LPG ગેસના નવા કનેક્શન અને સિલિન્ડરના બુકિંગને લઈને આવ્યો મોટો ફેરફાર, જાણો ડીલરથી કેવી રીતે કરાવી શકશો બુકિંગ

આ મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરાયો છે. તો ગયા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં પણ 3 વખત ગેસ સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા હતા. આ સમયે 3 વખતના ભાવ વધારાને લઈને 100 રૂપિયાનો વધારો કરાયો હતો.

image source

આ સાથે જ એલપીજી પર મળતી સબ્સિડી મે મહિનાથી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે લોકોને મોટો ફટકો પડ્યો છે. પરંતુ સરકાર આ મહિને કેટલાક નવા નિયમ લાવી છે જેનાથી સામાન્ય ગેસ સિલિન્ડર ધારકોને મોટો ફાયદો થઈ શકે છે.

સરકારને કર્યો આ મોટો ફેરફાર

image source

આવનારા દિવસોમાં એલપીજી ગેસ સિલન્ડરને તમે કોઈ પણ સ્થાનીક ડોક્યુમેન્ટ પ્રૂફ વિના ખરીદી શકશો. આ સાથે જ નવા કનેક્શન લેનારા લોકોને પણ રાહત મળશે. આ સાથે જ આ વર્ષના બજેટમાં નાણામંત્રીએ ઉજજ્વલા યોજના હેઠળ 2 વર્ષમાં 1 કરોડ લોકોને ગેસના ફ્રી કનેક્શન આપવાની જાહેરાત કરી હતી. તેનું કામ પણ શરૂ કરાયું છે. તેલ કંપનીઓ તરફથી મળી રહેલી માહિતી અનુસાર સરકાર એલપીજી કનેક્શનને ઓછામાં ઓછા ડોક્યુમેન્ટની સાથે અને વિના સ્થાનિક રહેઠાણ પ્રમાણપભના કનેક્શન આપવાની યોજના કરી રહી છે.

આ કારણે લેવાયો છે આ મોટો નિર્ણય

image source

અનેક શહેરોમાં રેસીડન્ટ પ્રૂફ બનાવવાનું કામ મુશ્કેલ બન્યુ છે તો ગામડામાં આ કામ વધારે મુશ્કેલ હોય છે. જેનાથી ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે આ નિર્ણય લેવાો છે. આ સાથે જ સરકારે બુકિંગ કર્યા બાદની પ્રોસેસ સરળ કરવા માટે પણ ખાસ નિર્ણય લીધો છે જેથી હવે ગ્રાહકોને ગેસ સિલિન્ડર સરળતાથી મળી રહેશે. નવા નિયમમાં ગ્રાહકો એક સાથે જ બુકિંગ સમયે એક નહીં પણ 3 ડીલરો પાસે બુકિંગ કરાવી શકશે.

image source

આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી ગ્રાહકોને સમય સર ગેસ સિલિન્ડર મળી રહે. સરકારે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કર્યા છે. નવા નિયમ અનુસાર ગ્રાહક હવે કોઈ એક ડીલરને બદલવાની સાથે 3 ડીલર પાસે બુકિંગ કરાવી શકશે.

અહીંથી મળી શકે છે સસ્તો સિલિન્ડર

image source

આ સાથે જ જો તમે ગેસના વધેલા ભાવથી પરેશાન છો તો તમે ઓનલાઈન ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. ઓનલાઈન એપ અમેઝોન પે પરથી ગેસ સિલિન્ડરનું બુકિંગ અને પેમેન્ટ કરવા પર પહેલી વારે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ તમારા અમેઝોન પે એકાઉન્ટમા જમા કરાશે. આ જાણકારી આઈઓસીએ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!