આખું વર્ષ મા લક્ષ્મીની કૃપા બનાવી રાખવા માટે કરી લો આ કામ

દિવાળીનો તહેવાર અને ધનતેરસને ગણતરીના દિવસે બાકી છે. આ તહેવાર ભાઈબીજ સાથે પૂરો થશે. ધનતેરસના દિવસે સ્વાસ્થ્યના દેવતા ભગવાન ધન્વંતરીની જયંતિ પણ મનાવવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર ભગવાન ધન્વંતરી ધનતેરસના દિવસે સમુદ્રમંથનના સમયે ભગવાન અમર કલશને હાથમાં લઈને પ્રગટ થયા હતા.આ માટે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા વિધિ વિધાન સાથે કરાય છે. સાથે જ ધનની દેવી કુબેર અને દેવી લક્ષ્મીની અને ગણેશજીની પૂજા કરવાનું વિધાન પણ છે. આ સાથે પંચાગ અનુસાર ધન્વંતરી જયંતિ ઉજવાય છે.

image source

આ દિવસ દિવાળી પૂજા પહેલાં ઉજવાય છે. તેમને આયુર્વેદના જનક પણ માનવામાં આવે છે. ભગવાન ધન્વંતરીને 4 ભૂજાઓ છે. તેમાં શંખ, ચક્ર, ઔષધિ અને અમૃત કળશ પણ તેઓ ધારણ કરે છે. આ દિવસે પિત્તળના વાસણોની ખરીદી શુભ ગણાય છે. ધનતેરસના દિવસે ધન્વંતરીની પૂજા કરવાથી સારા સ્વાસ્થ્યનો આર્શિવાદ પણ મળે છે. સ્વાસ્થ્ય જ સઘળુ છે તે નહીં હોય તો તેની સારવારમાં ધન પણ બર્બાદ થઈ જશે. આ માટે ધન્વંતરીની પૂજા આરાધના કરાય છે.

image source

જાણો ધનતેરસના ખાસ મૂહૂર્ત

પૂજાનું મૂહૂર્ત – 5.28થી 7.30 સુધી

image source

આ દિવસે કંઈ પણ નવું ખરીદવાની પરંપરા છે. વિશેષ કરીને પિત્તળ અને ચાંદીની ખરીદીનો રિવાજ છે. આ દિવસે કંઈ પણ ખરીદાય તેમામં લાભ થાય છે અને ધન તથા સંપત્તિમાં વધારો થાય છે. આ દિવસે લક્ષ્મીની સાથે ધન્વંતરીની પણ પૂજા કરાય છે.

image source

ધનેતરસની પૂજા પહેલાં ઘરની સફાઈ કરો. ઘરની રદ્દી, કે તૂટેલો ફૂટેલો સામાન ઘરની બહાર ફેંકો, જાળા સાફ કરો. નવું રંગરોગાન કરાવો. નવું વાસણ લાવો તો તેમામં મીઠાઈ કે ફૂલ ભરીને લાવો. ખાલી વાસણ ન લાવવું.

ધનતેરસની રાતે ઘરમાં ગરોળી દેખાય તો આખું વર્ષ શુભ ગણાય છે. આ દિવસે સંજોગોવશાત તેના દર્શન દુર્લભ હોય છે.

સાંજના સમયે ઘરના મુખ્ય દ્વારે લોટનો ચાર ખૂણાનો દીવો કરો. સાથે જળ, રોટલી, ગોળ, ફૂલનો નૈવેધ રાખો.

image source

આરોગ્ય માટે ધન્વંતરીના દિવસે જરૂરિયાતમંદને દાન કરો.

નવી કે જૂની ઈલેક્ટ્રોનિક ચીજો પર લીંબુ ફેરવીને વેરાન જગ્યાએ ફેંકી આવો.

આ દિવસે નવા કપડાં પહેરો અને તેની પર હળદર કે કેસરના છાંટા નાંખો.

image source

નવું વાહન ખરીદો છો તો તેના બોનેટ પર કુમકુમ અને ઘીના મિશ્રણના સાથિયો કરો. નારિયેળ પર રોલીથી ઓમ બનાવો અને વાહનના આગળના વ્હીલ પાસે રાખીને ફોડી તેનો પ્રસાદ વહેંચો.

મેષ, સિંહ, વૃશ્વિક અને ધન રાશિના લોકોએ લાલ, પીળો, નારંગી કે ભૂરા રંગનું પર્સ કે બેગ ખરીદવી, તુલા, વૃષભ, કર્ક રાશિના લોકોએ સફેદ, સિલ્વર, ગોલ્ડન, આસમાની અને મકર, કુંભ રાશિના લોકોએ કાળા, ગ્રે, ભૂરા રંગની બેગ કે પર્સની ખરીદી કરવી. તો મિથુન અને કન્યા રાશિના લોકોએ લીલા રંગનું પર્સ કે બેગ ખરીદવું. આ સાથે એક ચીજ યાદ રાખો કે આ દિવસે કોઈને ઉધાર રૂપિયા ન આપો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત