Site icon News Gujarat

હવે માધુરી બની પતિની હેરસ્ટાઈલિશ, શ્રીરામ નેનેએ શેર કરેલો ફોટો થયો વાયરલ

દેશમાં લોકડાઉનના કારણે અનેક પ્રતિબંધ હજુ પણ યથાવત છે. અનલોક 1 શરુ તો થયું છે પરંતુ કેટલીક સેવાઓ હજી પણ બંધ જ રાખવામાં આવી છે. કોઈ કોઈ કામમાં છૂટછાટ મળી છે પરંતુ તેમ છતાં લોકો તેને કરવાનું ટાળે છે.

image source

આવું જ એક કામ છે હેર કટિંગનું. સલૂન બંધ હોવાથી સૌથી મોટી સમસ્યા તો બોલિવૂડ સ્ટાર્સ માટે સર્જાઈ છે. તેવામાં હવે માધુરી દીક્ષિત પણ હેર સ્ટાઈલિસ્ટ બની ગઈ છે અને તે પણ પોતાના પતિ શ્રીરામ નેનેની.

image source

અન્ય કલાકારોની જેમ અભિનેત્રી માધુરી દીક્ષિતે પણ તેના પતિ રામ નેનેના વાળ કાપ્યા છે. શ્રીરામ નેને તેની પત્ની સાથેનો એક સુંદર ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તે ફોટો શેર કરતાં રામ નેને પોતે જણાવી રહ્યા છે કે માધુરીએ તેના વાળ કાપ્યા છે. રામ કહે છે કે – મારી નવી હેરસ્ટાઇલિસ્ટને હેટ્સઓફ, થેન્ક્સ હની. સોશિયલ મીડિયા પર ડોક્ટર નેનેના શેર કરેલા આ ફોટાને લોકો સારો પ્રતિસાદ આપી રહ્યા છે. કોઈ યુઝર માધુરીને દરેક બાબતમાં નિષ્ણાંત જણાવી રહ્યા છે અને કોઈ ડોક્ટર નેનેના આ નવા લુકની પ્રશંસા કરી રહ્યા છે.

જણાવી દઈએ કે આ પહેલા અનુષ્કા શર્મા, નુપુર સેનન જેવા સેલેબ્સ પણ જાતે હેરકટ કરી ચૂક્યા છે. આ ટ્રેંડની શરુઆત અનુષ્કાએ કરી હતી. પરંતુ ત્યારબાદથી સચિનથી લઈ રાજકારણીઓ સહિતના લોકોએ આ ટ્રેંડને ફોલો કર્યો છે.

જો કે માધુરીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક રસપ્રદ ફોટો શેર કર્યો છે. ફોટામાં આખો પરિવાર વાદળી તાઈક્વોન્ડો ડ્રેસમાં જોવા મળે છે. આ સાથે માધુરીના બંને બાળકોએ પણ તેમના હાથમાં પ્રમાણપત્ર પકડેલા છે અને તે ખૂબ નાના છે. આ ફોટો જૂનો હતો પરંતુ પ્રશંસકોને અભિનેત્રીનો આ ફોટો પણ ખૂબ પસંદ પડ્યો છે.

આ સિવાય લોકડાઉન દરમિયાન માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેણે લોકોને ઓનલાઈન નૃત્ય કરવાનું પણ શીખવ્યું અને તણાવ મુક્ત રહેવાની રીત પણ તેણે જણાવી હતી. માધુરીના આ પ્રયાસની પણ ખૂબ ચર્ચા થઈ હતી. માધુરીએ પોતાના આ ઉમદા કાર્યથી લોકોને ઘરે બેસીને કરવા માટે એક પ્રવૃતિ પણ આપી અને માનસિક તાણથી રાહત પણ આપી હતી. આ માટે પણ માધુરીના ખૂબ વખાણ થયા હતા.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version