ખાસ ચેતી જજો, હવે માત્ર યુવકની નહીં લગ્ન માટે યુવતીની ઉંમર પણ 21 હોવી જરૂરી, સરકારે ઘડી કાઢ્યો પ્લાન

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બે મોટા સુધારા કર્યા છે જેની અસર સમાજના દરેક વ્યક્તિને થશે. બે મોટા સુધારા પર મંત્રીમંડળે મંજૂરીની મહોર મારી દીધી છે. પહેલો સુધારો છે કે યુવતીઓના લગ્નની ઉંમર જે અત્યાર સુધી 18 વર્ષ હતી તે 21 વર્ષ કરવામાં આવી છે. એટલે કે હવે યુવતી 21 વર્ષથી વધુની વયની હોય ત્યારે જ તેના લગ્નને માન્યતા મળશે. 21 વર્ષની નાની દીકરીના લગ્ન કરવા ગેરકાયદેરસર હશે. આ પહેલા યુવતીઓ માટે લગ્નની ઉંમર 18 અને યુવકો માટે 21 વર્ષ નક્કી કરવામાં આવી હતી. આ નવા સુધારા પ્રમાણે હવે યુવતીઓની ઉંમર પણ 21 વર્ષ હોવી જરૂરી છે.

image soucre

આ નવો કાયદો દરેક ધર્મ અને વર્ગની યુવતીઓ માટે એક સમાન રીતે લાગુ થશે. ચુંટણી સુધારા સંદર્ભના એક વિધેયકને મંજૂરી આપવામાં આવી છે. આ વિધેયક પાસ થવાની સાથે જ તેને ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડ સાથે જોડવા માટે નવા મતદારોને નોંધણીમાં વધારે તક મળશે. માનવામાં આવે છે કે બંને વિધેયક સંસદમાં હાલના સત્રમાં રજૂ કરવામાં આવ્યા છે. આ બંને સુધારા ક્રાંતિકારી માનવામાં આવે છે.

image soucre

સૌથી મહત્વનું છે કે હવે દેશમાં યુવકો અને યુવતીઓના લગ્ન માટે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ એટલે કે એક સમાન કરી દેવામાં આવી છે. આ વાતની ઘોષણા વડાપ્રધાન મોદીએ વર્ષ 2020માં લાલ કિલ્લા પરથી કરેલા પોતાના સંબોધનમાં કરી હતી. આ ઉપરાંત ચુંટણીમાં સુધારાનો મુદ્દો પણ આયોગમાં ઘણા સમયથી ઉઠતો આવ્યો છે.

image soucre

દેશમાં યુવતીઓના લગ્નની ઉંમર 21 વર્ષ કરવા માટે જયા જેટલીની અધ્યક્ષતામાં એક ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમણે પોતાનો રિપોર્ટ ગત વર્ષે ડિસેમ્બરમાં નીતિ આયોગને આપ્યો હતો. જેના પર મંજૂરી મળી ચુકી છે.