરિવારને એનો લાભ મળ્યો હતો, પોતાની દીકરીના સહીસલામત મળી જવાના સ્વરૂપે. પરિવારે દીકરી મળતા જ પોલીસ ઓફિસરનો અને 181ની ટીમનો આભાર માન્યો હતો. આમ 181ની ટીમે પોતાનું કામ સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત