LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો ઝીંકાયો, જાણો કેટલો થયો મોંઘો

સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમતમાં આ મહિનામાં થયો ત્રીજીવાર વધારો, ઘરેલું ગેસ-સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો

ઘરેલું LPG સિલિન્ડરની કિંમતમાં ઓઈલ કંપનીઓએ આ મહિનામાં ત્રીજીવાર વધારો કર્યો છે. એ પછી હવે દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગઈ છે. આ વધેલી કિંમત 25 ફેબ્રુઆરી 2021થી લાગુ થઈ ગઈ છે. આ સિવાય સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે આ મહિનામાં આ ત્રીજીવાર ગેસ સિલિન્ડરની કિંમત વધી છે. સરકારે 4 ફેબ્રુઆરીએ એલપીજી ગેસ સિલેન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. એ પછી 15 ફેબ્રુઆરીએ ફરી એકવાર ગેસ સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધી હતી. અને હવે ત્રીજીવાર ગેસ સિલેન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

image source

1 ડિસેમ્બરના રોજ ગેસ-સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા હતો જે વધીને 644 રૂપિયા થયો હતો.ત્યારબાદ 1 જાન્યુઆરીએ ફરીથી એમાં 50 રૂપિયા વધારવામાં આવ્યા. એટલે સિલેન્ડરનો ભાવ 644થી વધીને 694 રૂપિયા થઈ ગયો હતો.એ પછી ફેબ્રુઆરી મહિનામાં 4 ફેબ્રુઆરીએ જે ભાવ વધારો કરવામાં આવ્યો એ પછી સિલેન્ડરની કિંમત વધીને 719 રૂપિયા થઈ ગઈ હતી. ત્યાર બાદ 15 ફેબ્રુઆરીએ ગેસ સિલેન્ડરની કિંમત 719 રૂપિયાથી 769 રૂપિયા થઈ.

image source

હવે 25 ફેબ્રુઆરીએ ફરી એકવાર 25 રૂપિયા વધવાથી એની કિંમત 769 રૂપિયાથી 794 રૂપિયા થઈ ગઈ.ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જાન્યુઆરીમાં LPGની કિંમતમાં કોઈ વધારો નહોતો કર્યો. પણ તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનામાં બે વખત 50-50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

1 ફેબ્રુઆરીએ એટલે કે જે દિવસે બજેટ બહાર પાડવામાં આવ્યું એ દિવસે સબસિડી વગરના 14.2 કિલોગ્રામનાં ગેસ-સિલિન્ડરની કિંમતમાં વધારો નહોતો થયો, પરંતુ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 191 રૂપિયાનો વધારો થયો હતો.

image source

તમને જણાવી દઈએ કે એક વર્ષમાં સરકાર દરેક ગેસ-કનેક્શન માટે 14.2 કિલોગ્રામમાં 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. ગ્રાહકને દરેક સિલિન્ડર પર સબસિડી સહિત કિંમત ચૂકવવી પડે છે. પછીથી સબસિડીના પૈસા ગ્રાહકના ખાતામાં જમા થઈ જાય છે. પણ જો ગ્રાહક 12થી વધુ સિલિન્ડર લેવા માંગતા હોય તો તેને માર્કેટની કિંમત પર ખરીદવા પડે છે.

image source

ઓઈલ કંપનીઓ દર મહિને LPG સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. એમાં વધારો કે ઘટાડો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત અને અમેરિકન ડોલરના એક્સચેન્જ રેટ પર નિર્ભર કરે છે.

image source

આ સિવાય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં અત્યારસુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 વખત વધારો થયો છે. આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલ 4.38 રૂપિયા અને ડીઝલ 4.59 રૂપિયા મોંઘું થયું છે. આઅગાઉ જાન્યુઆરી મહિનામાં 10 વખત ભાવ વધ્યા હતા. આ દરમિયાન પેટ્રોલની કિંમતમાં 2.59 રૂપિયા અને ડીઝલમાં 2.61 રૂપિયાનો વધારો થયો હતો જો વર્ષ 2021ની વાત કરીએ તો આ વર્ષે અત્યારસુધીમાં પેટ્રોલ 7.12 રૂપિયા અને ડીઝલ 7.45 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!