શું તમે પણ ઈગ્નોર કરો છો ગેસ સિલિન્ડર પરના આ ખાસ કોડ, તો જાણી લો કામની વાત, નહીં તો જોખમાશે જીવ

ગેસ સિલિન્ડર આજકાલ દરેક ઘરનો ખાસ ભાગ માનવામાં આવે છે. દરેક ઘરમાં ગેસ સિલિન્ડર જોવા મળી રહ્યો છે. પીએમ ઉજ્જવલા યોજનાએ દેશના ગામ સુધી ગેસ સિલિન્ડર પહોંચાડ્યો છે. હવે અહી ગેસ સિલિન્ડરની વાત થઈ રહી છે તો અમે આપને સિલિન્ડર સાથે જોડાયેલી રોચક જાણકારી જણાવી રહ્યા છીએ જેને ભાગ્યે જ કોઈ જાણતું હશે.

ગેસ સિલિન્ડર પર કેટલાક નંબર લખેલા હોય છે. પણ આપણે સૌ તેને જોવાની તકેદારી રાખતા નથી અને ન તો તેનો મતલબ જાણવાની કોશિશ કરીએ છીએ. શું ક્યારેય તમે વિચાર્યું છે કે આ નંબર શા માટે લખવામાં આવે છે. તો જાણો આજે કે આ નંબરનું શું છે મહત્વ અને તે કઈ રીતે તમારા જીવના જોખમને ટાળે છે.

image source

ગેસ સિલિન્ડર થઈ શકે છે એક્સપાયર

ગેસ સિલિન્ડરને લઈને તમે કદાચ એ વાતથી અજાણ હોવ છો કે તે એક્સપાયર પણ હોઈ શકે છે. જેમ કે ખાવાની કે પીવાની ચીજો પર એકસપાયરી ડેટ હોય છે, દવામાં એક્સપાયરી ડેટ હોય છે તેમ સિલિન્ડર પર પણ એક્સપાયરી ડેટ હોય છે. જો સિલિન્ડરને સમયે ચેક ન કરાય તો તે તમારા પરિવારને માટે જીવલેણ સાબિત થઈ શકે છે. માટે પરિવારની સુરક્ષા માટે આજથી આ જાણકારીને ધ્યાનમાં રાખો અને સિલિન્ડર લેતી સમયે તેને ચેક કરો.

image source

કેટલા વર્ષની હોય છે ગેસ સિલિન્ડરની ઉંમર

અહીં તમને એક સવાલ થતો હશે કે શું ગેસ સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ એટલે કે ઉંમર હોય છે. તો હા અહીં તમને જણાવી દઈએ કે જ્યારે સિલિન્ડર બને છે ત્યારે તેની પર તેની એક્સપાયરી ડેટ લખી દેવામાં આવે છે. જેમ કે દરેક ફૂડ પેકેટ પર એક્સપાયરી ડેટ લખાય છે બિલકુલ આ જ રીત ગેસ સિલિન્ડરમાં પણ યૂઝ કરવામાં આવે છે. અહીં તમને જણાવી દઈએ કે દરેક ગેસ સિલિન્ડરની ઉંમર 15 વર્ષની હોય છે. એટલે કે જ્યારે ગેસ સિલિન્ડરનું નિર્માણ થાય છે તો તે 15 વર્ષ સુધી વેલિડ રહે છે. આ પછી તે ખતરાની ઘંટી બની શકે છે.

image source

કેવી રીતે જાતે ચેક કરી શકાશે ગેસ સિલિન્ડરની ઉંમર

જ્યારે પણ તમારા મનમાં કોઈ સવાલ થાય છે કે આખરે આપણે આ કેવી રીતે ચેક કરી શકીએ કે આપણા ઘરમાં રહેલા સિલિન્ડરની તારીખ એક્સપાયર થઈ છે કે નહીં. રસોઈ ગેસ સિલિન્ડરની એકસપાયરી ડેટ ચેક કરવા માટે તેની સાઈડની પટ્ટી પર એક સ્પેશ્યલ કોડ આપવામાં આવે છે. જે A, B, C અને D આ કોડની મદદથી ઓળખી શકાય છે. આ આલ્ફાબેટની પછી એક નંબર લખ્યો હોય છે.

જેમકે A 21, B 25, C 26, D 22. અહીં A, B, C અને D નો મતલબ મહિના સાથે છે. A નો અર્થ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. Bનો ઉપયોગ એપ્રિલ, મે, જૂન મહિના માટે કરાય છે. આ સિવાય C નો ઉપયોગ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરને માટે કરાય છે. તો Dનો મતલબ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિના સાથે છે. આ સિવાય 2 અંકના નંબર જે વર્ષમાં સિલિન્ડરનું ટેસ્ટિંગ થયું છે તે વર્ષના છેલ્લા 2 નંબર હોય છે. એટલે કે A 24નો મતલબ છે કે આ ગેસ સિલિન્ડર જાન્યુઆરી 2021 માં ટેસ્ટિંગ કરાયો છે.

image source

શા માટે લખાય છે આ પ્રકારના કોડ ગેસ સિલિન્ડર પર

તમે પણ વિચારતા હશો કે કોડ લખવાની શું જરૂર છે. સીધી એક્સપાયરી ડેટ લખીને જ લોકોને જણાવી દેવાય તો. અમે આપને જણાવીશું કે કોડ્સનો ઉપયોગ સિલિન્ડરના ટેસ્ટિંગ માટે કરાય છે. માની લો કે સિલિન્ડર પર બી -25 લખ્યું છે. એનો અર્થ એ છે કે તે ગેસ સિલિન્ડર 2025 એપ્રિલ, મે અને જૂનમાં ચેક કરાશે અથવા તેનું ટેસ્ટિંગ કરાશે. તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા ઘરે જે ગેસ સિલિન્ડર આવે છે તેની પર ફક્ત વર્ષનો કોડ ચેક કરો.

જાણો કેટલા ટેસ્ટિંગમાંથી પસાર થાય છે ગેસ સિલિન્ડર

તમારા ઘરે જે ગેસ સિલિન્ડર આવે છે તે તમારા ઘરે આવતા પહેલા અનેક પરીક્ષાઓમાંથી પસાર થાય છે. અનેક ટેસ્ટ બાદ સિલિન્ડર તમારા સુધી પહોંચે છે. જાણકારી માટે જણાવી દઈએ કે ટેસ્ટિંહ બાદ જ એલપીજી ગેસ સિલિન્ડર BIS 3196 માનકને ધ્યાનમાં રાખીને બનાવાય છે. તમારા ઘરે ડિલિવરી થાય કે પહેલા ગેસ સિલિન્ડરનું ટેસ્ટિંગ કરાય છે. 15 વર્ષમાં 2 વાર ગેસ સિલિન્ડરની ક્વોલિટી ચેક કરવામાં આવે છે. આ પછી ફરીથી 5 વર્ષ બાદ તેનું ટેસ્ટિંગ કરી લેવામાં આવે છે. આ સાથે તમે ધ્યાન રાખો કે જે સિલિન્ડરની ડેટ નીકળી ગઈ છે તે તમારા અને પરિવારને માટે જીવલેણ હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!