LPG સિલિન્ડર પર લખેલા આંકડાઓનો મતલબ જાણો છો ? જો નહી તો મુશ્કેલીમાં પડી શકો છો તમે

LPG સિલિન્ડર પર લખેલા આંકડાઓનો મતલબ જાણો છો ? જો નહી તો મુશ્કેલીમાં પડી શકો છો તમે

દર મહિને આપણા બધાના ઘરોમાં એલપીજી ગેસનો રિફિલ સિલિન્ડર આવે જ છે. તે સમયે, ઘણા લોકો સિલિન્ડરનું લિકેજ તપાસે છે, પરંતુ સિલિન્ડર કેટલું જૂનું છે અથવા તેનું ચેકિંગ છેલ્લે ક્યારે કરાયું છે તે આપણે તપાસ કરતા નથી. ભાગ્યે જ કોઈ આ વિશે જાણવાનો પ્રયાસ કરે છે, પરંતુ અમને તમને જણાવી દઈએ કે આ વાત કેટલી અગત્યની છે.

ક્યાં લખેલ હોય છે એલપીજી સિલિન્ડરનો આ નંબર

image source

દરેક એલપીજી સિલિન્ડરમાં કોડવર્ડમાં એક નંબર લખેલ હોય છે, જે દેખાડે છે કે તમારા ઘરે પહોંચેલા રિફિલ સિલિન્ડરની સુરક્ષા તપાસ છેલ્લે ક્યારે કરવામાં આવી છે. આ કોડ નંબર ગેસ સિલિન્ડર પર ઉપલા રંગવાળા વર્તુળની અંદર લખેલો હોય છે. એટલે કે સિલિન્ડરમાં રેગ્યુલેટર મૂકવાની જગ્યાની આસપાસ લોખંડની ત્રણ પટ્ટીઓએ હોય છે. આ પટ્ટીઓમાની એક પર અંગ્રેજી અક્ષર એ-બી-સી-ડીની સાથે એક કોડ લખ્યો હોય છે. જે જણાવે છે કે તમારો સિલિન્ડર સલામતીનાં ધોરણો પર હાલમાં ઠિક છે કે નહીં. આ કોડ જોઈને તમે જાણશો કે આ સિલિન્ડર સલામતીના ધોરણો પર યોગ્ય છે કે કેમ.

દરેક નંબર કઈક સૂચવે છે

એ-બી-સી-ડી પછી લખેલી સંખ્યાઓ વર્ષના મહિનાઓ સૂચવે છે. કહેવાનો મતલબ એ છે કે,

  • A – જાન્યુઆરીથી માર્ચ
  • B – એપ્રિલથી જૂન
  • C – જુલાઈથી સપ્ટેમ્બર
  • D – ઓક્ટોબરથી ડિસેમ્બર

એબીસીડી બાદ લખેલા નંબરો વર્ષ દર્શાવે છે

image source

એબીસીડી બાદ લખેલા નંબરો વર્ષ દર્શાવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સિલિન્ડર બી -19 લખેલુ હોય તો તેનો અર્થ એ છે કે તે સિલિન્ડરની સલામતી તપાસ એપ્રિલથી જૂન 2019 દરમિયાન થવાની છે. આ પ્રમાણે, તમારો સિલિન્ડર હાલમાં સંપૂર્ણ પણે ફીટ છે. પરંતુ જો સિલિન્ડર પરનો નંબર સી -16 લખેલ છે, તો પછી જાણી લો કે તમારો સિલિન્ડર તેની એક્સપાયરી ડેટ પુરી કરી ચુક્યો છે. કહેવાનો અર્થ એ કે તે સિલિન્ડરની સલામતી તપાસ લગભગ 6 કે 8 મહિના પહેલા થવાની હતી, પરંતુ હજી સુધી તે થઈ નથી. ધ્યાનમાં રાખો કે જો આવા સિલિન્ડર તમારા ઘરે પહોંચાડવામાં આવે છે, તો તેના લિકેજને તપાસો અને કોઈ સમસ્યા હોય તો તેને વહેલી તકે એજન્સીને પરત કરો અને બીજો સિલિન્ડર મંગાવી લો. આવું ન કરવાથી તમે તમારા અથવા પરિવાર માટે જોખમ લઈ રહ્યા છો.

ક્યાર ક્યારે જરૂરી હોય છે સિલિન્ડરની ટેસ્ટિંગ

image source

જણાવી દઈએ કે એલપીજી ગેસ સિલિન્ડરને ફક્ત BIS 3196 ના ધોરણના આધારે જ બનાવી શકાય છે. જે કંપનીઓ પાસે લાઈસન્સની સાથે સાથે CCOE એટલે કે ચીફ કંટ્રોલર ઓફ એક્સ્પ્લોસિવની મંજૂરીનો લેટર હોય છે તે જદ કંપનીઓ ગેસ સિલિન્ડરનું ઉત્પાદન કરી શકે છે. ગેસ સિલિન્ડર બનાવતી વખતે તેને એક ઉચ્ચા દબાણ પર પરીક્ષણ કરવામાં આવે છે, જેથી કંપનીને ખાતરી થઈ જાય કે સામાન્ય પરિસ્થિતિમાં સિલિન્ડર ફાટશે નહીં. બીઆઈએસ કોડ્સ એન્ડ ગેસ સિલિન્ડર નિયમો 2004 અનુસાર, દરેક સિલિન્ડર લોકો સુધી પહોંચતા પહેલા કડક સુરક્ષા તપાસમાંથી પસાર થાય છે.

સિલિન્ડરની 15-વર્ષની લાઈફ દરમિયાન બે વાર પ્રેશર ટેસ્ટ કરવામાં આવે છે

image source

આટલું જ નહીં કોઈપણ સિલિન્ડરના ઉત્પાદનના 10 વર્ષ પછી, ફરીથી સલામતીની તપાસ અને દબાણ પરીક્ષણ માટે મોકલવા આવે છે. આ પછી 5 વર્ષ પછી પણ ત્રીજી વખત સિલિન્ડરનું પરીક્ષણ કરવામાં આવે છે. એટલે કે દરેક સિલિન્ડરની 15-વર્ષની લાઈફ દરમિયાન બે વાર પ્રેશર ટેસ્ટ કરવામાં આવે છે અથવા તેમના લિકેજની ફરિયાદમા આધારે સિલિન્ડરોમાં હાઇડ્રો ટેસ્ટ કરવામાં આવે છે. સુરક્ષા તપાસ અને પ્રેશર ટેસ્ટ પાસ કરનારા સિલિન્ડરોને જ ફરીથી ગેસ રિફિલિંગમાં ઉપયોગમાં લેવાય છે. પરીક્ષણમાં નિષ્ફળ સિલિન્ડરને ગેસ કંપનીને આપવામાં આવતો નથી અને તેનો નાશ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત