ચાઈના હવે ‘મેડ ઇન ચાઇના’ના બદલે ગ્રાહકોને સામાન પધરાવવા અપનાવી રહી છે આ નવો નુસખો, ખરીદતા પહેલા જોઇ લેજો જરૂર
ચાઈના હવે ‘મેડ ઇન ચાઇના’ના બદલે ગ્રાહકોને સામાન પધરાવવા નવો નુસખો અપનાવી રહી છે, જોઈ જરૂર લેજો ખરીદતાં પહેલા

પાછળના કેટલાક દિવસથી ભારતની સરહદ પર ચીન સામે તનાતની જેવો માહોલ બનેલો છે. આવા સમયે લોકોમાં ચાઇનીઝ પ્રોડક્ટ સામે રોષ પણ એટલો જ ઉઠી રહ્યો છે. આ કારણે થોડાંક સમયથી વિવિધ પ્રોડક્ટ્સમાં આપણે હવે નવો શબ્દ જોઈ રહ્યા છીએ, ‘મેડ ઈન પીઆરસી’. જ્યારથી ચીનના સામાનનો વિરોધ ઉગ્ર બન્યો છે, ત્યારથી અચાનક જ ‘મેડ ઈન પીઆરસી’ લેબલ વાળી વસ્તુઓ માર્કેટમાં વધી ગઈ છે.
જો વાત કરવા બેસીએ તો કપડાંથી લઈને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સુધી આપણને આ જોવા મળી રહ્યું છે. પણ શું તમે જાણો છો કે આ મેડ ઈન પીઆરસી એટલે નવું કશું નહીં, પરંતુ ‘મેડ ઈન ચાઈના’નું જ આ સુધારેલું નામ છે. આ ઉપાય છે ભારતીય બજારોમાં પોતાના વ્યાપારને યથાવત રાખવાનો.

ભારતના બજારોમાં ચીની પ્રોડક્ટના બહિસ્કારની જે જનજાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે, એને જોતા લોકો પણ હવે એવી પ્રોડક્ટ ખરીદવાનું ટાળવા લાગ્યા છે. શક્ય હોય ત્યાં સુધી લોકો હવે વૈકલ્પિક પ્રોડક્ટ પર પસંદગી ઉતારે છે. જરૂરી પ્રોડક્ટનો સ્વદેશી વિકલ્પ ન મળે તો લોકો અન્ય દેશની પ્રોડક્ટ ખરીદીને, સસ્તી અને તકલાદી ચીની પ્રોડક્ટથી સરેરાશ ગ્રાહક વિમુખ જોવા મળે છે.

જો કે ભારતીય બજારના આટલા વિરોધી સુરો છતાં પણ આ સ્થિતિથી વિમુખ થઈને પણ ગ્રાહકોને પોતાનો માલ પધરાવી દેવા ચીની કંપનીઓ તૈયાર બેઠી છે. આ બાબતે એમણે ઉપાય પણ શોધી લીધો છે. ભારતીય જનમાનસમાં ‘મેડ ઈન ચાઈના’ શબ્દ હવે નકારાત્મક થઈ ચૂક્યો છે, ત્યારે આ નામ હવે વસ્તુઓ પધરાવવા માટે નિરર્થક નીવડી રહ્યું છે. આવા સમયે ચીને હવે ‘મેડ ઈન પીઆરસી’ લખવાનું શરૂ કરી દીધું છે.
કારણ કે ઘણા ભારતીય લોકો એ વાત જાણતા નથી કે ‘મેડ ઈન પીઆરસી’ એ મેડ ઈન ચાઈનાનું જ બીજું નામ છે. કારણ કે ચીનનું સત્તાવાર નામ ‘પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના’ છે. જેને ટૂંકમાં પીઆરસી કહી શકાય છે. ચીને ભારતીય માર્કેટમાં આવનારી બધી જ પ્રોડક્ટમાં ‘મેડ ઈન પીઆરસી’ લખવાનું શરૂ કર્યું છે. એટલે કે ‘મેડ ઈન પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના’ જે મેડ ઇન ચાઈના જ છે.

પોતાની પ્રોડક્ટને બજારમાં ટકાવી રાખવા માટે અને ‘મેડ ઈન ચાઈના’ની ખરડાયેલી ઈમેજમાંથી છુટકારો મેળવવા માટે ચીને હવે ‘મેડ ઈન પીઆરસી’ના નામે ફરીથી રીબ્રાન્ડિંગ કરવાનું શરૂ કર્યું છે. આ કેમ્પેઈન માત્ર ભારતના જ નહીં, પણ વિશ્વભરના ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. આ કેમ્પેઈન વિશ્વના બજારોમાં પોતાનું વર્ચસ્વ યથાવત રાખવાની યોજના છે જે ચીની ચીજ-વસ્તુઓ લોકોન ઘરમાં લઈ આવવાનું સરળ બનાવી આપે છે. ટૂંકમાં, હવે મેડ ઈન ચાઈનાની નેગેટિવ અસરમાંથી બહાર રહીને પણ જથ્થાબંધ ચીજ-વસ્તુ બજારમાં વેંચીને રોકડી કરી લેવા માટે ચીનનો આ એક નવો જ પેંતરો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત