LPG ગેસ ધારકોને હવે થઇ જશે મોટી રાહત, કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી હવે…જાણી લો તમારા કામના સમાચાર એક ક્લિકે

LPG Refill Booking Portability : સરકારે LPG રિફિલની પોર્ટેબિલિટીને મજૂરી આપી દીધી છે. એટલે કે હવે તમે ગમે ત્યાંથી તમારો રસોઈ ગેસ સિલિન્ડર ભરાવી શકો છો અને આ માટે કોઈપણ ડિસ્ટ્રીબ્યુટર ના પણ નહીં કહે. જો કન્ઝ્યુમરને એમ લાગે કે તે પોતાની ઓઇલ માર્કેટિંગ કંપનીના ડિસ્ટ્રીબ્યુટરથી ખુશ નથી તો તે તેના બદલે અન્ય ડિસ્ટ્રીબ્યુટરને પસંદ કરી શકે છે. ઘણા સમયથી LPG રિફિલ બુકીંગ પોર્ટેબિલિટીની માંગ થઈ રહી હતી અને હવે તેને મંજૂરી મળી ચુકી છે.

કઈ રીતે બદલાવી શકાય છે ડિસ્ટ્રીબ્યુટર ?

image source

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા મુજબ, LPG ગ્રાહકોને એ છૂટ આપવામાં આવશે કે તેઓ પોતાની મરજી મુજબના ડિસ્ટ્રીબ્યુટર પાસે સિલિન્ડર રિફિલ કરાવી શકે. ગ્રાહક ડિસ્ટ્રીબ્યુટર લિસ્ટમાંથી પોતાના ડિલિવરી ડિસ્ટ્રીબ્યુટરને પસંદ કરી શકશે. પાયલોટ પ્રોજેકટ તરીકે આ સ્કીમ ચંદીગઢ, કોયતંબુર, ગુડગાંવ, પુણે અને રાંચીમાં લોન્ચ કરવામાં આવશે.

ક્યાં મળશે ડિસ્ટ્રીબ્યુટર લિસ્ટ ?

જ્યારે ગ્રાહક LPG રિફિલ કરાવવા માટે મોબાઈલ એપ કે કસ્ટમર પોર્ટલ ઓપન કરશે અને તેમાં લોગ ઇન કરશે એટલે ત્યાં તેને ડિલિવરી ડિસ્ટ્રીબ્યુટરનું આખું લિસ્ટ જોવા મળશે જેમાં તેના પરફોર્મન્સને આધારે રેટિંગ પણ આપવામાં આવી હશે. જેના કારણે ગ્રાહકને સારા ડિસ્ટ્રીબ્યુટર શોધવામાં મદદ મળશે. તેનાથી ડિસ્ટ્રીબ્યુટર પર પણ પોતાનું પરફોર્મન્સ સુધારવાનું દબાણ થશે. આ લિસ્ટ માટે નીચે મુજબની લિંક પર ક્લિક કરી શકાય છે

image source

ગ્રાહક આ લિસ્ટમાંથી કોઈપણ ડિસ્ટ્રીબ્યુટરને પસંદ કરી શકે છે જે તેના વિસ્તારમાં ઉપલબ્ધ હશે અને LPG રિફિલની ડિલિવરી કરી શકે. આનાથી માટે ગ્રાહકોને જ સારી સેવા નહિ મળે પરંતુ ડિસ્ટ્રીબ્યુટર વચ્ચે પણ ગ્રાહકોને સારી સુવિધા આપવા માટે સ્પર્ધા થશે અને તેના કારણે તેને રેટિંગ પણ મળશે.

પોર્ટલ પર મળશે ઓનલાઇન ટ્રાન્સફરની સુવિધા

જે તે વિસ્તારમાં સર્વિસ આપવતા બીજા ડિસ્ટ્રીબ્યુટરને LPG કનેક્શનના ઓનલાઇન ટ્રાન્સફરની સુવિધા, LPG ગ્રાહકો સંબંધિત ઓઇલ માર્કેટિંગ કંપનીઓના વેબ પોર્ટલની સાથે સાથે તેના મોબાઈલ એપ દ્વારા પણ આપવામા આવી છે. તેના રજીસ્ટર્ડ લોગ ઇનનો ઉપયોગ કરીને ગ્રાહક પોતાના વિસ્તારમાં સર્વિસ આપતા ડિસ્ટ્રીબ્યુટરના લિસ્ટમાંથી પોતાના OMC ડિસ્ટ્રીબ્યુટરને પસંદ કરી શકશે અને પોતાના LPG કનેક્શનની પોર્ટિંગના વિકલ્પને પસંદ કરી શકશે.

image source

ડિસ્ટ્રીબ્યુટર પાસે હશે ગ્રાહકોને મનાવવાનો વિકલ્પ

ડિસ્ટ્રીબ્યુટર પાસે પોતાના કસ્ટમરને મનાવવાનો વિકલ્પ હસબે. ડિસ્ટ્રીબ્યુટરે એ નિશ્ચિત કરવાનું રહેશે કે ગ્રાહકોને આપવામાં આવતી સુવિધામાં વિક્ષેપ ન આવે. ગ્રાહકને મનાવવા પર 3 દિવસમાં પોર્ટેબિલિટી રિકવેસ્ટ પરત લઈ શકાય છે. જો એમ.ન કરવામાં આવે તો કનેક્શન ઓટોમેટિક જ બીજા ડિસ્ટ્રીબ્યુટરને સોંપી દેવામાં આવશે. આ માટે ગ્રાહક ડિસ્ટ્રીબ્યુટરશીપ પર આવ્યા વિના એ જ બજારમાં કામ કરતી અને એ જ કંપનીના બીજા ડિસ્ટ્રીબ્યુટરને ઓનલાઇન ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આ સુવિધા બિલકુલ ફ્રી હશે. મે 2021 માં OMCs એ 55759 પોર્ટેબિલિટી માંગણીને સફળતાપૂર્વક પુરી કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!