માં લક્ષ્મી પૈસાની ખોટ થાય પહેલાં આપે છે આ 3 સંકેત, જાણો આમાંથી બચવા કયા ઉપાયો કરશો

મિત્રો, નાણા એક એવી વસ્તુ છે કે, જે મળતા સમયે જેટલુ સુખ તમને મળતુ નથી તેટલુ દુઃખ તેના ગયા પછી તમને મળે છે. જ્યારે પણ નાણા એકાએક આપણાથી દૂર થઇ જતા હોય છે ત્યારે આપણે ખૂબ જ વધારે પડતા દુ:ખી થઈ જતા હોઈએ છીએ. જ્યારે આપણુ દુર્ભાગ્ય ચાલી રહ્યુ હોય છે ત્યારે લાખો રૂપિયા પાણીની માફક વહી જતા હોય છે.

image socure

આ બાબતને ધ્યાનમા રાખીને આજે આ લેખમા અમે તમને અમુક એવા વિશેષ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે આવનાર ભવિષ્યમા તમને પૈસાની ખોટ થવાની છે તેવુ સૂચવે છે. તો ચાલો જાણીએ કયા છે આ સંકેતો? આ સંકેતો દેખાવા પાછળ શું છે કારણ?

આપણને આ સંકેતો સંપત્તિની દેવી માતા લક્ષ્મી તરફથી મળે છે. જો આ સંકેતો સમય પ્રમાણે ઓળખી લેવામા આવે તો તમને અનેકવિધ નાણાકીય સમસ્યાઓ સામે રાહત મળી શકે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, આ કયા સંકેતો છે કે, જે માતા લક્ષ્મી આપણને અપાઈ રહ્યા છે.

નોટ ફાટી જાય :

image soucre

જો તમારી પાસે રાખવામા આવેલ એકપણ નોટ જો આકસ્મિક રીતે પણ ફાટી જાય છે તો આ બાબત એક સંકેત છે કે, તમારા નાણા ખોવાઈ શકે છે. આ બાબતનો અર્થ એવો પણ થઇ શકે છે કે, આવનાર સમયમા તમને ખુબ જ મોટુ નાણાકીય નુકસાન થઈ શકે છે. આ હાની કોઈપણ રીતે થઈ શકે છે.

image socure

આવી સ્થિતિમા તમારે આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે અમુક વિશેષ ઉપાય અજમાવવા પડશે. આ ફાટેલી નોટ જો તમે દેવી માતા લક્ષ્મીજીના ચરણોમા મૂકો. ત્યારબાદ માતાની સામે ઘી નો દીવડો પ્રગટાવો અને ત્યારબાદ તેમની આરતી કરો. ત્યારબાદ ટેપની સહાયતાથી આ ફાટેલી નોટને તમે ચોંટાડી દો અને તેને કોઈપણ મંદિરના દાનપેટીમા મૂકી દો, જેથી તમારે કોઈપણ નાણાભીડની સમસ્યાનો સામનો કરવો પડશે નહિ.

ઝવેરાત નીચે પડી જવા :

image soucre

જો તમારા હાથમાંથી સોના અથવા તો ચાંદીના આભૂષણો એકાએક પડી જાય છે તો તે એક એવો સંકેત દર્શાવે છે કે, તમારા પૈસા અથવા ઝવેરાતની આવનાર સમયમા ચોરી થઈ શકે છે. આ ચોરીઓ ઘરની અંદર અથવા તો ઘરની બહાર કોઈપણ જગ્યાએ થઈ શકે છે.

image socure

આ સમય દરમિયાન તમારે થોડી વિશેષ સાવચેતી રાખવાની આવશ્યકતા છે તેમજ આ ઉપાય સામે રક્ષણ મેળવવા માટે તમારે માતા લક્ષ્મીની સામે કુમકુમ અને ચોખા સાથે જમીન પર પડેલા ઝવેરાતની પૂજા કરવી અને ત્યારબાદ તેને સુરક્ષિત જગ્યાએ રાખી દો. આ ઉપાય તમારા ઘરમા ચોરીના જોખમને અટકાવશે.

દૂધ ફાટી જવુ :

image soucre

જો તમે ગેસ પર દૂધને ઉકાળી રહ્યા છો અને તે એકાએક ફાટી જાય છે તો તે પણ એક એવો સંકેત છે કે, તમારે કોઈ કિંમતી વસ્તુનુ મોટુ નુકસાન વેઠવું પડશે અને તમારી આર્થિક સ્થિતિ પર તેમની ખરાબ અસર પડે છે. આ સ્થિતિને અવગણવા માટે તમે કુતરાને, બિલાડીને અથવા તો ગાય જેવા કોઈપણ પ્રાણીને દૂધ પીવડાવો તો તમારી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *