Site icon News Gujarat

લ્યો ફરી હતું એવું ને એવું, કરફ્યુ પુરુ થયો કે તરત જ 4 મહાનગરોના રસ્તા પર લોકોની ભારે ભીડ, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

દિવાળી બાદ રાજ્યમાં કોરોનાએ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને હાલમાં છેલ્લા થોડા સમયથી ફરી કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. ચારેકોર કોરોનાનો કકળાટ વધી ગયો છે અને 8 મહિનાના સૌથી વધારે કેસ આવવા લાગ્યા છે. લોકો ધડાધડ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે સંક્રમણને કંટ્રોલમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત રાજ્યના ત્રણ મહાનગરોમાં શનિવાર અને રવિવાર દરમિયાન કર્ફ્યૂ જાહેર કર્યો હતો. જો કે, રાજ્યના ચાર મહાનગરોમાં 57 કલાકના વિકેન્ડ કર્ફ્યૂ બાદ આજે સોમવારે વહેલી સવારથી આ ચાર મહાનગરો ફરી લોકોની અવર જવર જોવા મળી રહી છે અને ભારે ભીડ જામી હતી.

image source

વહેલી સવારથી જ ચારેય સીટીમાં અલગ અલગ સ્થળો પર સામાન્ય દિવસની જેમ ટ્રાફિક જામના સીન જોવા મળ્યા હતા. વાત કરીએ સૌથી પહેલાં અમદાવાદ શહેરની તો 57 કલાકના કર્ફ્યૂ પૂર્ણ થયા બાદ ફરી અમદાવાદના રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદનું જમાલપુર શાકમાર્કેટ ભીડથી છલકાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો શાકભાજીની ખરીદી અને વેચાણ કરવાની આવી રહ્યા છે.

image source

જો કે માર્કેટમાં મોટાભાગના ખરીદી કરવા આવનાર ગ્રાહક અને વેપારીઓના ચહેરા ઉપર માસ્ક જોવા મળી નથી મળી રહ્યું. લોકો દંડથી બચવા માટે માત્ર પહેરવા ખાતર માસ્ક પહેરતા હોય તેમ નાકના નીચેના ભાગમાં માસ્ક રાખે છે. હજુ લોકોમાં જાગૃતતા જોવા મળી રહી નથી. બીજી તરફ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળી રહ્યો છે.

image source

એ જ રીતે વાત કરવામાં આવે વડોદરાની તો 57 કલાકના કર્ફ્યૂ પૂર્ણ થયા બાદ રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. APMC માર્કેટમાં નિયમોના ધજીયા ઉડતા જોવા મળી રહ્યાં છે. વહેલી સવારે 6 વાગ્યાથી APMC માર્કેટ ખુલ્યું છે, ત્યારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થયા હતા. માર્કેટમાં નાના મોટા વેપારીઓ ખરીદ વેચાણમાં લાગ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. તો વળી વડોદરામાં ખંડેરાવ માર્કેટમાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. કોરોનાનું સંક્રમણ વધ્યું છતાં લોકો બેખોફ રસ્તા પર ફરી રહ્યાં છે. નાઈટ કર્ફ્યું બાદ પણ લોકો જાગૃત થઈ રહ્યાં નથી. ફ્રૂટ અને શાકભાજી ખરીદવા આવતા લોકો અને વેપારીઓ નિયમોની અવગણના કરી રહ્યા છે.

image source

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. રાજ્યના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે.

image source

આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1495 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,97,412એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 13 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3859એ પહોંચ્યો છે. જ્યારે 1167 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 63,939 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version